Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 19:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો એ સમયે એફ્રાઈમના પહાડી પ્રદેશના છેવાડે એક લેવી રહેતો હતો. તેણે યહૂદિયાના બેથલેહેમમાંથી એક યુવતીને પોતાની ઉપપત્ની કરી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એમ બન્યું કે, એફ્રાઈમના પહાડી પ્રદેશની સામેની બાજુએ કોઈ લેવી આવીને વસેલો હતો. તેણે બેથલેહેમ-યહૂદિયાની એક સ્‍ત્રીને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો. ત્યારે એફ્રાઈમની ટેકરીઓ પર અંદરના ભાગમાં એક લેવી રહેતો હતો, તેણે બેથલેહેમની એક યહૂદી કન્યાને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 19:1
29 Iomraidhean Croise  

નાહોરને તેની ઉપપત્ની રેઉમા દ્વારા પણ આ પુત્રો થયા: રેબા, ગાહામ, તાહાશ અને માકા.


પણ પોતાની ઉપપત્નીઓના પુત્રોને તો તેણે બક્ષિસો આપીને પોતે જીવતો હતો તે જ દરમ્યાન ઇસ્હાકથી દૂર પૂર્વપ્રદેશમાં મોકલી દીધા.


આમ રાહેલ મૃત્યુ પામી અને તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.


તેથી તેમણે મહેલના ધાબા પર આબ્શાલોમને માટે એક તંબૂ ઊભો કર્યો અને સર્વ ઇઝરાયલીઓની સમક્ષ આબ્શાલોમે તંબૂમાં જઈને તેના પિતાની ઉપપત્નીઓ સાથે સમાગમ કર્યો.


યોઆબે રાજાને ઘેર જઈને કહ્યું, “તમારું જીવન અને તમારા પુત્રપુત્રીઓ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓનાં જીવનો બચાવનાર માણસોને તમે આજે શરમિંદા કર્યા છે.


દાવિદ તેના રાજમહેલમાં આવ્યો એટલે તેણે તેની દસ ઉપપત્નીઓ જેમને તેણે રાજમહેલની સારસંભાળ માટે રાખી હતી તેમને સંરક્ષકોના પહેરા હેઠળ રાખી. તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડી પણ તેમનો સમાગમ ન કર્યો. તેમના બાકીના જીવનમાં તેમને વિધવાઓની જેમ અલગ રાખવામાં આવી.


એક દિવસે શાઉલના પુત્ર ઇશબોશેથે આબ્નેર પર અહિયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પા સાથે સમાગમ કર્યાનો આક્ષેપ મૂક્યો.


હેબ્રોનથી યરુશાલેમમાં ગયા પછી દાવિદે બીજી વધારે ઉપપત્નીઓ અને પત્નીઓ કરી અને દાવિદને તેમનાથી બીજા પુત્રો અને પુત્રીઓ થયાં.


શલોમોને સાતસો રાજકુંવરીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેમણે ઈશ્વર પ્રત્યેથી તેનું મન ભટકાવી દીધું,


બાર જિલ્લા અધિકારીઓનાં નામ અને તેમની હસ્તકના જિલ્લાઓની વિગત નીચે પ્રમાણે છે: બેન-હૂર: એફ્રાઈમનો પહાડી પ્રદેશ.


રહાબામને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી અને તે અઠ્ઠાવીસ પુત્રોનો અને સાઠ પુત્રીઓનો પિતા હતો. પોતાની સર્વ પત્નીઓ અને ઉપપત્નીઓ પૈકી તે આબ્શાલોમની પુત્રી માખાને સૌથી વધુ ચાહતો હતો.


સાંજે તે રાજા પાસે જતી અને સવારે બીજા રાણીગૃહમાં રાજાની રખાતોના રક્ષક અધિકારી શાઆશ્ગાઝ પાસે તે પાછી આવતી. રાજાને તે પસંદ પડી જાય તો તેને ફરી નામ દઈને બોલાવે, એ સિવાય ફરી કદી પણ તે રાજા પાસે જઈ શક્તી નહિ.


સોનાના પ્યાલા અને વાટકાઓ તરત જ લાવવામાં આવ્યા અને તેમણે તેમાં દ્રાક્ષાસવ પીધો.


પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે.


’હે યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી. કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’.


તેમણે તેને એફ્રાઈમના પહાડી પ્રદેશના તિમ્નાથ સેરામાં ગાઆશ પર્વતની ઉત્તરે આવેલા તેના પોતાના પ્રદેશમાં દફનાવ્યો.


આરોનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો અને તેના પુત્ર ફિનહાસને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આપવામાં આવેલા નગર ગિબ્યામાં તેને દફનાવવામાં આવ્યો.


યફતા પછી બેથલેહેમનો ઈબ્સાન ઇઝરાયલમાં ન્યાયાધીશ થયો.


હવે મિખા નામે એક માણસ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં વસતો હતો.


એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, પ્રત્યેક માણસ પોતાને યોગ્ય લાગે તેમ કરતો.


એ સમયે યહૂદિયાના બેથલેહેમ નગરમાં એક લેવી વસતો હતો.


વસવાનું કોઈ બીજું સ્થળ શોધી લેવા તે બેથલેહેમથી નીકળ્યો. મુસાફરી કરતાં કરતાં તે એફ્રાઈમના પહાડીપ્રદેશમાં મિખાને ત્યાં આવ્યો.


એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. એ દિવસોમાં દાનનું કુળ વસવાટ માટે પોતાને ફાળે આવતા પ્રદેશની શોધમાં હતું. કારણ, ઇઝરાયલનાં અન્ય કુળોની સાથે તેમને પોતાના હિસ્સા પેટે કોઈ પ્રદેશ મળ્યો નહોતો.


ત્યાંથી આગળ વધીને તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવ્યા.


તેઓ ત્યાં બેઠાં હતાં તેવામાં પોતાનું દિવસભરનું કામ પૂરું કરીને એક વૃદ્ધ માણસ ખેતરમાંથી આવ્યો. આમ તો તે મૂળ એફ્રાઈમના પહાડીપ્રદેશનો રહેવાસી હતો, પણ અત્યારે ગિબ્યામાં રહેતો હતો. ગિબ્યામાં બાકીના લોકો તો બિન્યામીનના કુળના હતા.


પણ તે બેવફા બનીને યહૂદિયાના બેથલેહેમમાં પોતાના પિતાને ઘેર જતી રહી અને ત્યાં ચાર માસ રહી.


એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક જણ પોતાની દૃષ્ટિએ યોગ્ય લાગે તેમ કરતો.


એફ્રાઈમના પહાડી- પ્રદેશમાં તે આવી પહોંચ્યો એટલે ઇઝરાયલીઓને લડાઈમાં જવાની હાકલ પાડતાં તેણે રણશિંગડું વગાડયું; પછી તે તેમને લઈને પહાડીપ્રદેશમાંથી નીચે આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan