Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 18:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેમણે તેને પૂછયું, “મહેરબાની કરી ઈશ્વરને પૂછી જો કે અમારી મુસાફરી સફળ થશે કે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે ફતેહમંદ નીવડશે કે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે સફળ નીવડશે કે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પેલા લોકોએ કહ્યું, “સારું, તો અમાંરા તરફથી દેવને પ્રશ્ન કર કે અમાંરો આ પ્રવાસ સફળ થશે કે કેમ?”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 18:5
12 Iomraidhean Croise  

પણ પ્રથમ આપણે પ્રભુની સલાહ પૂછવી જોઈએ.”


પછી તેણે ઉરિયાને આજ્ઞા આપી: “સવારનાં દહનબલિ અને સાંજનાં ધાન્યાર્પણ માટે, રાજા અને લોકોનાં દહનબલિ અને ધાન્યાર્પણ માટે અને લોકોના દ્રાક્ષાસવનાં પેયાર્પણ માટે મારી આ નવી વેદી વાપરો.” બલિદાન કરવામાં આવતાં બધાં પ્રાણીઓનું રક્ત તેના પર રેડો. પણ તામ્રવેદી મારે માટે રાખ; તેનો ઉપયોગ હું ભવિષ્ય જાણવા કરીશ.


પ્રભુ કહે છે, “હઠીલી પ્રજાની તો દુર્દશા થશે! તેઓ યોજનાઓ ઘડે છે, પણ તે મારી ઇચ્છા મુજબની નથી. તેઓ સંધિકરારો કરે છે, પણ તે મારા આત્માએ પ્રેરેલા નથી. એમ કરીને તેઓ પાપ પર પાપનો ગંજ ખડક્યે જાય છે.


બેબિલોનનો રાજા રસ્તાઓ જ્યાં ફંટાય છે ત્યાં માર્ગદર્શક નિશાની આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે તીર હલાવે છે, પોતાની મૂર્તિઓને પૂછે છે અને બલિ ચડાવેલ પ્રાણીનું કાળજું તપાસી જુએ છે.


તેઓ વૃક્ષના ઠૂંઠા પાસે સલાહ માગે છે અને એક લાકડી પાસે ઉત્તરની અપેક્ષા રાખે છે! તેમણે મારો ત્યાગ કર્યો છે. એક વ્યભિચારી સ્ત્રીની જેમ તેમણે પોતાને અન્ય દેવતાઓને સોંપ્યા છે.


અને બધા લોકો તેનું સાંભળતા. તેઓ કહેતા, “સિમોન તો ‘મહાશક્તિ’ તરીકે ઓળખાતા દેવનો અવતાર છે.”


મિખા બોલ્યો, “હવે મારા યજ્ઞકાર તરીકે લેવીવંશી માણસ હોવાથી પ્રભુ મારે માટે બધું યથાયોગ્ય કરશે.”


આ માણસ મિખાની પાસે તેનું આગલું પૂજાસ્થાન હતું. તેણે કેટલીક મૂર્તિઓ અને એફોદ બનાવીને તેના યજ્ઞકાર તરીકે પોતાના એક પુત્રની પ્રતિષ્ઠા કરી.


પછી લાઈશની આસપાસના પ્રદેશમાં જાસૂસી કરવા ગયેલા પેલા પાંચ માણસોએ તેમના સાથીદારોને કહ્યું, “અહીં એક ઘરમાં ચાંદીએ મઢેલી એક લાકડાની કોતરેલી મૂર્તિ છે એ તમે જાણો છો? ત્યાં બીજી મૂર્તિઓ તથા એફોદ પણ છે. એમનું આપણે શું કરવું? એ વિષે તમારો શો મત છે?”


તેણે જવાબ આપ્યો, “મારે મિખા સાથે વ્યવસ્થા થયેલી છે. યજ્ઞકાર તરીકે સેવા કરવાના બદલામાં તે મને પગાર ચૂકવે છે.”


યજ્ઞકારે જવાબ આપ્યો, “તમે ચિંતા રાખ્યા વિના જાઓ. પ્રભુ તમને મુસાફરીમાં દોરવણી આપશે.”


શાઉલે જવાબ આપ્યો, “વિચાર ઘણો સારો છે; ચાલ, જઈએ.” તેથી તેઓ ઈશ્વરભક્તના નગરમાં ગયા. તેઓ નગરમાં જવા પર્વત ચઢતા હતા ત્યારે પાણી ભરવા આવતી કેટલીક યુવતીઓ તેમને મળી. તેમણે તેમને પૂછયું, “દૃષ્ટા નગરમાં છે?” (ભૂતકાળમાં જ્યારે કોઈને ઈશ્વરની દોરવણી મેળવવી હોય ત્યારે તે કહેતા, ‘ચાલો, દૃષ્ટા પાસે જઈએ.’ કારણ, તે સમયે સંદેશવાહકને દૃષ્ટા કહેતા હતા.)


Lean sinn:

Sanasan


Sanasan