ન્યાયાધીશો 2:17 - પવિત્ર બાઇબલ C.L.17 પણ ઇઝરાયલીઓએ તેમના કહેવા પર કંઈ લક્ષ આપ્યું નહિ, પણ તેઓ વેશ્યાગમન દ્વારા અન્ય દેવોની પૂજા કરવામાં જોડાયા. તેમના પિતૃઓ તો પ્રભુની આજ્ઞાઓ પાળીને તેમને અનુસર્યા હતા, પણ આ નવી પેઢીના લોકોએ તો બહુ જલદી એમ કરવાનું મૂકી દીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તોપણ તેઓએ પોતાના ન્યાયાધીશોનું સાંભળ્યું નહિ, કેમ કે તેઓએ અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેમને વંદન કર્યુ. તેઓના પિતૃઓ યહોવાની આ ઓ પાળીને જે માર્ગે ચાલતા હતા તેમાંથી તેઓ જલદી અવળે માર્ગે ફરી ગયા. તેઓની જેમ તેમણે કર્યું નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તોપણ તેઓ ન્યાયાધીશોનું સાંભળતાં નહોતા, તેઓ યહોવાહને અવિશ્વાસુ હતા. પોતાને અન્ય દેવોની સાથે વ્યભિચાર કરી તેઓની પૂજા કરતા હતા. તેઓના પિતૃઓ યહોવાહની આજ્ઞાઓનું પાલન કરનારા તેઓના પિતૃઓની જેમ તેઓ વર્ત્યા નહિ. તેઓ જલ્દીથી ખરા માર્ગથી ભટકી ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ17 પણ તેમણે તે ન્યાયાધીશોનું પણ સાંભળ્યું નહી. તેઓ દેવ પ્રત્યેની વફાદારી છોડી દઈને અન્ય દેવદેવીઓને માંનવા લાગ્યા અને એમની પૂજા કરવા લાગ્યા. તેમના પિતૃઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે રહેતા હતાં, પણ આ લોકોને આ ગમ્યું નહિ અને તેઓએ યહોવાના હુકમો માંનવાનું બંધ કરી દીધું. Faic an caibideil |