Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ત્યારે પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થઈને તેમને કહેતા, “આ પ્રજાએ મેં તેમના પૂર્વજોને ફરમાવેલા કરારનો ભંગ કર્યો છે; કારણ, તેમણે મારી વાણી પર લક્ષ આપ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તેથી ઇઝરાયલ પર યહોવાનો રોષ ચઢ્યો. અને તેમણે કહ્યું, “મેં જે કરાર આ પ્રજાના પિતૃઓની સાથે કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે, ને મારી વાણી પર લક્ષ આપ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી ઈશ્વરનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો; તેમણે કહ્યું, “આ પ્રજાના પિતૃઓની સાથે જે કરાર મેં કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે. અને મારી વાણી સાંભળી નથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:20
16 Iomraidhean Croise  

પ્રભુ ઇઝરાયલ પર ફરીથી કોપાયમાન થયા અને તેમણે દાવિદને પોતાની વિરુદ્ધ ઉશ્કેરીને તેની મારફતે તેમના પર સંકટ આવવા દીધું. પ્રભુએ તેને કહ્યું, “જઈને ઇઝરાયલ અને યહૂદિયાના લોકોની ગણતરી કર.”


તેથી પોતાના લોકો વિરુદ્ધ પ્રભુનો કોપ સળગી ઊઠયો અને પોતાના વારસા સમ લોક પ્રત્યે તેમને ઘૃણા ઊપજી.


તેમણે ઈશ્વર સાથે કરેલ કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ અનુસાર વર્તવાનો ઇન્કાર કર્યો.


હું તેમના પૂર્વજોનો હાથ પકડીને તેમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યો ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો આ કરાર નહિ હોય. હું તેમનો પતિ હોવા છતાં તેમણે મારો કરાર ઉથાપ્યો.


હું તમને પૂરા નિયંત્રણમાં લાવીશ અને તમને મારા કરારનું પાલન કરતા કરી દઈશ.


પ્રભુનો કોપ ઇઝરાયલીઓ ઉપર સળગી ઊઠયો અને પ્રભુને નાખુશ કરનારી એ આખી પેઢીનો નાશ થયો ત્યાં સુધી ચાલીસ વર્ષ તેમને વેરાનપ્રદેશમાં રઝળપાટ કરાવી.


મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે.


તમારા ઈશ્વર પ્રભુએ તમને ફરમાવેલ કરારનું તમે પાલન નહિ કરો અને અન્ય દેવોની સેવાભક્તિ કરશો તો તે તમારા પર કોપાયમાન થઈને તમને સજા કરશે અને તેમણે તમને આપેલા આ સારા દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ!”


તેથી પ્રભુ ઇઝરાયલીઓ પર કોપાયમાન થયા અને તેમને પલિસ્તીઓ તથા આમ્મોનીઓને સ્વાધીન કરી દીધા.


તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો; જેથી લૂંટફાટ કરનારા તેમના પર હુમલો કરી તેમને લૂંટી જાય તેમ પ્રભુએ કર્યું. તેમણે તેમની આસપાસ તેમના શત્રુઓને તેમના પર પ્રબળ કર્યા અને ઇઝરાયલીઓ પોતાનું રક્ષણ કરી શક્યા નહિ.


પણ એ ન્યાયાધીશનું અવસાન થાય કે લોકો તેમના અગાઉના માર્ગે વળી જતા અને અગાઉની પેઢીના તેમના પૂર્વજો કરતાં તેઓ વિશેષ ભ્રષ્ટ થઈ જતા. તેઓ અન્ય દેવોની સેવાભક્તિ કરતા અને જિદ્દી વલણ દાખવતાં પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ રહેતા.


તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેમણે તેમને મેસોપોટેમિયાના રાજા કૂશાન-રિશઆથાઈમને સ્વાધીન કરી દીધા, અને તેઓ આઠ વર્ષ સુધી તેના તાબામાં રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan