Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેમણે પ્રભુની ભક્તિ કરવાનું છોડી દઈને બઆલ દેવો તેમજ આશ્તારોથની પૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યહોવાને તજીને તેઓએ બાલ તથા આશ્તારોથની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમણે યહોવાહની સાથેનો સંબંધ તોડી નાખીને બઆલ તથા દેવી આશ્તારોથની પૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:13
19 Iomraidhean Croise  

કારણ, શલોમોને મારો ત્યાગ કર્યો હોઈ અને સિદોનની દેવી આશ્તારોથ, મોઆબનો દેવ કમોશ અને આમ્મોનનો દેવ મિલ્કોમ એ વિદેશી દેવોની પૂજા કરી છે. શલોમોન મારી ઇચ્છાને અનુસર્યો નથી; પણ તેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેના પિતા દાવિદની જેમ તેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યા નથી.


તેણે સિદોનની દેવી આશ્તારોથ અને આમ્મોનના ઘૃણાસ્પદ દેવ મિલ્કોમની પૂજા કરી.


યરુશાલેમની પૂર્વ દિશામાં ઓલિવ પર્વતની દક્ષિણ તરફ સિદોનની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનના દેવ મોલખની ઘૃણાસ્પદ મૂર્તિઓની પૂજા માટે ઇઝરાયલના રાજા શલોમોને ઊભી કરાવેલી વેદીઓને યોશિયાએ ભ્રષ્ટ કરી.


રહાબામના અમલના પાંચમા વર્ષમાં તેમને પ્રભુ પ્રત્યેની બેવફાઈને લીધે શિક્ષા કરવામાં આવી. ઇજિપ્તના રાજા શીશાકે યરુશાલેમ પર ચઢાઈ કરી.


અને ઇઝરાયલી લોકો દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ જે પ્રજાઓને દેશમાંથી હાંકી કાઢી હતી તેમના ધૃણાસ્પદ રીતરિવાજોનું અનુકરણ કરીને તેણે પોતાના પુત્રોને મૂર્તિઓની આગળ દહનબલિ તરીકે ચઢાવ્યા.


પોતાના પિતા હિઝકિયાએ તોડી પાડેલ પૂજાનાં ઉચ્ચસ્થાનો તેણે ફરી બાંધ્યાં. તેણે બઆલની ભક્તિ માટે વેદીઓ બાંધી, અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી અને તારામંડળની ભક્તિ કરી.


ત્યારે લોકો કહેશે, ‘આવું એટલા માટે બન્યું કે લોકોએ તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુનો ત્યાગ કર્યો છે. અન્ય દેવોનો અંગીકાર કરીને તેમની સેવા ભક્તિ કરી છે, તેથી પ્રભુ તેમના પર આ બધી આફત લાવ્યા છે.”


ઈશ્વરના લોકોએ કનાની મૂર્તિઓની પૂજા કરી, અને એ જ બાબત તેમને માટે ફાંદારૂપ બની.


ત્યારે તું તેમને કહેજે: પ્રભુ કહે છે, કે તમારા પૂર્વજો મને તરછોડીને અન્ય દેવોને અનુસર્યા, અને તેમણે તેમની સેવાપૂજા કરી. તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રના શિક્ષણનું પાલન કર્યું નહિ.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, પ્રાચીનકાળથી તેં તારા પરની મારા નિયમની ઝૂંસરી ભાંગી નાખી અને મારા કરારનાં બંધન તોડી નાખ્યા અને મારી સેવાભક્તિ કરવાનો નકાર કર્યો છે. દરેક ઊંચી ટેકરી અને લીલા વૃક્ષ નીચે તેં વેશ્યાની જેમ વ્યભિચાર કર્યો છે.


પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલના બધા આગેવાનોને પકડીને તેમનો ધોળે દહાડે જાહેરમાં મારી સમક્ષ સંહાર કર. જેથી ઇઝરાયલીઓ પરથી મારો પ્રચંડ કોપ દૂર થાય.”


જોકે આકાશમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો ઘણા છે,


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.


હવે ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું અને તેમણે બઆલ દેવોની સેવા કરી.


ઇઝરાયલીઓએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું; તેઓ તેમના ઈશ્વર પ્રભુને વીસરી ગયા અને બઆલ તથા અશેરાની મૂર્તિઓની પૂજા કરી.


પછી તેમણે પ્રભુને મદદ માટે પોકાર કરીને કહ્યું, ‘તમારા તરફથી ફરી જઈને અને બઆલ દેવ તથા આશ્તારોથ દેવીની ભક્તિ કરીને અમે પાપ કર્યું છે. અમારા શત્રુથી અમને બચાવો અને અમે તમારી સેવાભક્તિ કરીશું.’


પછી તેમણે તેમનું બખ્તર લઈને આશ્તારોથ દેવીના મંદિરમાં મૂકાયું અને તેમનાં શબ બેથશાન શહેરના કોટ પર જડી દીધાં.


શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યુ, “જો તમે તમારા પૂરા દયથી પ્રભુ તરફ ફરતા હો, તો તમે સર્વ વિદેશી દેવો અને આશ્તારોથ દેવીની મૂર્તિઓથી દૂર રહો. તમે પ્રભુને સંપૂર્ણપણે સમર્પિત થાઓ અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તે તમને પલિસ્તીઓની સત્તામાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan