Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 19:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ફરી પાછા પેલો માણસ, તેની ઉપપત્ની અને નોકર જવા તૈયાર થયાં, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “દિવસ આથમવાની તૈયારી છે, અને સાંજ પડવા આવી છે. તો હવે રાત અહીં જ રોકાઈ જાઓ. હવે અંધારું થઈ જશે. તેથી અહીં જ રોકાઈ જાઓ, અને તમારા દિલને ખુશ કરો. કાલે સવારે વહેલા ઊઠીને તમારે ઘેર જજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગીરી લેવા માટે ઊભો થયો, ત્યારે તેના સસરાએ, એટલે તે યુવતીના પિતાએ, તેને કહ્યું, “જો, હવે દિવસ અસ્ત થવા આવ્યો છે, કૃપા કરીને રાત રહી જાઓ. જુઓ, દિવસ આથમવા આવ્યો છે. અહીં રહીને તારા હ્રદયને ખુશ કર; અને કાલે સવારે વહેલાં [ઊઠીને] તમારે ઘેર જજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી લેવી, તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “જો, હવે દિવસ આથમવા આવ્યો છે. કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો. આવતીકાલે વહેલા ઊઠીને તમારે ઘરે પાછા જજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી લેવી પોતાની પત્ની અને નોકર સાથે જવા માંટે ઊઠયો. પણ તેના સસરાએ કહ્યું, “જુઓ હવે તો સાંજ થઈ ગઈ છે, અહી રાત રહી જાઓ, અને મોજ કરો પછી આવતી કાલે વહેલા ઘેર જજો.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 19:9
8 Iomraidhean Croise  

આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.”


આવતી કાલ વિષે બડાઈ ન કર; કારણ, એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.


પણ તેમણે ઈસુને આગ્રહ કરતાં કહ્યું, “સાંજ થવા આવી છે અને અંધારું થઈ જશે, માટે અમારી સાથે જ રહો. તેથી તેઓ તેમની સાથે ઘરમાં ગયા.


પણ પેલો માણસ ત્યાં રાત રહેવા ઇચ્છતો નહોતો, તેથી તે તથા તેની ઉપપત્ની પોતાને રસ્તે પડયાં. તેમની પાસે જીન બાંધેલાં બે ગધેડાં હતાં. જ્યારે તેઓ યબૂસ (એટલે યરુશાલેમ) પહોંચ્યાં ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો. તેથી નોકરે પોતાના માલિકને કહ્યું, “આપણે આ યબૂસીઓના નગરમાં જ રાત રોકાઈ જઈશું?”


તેથી બે માણસોએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ તેને કહ્યું, “મારું માનો તો રાત અહીં જ ગાળો અને તમારા દિલને ખુશ કરો.”


પાંચમે દિવસે વહેલી સવારે તે જવા તૈયાર થયો, પણ યુવતીના પિતાએ કહ્યું, “થોડુંક ખાઈ લો તો સારું, અને મોડેથી જજો.” પછી બે માણસો સાથે જમવા બેઠા.


બોઆઝ ખાઈપી રહ્યો અને તે ખુશમિજાજમાં હતો. પછી તે જવના ઢગલા પાસે જઈ ઊંઘી ગયો. રૂથ ધીરેથી ગઈ અને બોઆઝના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan