Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તેઓ આનંદપ્રમોદમાં હતા એવામાં નગરના કેટલાક દુષ્ટ માણસો આવ્યા, એ ઘરને ઘેરી વળ્યા અને બારણું ખટખટાવા લાગ્યા. તેમણે પેલા વૃદ્ધ માણસને કહ્યું, “તારી સાથે આજે તારા ઘરમાં આવેલા માણસને બહાર કાઢ! અમે તેની સાથે જાતીય સંબંધ કરવા માગીએ છીએ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેઓ આનંદમાં હતાં એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલપુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે, અમે તેની આબરૂ લઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 જ્યારે આ લોકો ખાતાપીતાં અને આનંદ કરતા હતાં એવામાં નગરના દુષ્ટ માંણસો ઘરને ઘેરી વળ્યા અને બારણાં ખટખટાવ્યા. તેઓએ ઘરના ઘરડા માંણસને બૂમો પાડીને કહેવા લાગ્યા, “તારે ઘરે જે માંણસ આવ્યો છે તેને બહાર મોકલ, જેથી અમે તેની આબરૂ લઈએ.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 19:22
19 Iomraidhean Croise  

થોડાક હરામખોરોને તેની રૂબરૂમાં જ તેણે ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂકવા લઈ આવો. પછી નાબોથને શહેર બહાર લઈ જઈ પથ્થરો મારી મારી નાખો.”


તારી ઉત્તર તરફ પોતાની પુત્રીઓ સાથે રહેનારી સમરૂન તારી મોટી બહેન છે. સદોમ તારી નાની બહેન છે.


પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ ગિબ્યામાં તેમના પાપની શરૂઆત કરી ત્યારથી પાપ કરવાનું ચાલુ રાખ્યું છે. તેથી એ દુષ્ટોને લડાઈ ગિબ્યા પાસે જ ઝડપી લેશે.


અગાઉ ગિબ્યામાં જે કામો હતાં તેવાં તેમનાં કામ અતિ ભૂંડા છે. ઈશ્વર તેમનાં પાપ યાદ રાખીને તેમને સજા કરશે.


શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,


ખ્રિસ્ત અને શેતાન કેવી રીતે સંમત થાય? વિશ્વાસી અને અવિશ્વાસીને શું લાગેવળગે?


તમારામાંના કેટલાક અધમ માણસોએ એ નગરના લોકોને, તેઓ જેમને કદી જાણતા નહોતા તેવાં દેવદેવીઓની પૂજા કરવા પ્રેર્યા છે,


એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.


ગિબ્યાના માણસો મને પકડી જવા આવ્યા અને ઘરને રાત્રે ઘેરી વળ્યા. તેમનો ઇરાદો મને મારી નાખવાનો હતો; પણ એને બદલે, તેમણે મારી ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તે મૃત્યુ પામી.


મેં તેના શરીરના ટુકડા કરી ઇઝરાયલનાં બારેય કુળોના પ્રત્યેક કુળને એકએક ટુકડો મોકલી આપ્યો. કારણ, આ લોકોએ આપણી વચમાં આવું શરમજનક અને અપમાનજનક કામ કર્યું છે.


મારા અતિશય દુ:ખ અને શોકને લીધે હું એવી રીતે પ્રાર્થના કરતી હતી.”


પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.


એલીના બે પુત્રો દુરાચારી હતા.


તે તેના નામ પ્રમાણે મૂર્ખ જ છે.


Lean sinn:

Sanasan


Sanasan