Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેઓ જ્યારે જ્યારે લડવા જાય ત્યારે ત્યારે પ્રભુએ તેમને શપથપૂર્વક આપેલી ચેતવણી પ્રમાણે તે તેમની વિરુદ્ધમાં રહેતા. આમ, તેઓ મહા સંકટમાં આવી પડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 યહોવાએ જે પ્રમાણે તેમને કહ્યું હતું, ને યહોવાએ તેઓની આગળ પ્રતિ લીધી હતી તે પ્રમાણે, જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમની હાનિને માટે યહોવાનો હાથ તેમની વિરુદ્ધમાં હતો; અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ઇઝરાયલીઓ જ્યાં કંઈ લડાઈ માટે ગયા, જેમ તેમણે સમ લીધા હતા તેમ, ત્યાં તેઓને હરાવવા માટે યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધમાં હતો અને તેઓ ભયંકર સંકટમાં આવી પડ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ઈસ્રાએલી લોકો પોતાના શત્રુઓ સામે યુદ્ધ કરવા જતા ત્યારે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ રહેતો, યહોવાએ તે લોકોને ચેતવણી આપી હતી અને પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે આ પ્રમાંણે કરશે. પરિણામે ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:15
19 Iomraidhean Croise  

રાજા તરીકેની પોતાની સત્તા સંગીન થતાં રહાબામે અને તેના સર્વ લોકોએ પ્રભુના નિયમનો ત્યાગ કર્યો.


પણ જો તે પ્રજા આપેલી ચેતવણી પ્રમાણે પોતાનાં દુષ્ટ આચરણ તજી દે તો હું તેના પર જે આફત લાવવાનો હતો તે વિચાર હું પડતો મૂકીશ.


કારણ, મેં આ નગરને બચાવવાનું નહિ, પણ તેનો નાશ કરવાનું નક્કી કર્યું છે. તેને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે તેને બાળીને ખાક કરી દેશે. હું પ્રભુ આ બોલું છું.”


“તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ તમારી વિરુદ્ધ પડયો છું અને મેં યહૂદિયાનો વિનાશ કરવા નિર્ધાર કર્યો છે!


તમે આબાદ નહિ, પણ બરબાદ થાઓ તેનું હું બરાબર ધ્યાન રાખીશ. ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના બધા લોકો ખતમ થઈ જાય ત્યાં સુધી તેઓ યુદ્ધથી અને ભૂખમરાથી નાશ પામતા રહેશે.


તે માટે પ્રભુ કહે છે, “હું તમારી પાયમાલી કરી દેવાની યોજના કરી રહ્યો છું અને તમે તેની ભીંસમાંથી છટકી શકશો નહિ; કારણ, તમે સંકટના સમયમાં સપડાયા હશો. પછી તમે આમ મગરૂરીથી ફરશો નહિ.


અમને જુદી જુદી રીતે પરેશાન કરવામાં આવ્યા છે, પણ અમે કચડાઈ ગયા નથી. કેટલીકવાર મૂંઝવણમાં મૂક્યા છતાં અમે કદીએ નિરાશ થયા નથી.


પણ જો કોઈ સંદેશવાહક ગર્વિષ્ઠ થઈને મેં આજ્ઞા ન કરી હોય છતાં મારે નામે સંદેશ પ્રગટ કરવાની ધૃષ્ટતા કરશે, અથવા અન્ય દેવોને નામે સંદેશ પ્રગટ કરશે તો તે સંદેશવાહક માર્યો જશે.


વળી, આમ્મોનીઓ પણ યર્દન ઓળંગીને યહૂદા, બિન્યામીન અને એફ્રાઈમની સામે લડાઈ કરવા આવતા. ઇઝરાયલીઓ ભારે સંતાપમાં આવી પડયા.


તો ય તેઓ ઉંમરલાયક થાય ત્યાં સુધી તમે રાહ જોશો? ત્યાં સુધી તમે લગ્ન કર્યા વિના એકલી રહેશો? ના, મારી દીકરીઓ, એવી વાત તમારા કરતાં મારે માટે વધુ દુ:ખદાયક છે; કારણ, પ્રભુનો હાથ મારી વિરુદ્ધ થયો છે.”


પણ પ્રભુની વાણી નહિ સાંભળતાં તમે તેમની આજ્ઞાઓની અવજ્ઞા કરશો તો તમારા પૂર્વજોની જેમ તે તમારી વિરુદ્ધ પણ થઈ જશે.


ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા.


શાઉલે સોગંદ ખાઈને આવો હુકમ કર્યો હતો, “મારા શત્રુઓ પર હું વેર વાળુ ત્યાં સુધી આજે સાંજ સુધી જો કોઈ કંઈ ખોરાક લે તો તે શાપિત હો.” તેથી તે દિવસે ઇઝરાયલીઓ ભૂખથી નિર્ગત થઈ ગયા હતા. કોઈએ આખો દિવસ કંઇ ખાધું નહોતું.


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


Lean sinn:

Sanasan


Sanasan