Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 19:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેઓ ત્યાં બેઠાં હતાં તેવામાં પોતાનું દિવસભરનું કામ પૂરું કરીને એક વૃદ્ધ માણસ ખેતરમાંથી આવ્યો. આમ તો તે મૂળ એફ્રાઈમના પહાડીપ્રદેશનો રહેવાસી હતો, પણ અત્યારે ગિબ્યામાં રહેતો હતો. ગિબ્યામાં બાકીના લોકો તો બિન્યામીનના કુળના હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને જુઓ, એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો હતો, અને તે ગિબયામાં આવી વસેલો હતો. પણ એ જગાના લોક તો બિન્યામીની હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એવામાં જ્યારે સાંજ પડી, એક વૃદ્ધ માંણસ તે માંર્ગે પસાર થયો, તે તેના ખેતરથી કામ કરીને ઘેર પાછો ફરતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો વતની હતો. અને ગિબયાહ આવ્યો હતો અને ત્યાં રહેતો હતો. તે નગરના લોકો બિન્યામીનકુળસમૂહના હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 19:16
16 Iomraidhean Croise  

કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”


સવારે માણસો પોતાના વ્યવસાયો માટે બહાર આવે છે અને સંયાકાળ સુધી તેઓ પરિશ્રમ કરે છે.


તું તારા હાથના પરિશ્રમનાં ફળ ખાશે; તું સુખી થશે, તારું કલ્યાણ થશે.


ખોટી ઉતાવળથી મેળવેલું ધન ઝાઝું ટકતું નથી, પણ રફતે રફતે મહેનતથી રળેલું ધન વૃદ્ધિ પામે છે.


સખત પરિશ્રમથી લાભ થાય છે, પણ ખાલી વાતો ગરીબીમાં ધકેલી દે છે.


પ્રથમ તારાં ખેતર તૈયાર કર, અને તું આજીવિકા રળી શકીશ કે નહિ તેની ખાતરી કર; તે પછી જ તારું ઘર બાંધ.


પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે.


મજૂર થોડું ખાય કે ઘણું, પણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ ધનવાનની સંપત્તિ તેને ઊંઘવા દેતી નથી.


અગાઉ ગિબ્યામાં જે કામો હતાં તેવાં તેમનાં કામ અતિ ભૂંડા છે. ઈશ્વર તેમનાં પાપ યાદ રાખીને તેમને સજા કરશે.


જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ, જેથી પોતાને માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય.


જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને જણાવ્યું હતું: “જે કોઈ ક્મ ન કરે તેને જમવાનું આપવું નહિ.”


ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો એ સમયે એફ્રાઈમના પહાડી પ્રદેશના છેવાડે એક લેવી રહેતો હતો. તેણે યહૂદિયાના બેથલેહેમમાંથી એક યુવતીને પોતાની ઉપપત્ની કરી લીધી.


તેથી તેઓ યબૂસ વટાવીને આગળ વયા. તેઓ બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો.


તેથી તેઓ રાતવાસા માટે ગિબ્યા તરફ વળ્યાં, નગરમાં જઈને તેઓ ચોકમાં બેઠાં, પણ કોઈ તેમને રાતવાસા માટે પોતાને ઘેર લઈ ગયું નહિ.


પેલા વૃદ્ધ માણસે નગરચોકમાં એ મુસાફરને જોઈને તેને પૂછયું, “તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો?”


Lean sinn:

Sanasan


Sanasan