Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુનો દૂત ગિલ્ગાલમાંથી બોખીમમાં આવ્યો. તેણે ઇઝરાયલીઓને કહ્યું, “હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો, અને તમારા પૂર્વજોને મેં સમપૂર્વક આપેલા વચન પ્રમાણેના દેશમાં હું તમને લાવ્યો છું. મેં કહ્યું, ‘તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાનો દૂત ગિલ્ગાલથી બોખીમમાં આવ્યો. અને તેણે કહ્યું, “હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો, ને જે દેશ વિષે તમારા પિતૃઓની આગળ મેં પ્રતિ લીધી હતી તે દેશમાં તમને લાવ્યો છું. અને મેં કહ્યું હતું કે, તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈશ્વરના દૂતે ગિલ્ગાલથી બોખીમ જઈને કહ્યું, “હું તમને મિસરમાંથી છોડાવીને જે દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી હતી તેમાં લાવ્યો છું. મેં કહ્યું હતું કે, ‘હું કદીપણ તમારી સાથેનો મારો કરાર રદ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એક દિવસ યહોવાએ પોતાના દેવદૂતને ગિલ્ગાલથી બોખીમ મોકલ્યો અને ઈસ્રાએલીઓને કહ્યું, “મેં તમને મિસરમાંથી બહાર કાઢયા છે અને તમાંરા પિતૃઓને મેં વચન આપ્યું હતું તે પ્રમાંણે આ ભૂમિ તમને આપી છે, મેં તમને આપેલું વચન ક્યારેય તોડીશ નહિ,

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:1
41 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


હાગારે પોતાની સાથે વાત કરનાર પ્રભુનું નામ ‘એલ-રોઈ’ [જોનાર ઈશ્વર] પાડયું: કારણ, તેણે કહ્યું, “મને જોનાર ઈશ્વરનાં મને દર્શન થયાં છે!


તે આ છોકરાઓને આશિષ આપો. વળી, તેઓ મારે નામે તથા મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાકને નામે ઓળખાઓ અને પૃથ્વી પર તેમનો વંશ પુષ્કળ વૃદ્ધિ પામો.”


તમે કહ્યું, “મેં મારા પસંદ કરેલા સેવક દાવિદ સાથે કરાર કર્યો છે, અને મેં તેની સાથે શપથ લીધા છે;


તેની સાથેનો મારો કરાર હું તોડીશ નહિ, કે મારા મુખેથી નીકળેલા એકપણ શબ્દને બદલીશ નહિ.


આ ઇજિપ્તીઓને તમે ફરી કદી જોશો નહિ. પ્રભુ પોતે તમારે માટે યુદ્ધ કરશે; તમારે તો માત્ર શાંત રહેવાનું છે.”


ઈશ્વરનો દૂત જે ઇઝરાયેલીઓનાં કુળસૈન્યો આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો. મેઘસ્થંભ પણ ખસીને તેમની પાછળ ગયો,


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


“તમને મુસાફરીમાં સંભાળવા અને મેં તૈયાર કરેલી જગ્યામાં તમને લઈ જવા હું તમારી આગળ મારા દૂતને મોકલું છું.


પ્રભુએ કહ્યું, “હું તારી સાથે આવીશ અને તને વિજયી બનાવીશ.”


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


તમારા નામની ખાતર અમને તરછોડશો નહિ. તમારા ગૌરવી રાજ્યાસન સમાન યરુશાલેમને અપમાનિત કરશો નહિ. અમારી સાથેનો તમારો કરાર યાદ કરો અને એને તોડશો નહિ.


ત્યારે હું યાકોબ, ઇસ્હાક અને અબ્રાહામ સાથેનો મારો કરાર યાદ કરીશ અને તેમને દેશ આપવા અંગેનું મારું વચન હું યાદ કરીશ.


તેમ છતાં તેઓ પોતાના દુશ્મનના દેશમાં હશે ત્યારે પણ હું તેમને સંપૂર્ણપણે ત્યજી દઈશ નહિ કે તેમનો વિનાશ કરીશ નહિ. કારણ, તેથી તો મારા કરારનો ભંગ થાય.


પછી મેં ‘સદ્ભાવના’ નામની લાકડી લીધી અને સર્વ પ્રજાઓ સાથે પ્રભુએ કરેલો કરાર રદ કરવા એને ભાંગી નાખી.


સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.”


ચાળીસ દિવસ સુધી ફરીને તમે દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસને માટે એક વર્ષ તે પ્રમાણે ગણીને ચાળીસ વર્ષ સુધી તમે તમારાં પાપની સજા ભોગવશો; ત્યારે તમને સમજાશે કે મારો ત્યાગ કરવાનું શું પરિણામ આવે છે!


જુઓ, મેં એ બધો પ્રદેશ તમને સોંપી દીધો છે. માટે જાઓ અને મેં પ્રભુએ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ તથા તેમના વંશજોને જે પ્રદેશ આપવાના શપથ લીધા હતા તે કબજે કરી લો.”


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


યાદ રાખો કે તમારા ઈશ્વર યાહવે એકમાત્ર ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે. તેમના પર પ્રેમ કરનારાઓ અને તેમની આજ્ઞાઓનું પાલન કરનારાઓના સંબંધમાં તેમની હજારો પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને અવિચળ પ્રેમ દર્શાવે છે.


તમારી વચમાં જીવંત ઈશ્વર છે, અને તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તે કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝ્ઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ અને યબૂસીઓને જરૂર હાંકી કાઢશે. એની ખાતરી તમને આ ઉપરથી થશે:


તમે હવે તે પ્રદેશ પાછો લઈ લેવાનો પ્રયાસ કરો છો? તમારા દેવ કમોશે તમને આપ્યો હોય તે પ્રદેશ તમે રાખો. પણ અમે તો અમારા ઈશ્વર પ્રભુએ અમારે માટે જે કંઈ પ્રદેશ લઈ લીધો છે તે રાખવાના છીએ.


એ સમયે સોરા નગરનો માનોઆહ નામે એક માણસ હતો. તે દાનના કુળનો હતો. તેની પત્ની વંધ્યા હતી, અને તેને બાળકો નહોતાં.


પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “તું વંધ્યા છે અને તને સંતાન થતાં નથી; પણ થોડા જ સમયમાં તું ગર્ભવતી થશે અને તને પુત્ર જનમશે.


તેથી એ સ્થળનું નામ બોખીમ (રડનારા) પડયું. ત્યાં તેમણે પ્રભુને બલિદાનો ચડાવ્યાં.


ત્યારે પ્રભુએ તેમની પાસે એક સંદેશવાહક મોકલ્યો; જે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પાસેથી તેમને માટે આવો સંદેશ લાવ્યો: “મેં તમને ઇજિપ્તમાંથી, ગુલામીના ઘરમાંથી કાઢી લાવીને બચાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan