Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 18:8 - પવિત્ર બાઇબલ C.L.

8 એ પાંચ માણસો સોરા અને એશ્તાઓલમાં પાછા ફર્યા ત્યારે તેમના દેશબાંધવોએ તેમને પૂછયું કે, “તમે શી તપાસ કરી લાવ્યા છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એ બાતમીદારો સોરા તથા એશ્તાઓલમાં પોતાના ભાઈઓની પાસે પાછા આવ્યા; અને તેઓના ભાઈઓની પાસે પાછા આવ્યા; અને તેઓના ભાઈઓએ તેમને પૂછ્યું, “તમે શી [ખબર લાવ્યા] ?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓ પોતાના કુળ સોરાહ તથા એશ્તાઓલમાં પાછા આવ્યા. તેઓના સંબંધીઓએ તેઓને પૂછ્યું, “તમે શું ખબર લાવ્યા છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેઓ સોરાહ અને એશ્તાઓલમાં પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું, “શું સમાંચાર છે?”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 18:8
7 Iomraidhean Croise  

તળેટીના પ્રદેશમાં એશ્તાઓલ, સોરા, આશ્ર્ના;


એ સમયે સોરા નગરનો માનોઆહ નામે એક માણસ હતો. તે દાનના કુળનો હતો. તેની પત્ની વંધ્યા હતી, અને તેને બાળકો નહોતાં.


તેના ભાઈઓ અને તેના અન્ય કુટુંબીજનો આવીને તેનો મૃતદેહ લઈ ગયા. તેમણે તેને સોરા અને એશ્તાઓલ વચ્ચે આવેલી તેના પિતા માનોઆહની કબરમાં લઈ જઈને દફનાવ્યો. તે વીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો.


તેથી દાનના કુળમાંથી છસો માણસો સોરા અને એશ્તાઓલથી યુદ્ધને માટે સજ્જ થઈને નીકળ્યા.


તેથી દાનના કુળના લોકોએ કુળના સર્વ કુટુંબોમાંથી પાંચ શૂરવીર માણસોને પસંદ કર્યા અને સોરા તથા એશ્તાઓલ નગરોથી તેમને દેશનું સંશોધન કરી બાતમી મેળવી લાવવાની સૂચના આપી મોકલ્યા. તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવી પહોંચ્યા અને મિખાને ત્યાં ઊતર્યા.


તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો.


તેમણે જવાબ આપ્યો, “ચાલો, આપણે લાઈશ પર હુમલો કરીએ. અમે દેશ જોયો છે અને તે ઘણો સમૃદ્ધ છે. અહીં આમને આમ બેસી રહેશો નહિ. ઊઠો, ઉતાવળે ઊપડો અને તેને જીતી લો!


Lean sinn:

Sanasan


Sanasan