Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 18:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે તે પાંચ માણસ વિદાય થયા, ને લાઇશ આવ્યા, ને ત્યાંના લોકોને જોયા કે, તેઓ નિશ્વિત રહે છે, તથા સિદોનીઓની જેમ શાંત તથા નિર્ભય છે. કેમ કે તેમને કશામાં પણ શરમાવે એવો તે દેશમાં કોઈ હાકેમ નહોતો, તેઓ સિદોનીઓથી વેગળા હતા, ને કોઈની સાથે તેઓને કશો વ્યવહાર નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી એ પાંચ માણસો લાઈશ આવ્યા અને તેઓએ લોકોને જોયા કે જ્યાં તેઓ સલામતીમાં રહેતા હતા-એ જ રીતે સિદોનીઓ મૂંઝવણ ન અનુભવવાને બદલે સુરક્ષિત રહેતા હતા. તે દેશમાં એવો કોઈ ન હતો કે, તેઓને જીતી શકે અથવા તેઓને કોઈપણ રીતે તકલીફ આપે. તેઓ સિદોનીઓથી ઘણાં દૂર રહેતા હતા અને કોઈની સાથે વ્યવહાર રાખતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી તે પાંચ જણ ત્યાંથી નીકળીને “લાઈશ” પહોચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિંત જીવન ગાળતા હતાં. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા નહોતી તેઓ એકબીજા સાથે ઝગડો કરતા ન હતાં, અત્યાચાર કરનાર કોઈ ન હતાં. તેઓ સિદોનીના લોકોથી ખૂબ દૂર રહેતા હતાં અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 18:7
13 Iomraidhean Croise  

યરોબામ રાજાની જેમ પાપ કરવું તેના માટે પૂરતું ન હોય તેમ તેણે સિદોનના રાજા એથબાલની પુત્રી ઇઝબેલ સાથે લગ્ન કર્યાં અને બઆલની ભક્તિ કરી.


ત્યાં તેમને શાંત અને સલામતીભર્યો ફળદ્રુપ ઘાસચારાનાં મેદાનોનો વિશાળ પ્રદેશ મળ્યો. અગાઉ ત્યાં હામના વંશજો રહેતા હતા.


તેથી હું પ્રભુ કહું છું: “ઊઠો, જે લોકો નિરાંત ભોગવે છે અને પોતાને સલામત માને છે તેમના પર આક્રમણ કરો! તેમનાં નગરોને દરવાજા કે તાળાં નથી અને તેઓ એકલાઅટૂલા વસે છે.


સારું ક્મ કરનારાઓને અધિકારીઓની બીક લાગતી નથી; પણ ભૂંડુ કરનારાઓને જ લાગે છે. શું તમારે અધિકારીઓથી ભયમુક્ત થવું છે? તો જે સારું છે તે કરો; એટલે, તે તમારાં વખાણ કરશે.


દાનના કુળના વંશજો તેમનો પ્રદેશ ગુમાવી બેઠા ત્યારે તેમણે લાઈશ જઈને તેના પર હુમલો કર્યો. તેમણે તે નગરને કબજે કરી ત્યાંના લોકોને મારી નાખ્યા અને તે નગરને પોતાનું વતન કરી લઈ તેમાં વસ્યા. પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તે નગરનું નામ દાન પાડયું.


અને ભૂંડું કરનારાઓને સજા કરવા તેમજ સારું કરનારાઓની પ્રશંસા કરવા ઈશ્વર તરફથી નિમાયેલા રાજ્યપાલોને આધીન રહો.


તેણે જેટલો વૈભવવિલાસ ભોગવ્યો છે તેટલાં જ દુ:ખ અને વેદના તેને આપો. કારણ, તે મનમાં એમ માને છે કે હું કંઈ વિધવા નથી, પણ ગાદીએ બિરાજેલી રાણી છું અને હું કદી શોક કરીશ નહિ!


ઇઝરાયલના પુત્ર, પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તેનું નામ દાન પાડયું, તેનું મૂળ નામ તો લાઈશ હતું.


યજ્ઞકારે જવાબ આપ્યો, “તમે ચિંતા રાખ્યા વિના જાઓ. પ્રભુ તમને મુસાફરીમાં દોરવણી આપશે.”


એ પાંચ માણસો સોરા અને એશ્તાઓલમાં પાછા ફર્યા ત્યારે તેમના દેશબાંધવોએ તેમને પૂછયું કે, “તમે શી તપાસ કરી લાવ્યા છો?”


મેં તેને કહ્યું છે કે તેના પુત્રો મારી વિરુદ્ધ દુષ્ટ વાતો બોલ્યા હોવાથી હું તેના કુટુંબને કાયમની શિક્ષા કરનાર છું. એલી તેમનું આ કામ જાણતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan