ન્યાયાધીશો 17:3 - પવિત્ર બાઇબલ C.L.3 તેણે તે પૈસા પોતાની માતાને પાછા આપી દીધા, એટલે તેની મા બોલી, “મારા પુત્ર પર શાપ ન ઊતરે તે માટે લાકડાની કોતરેલી અને ધાતુની મઢેલી મૂર્તિ બનાવવા હું આ ચાંદી પ્રભુને સમર્પિત કરું છું. તો હવે હું તને આ ચાંદીના સિક્કા પાછા આપી દઇશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જ્યારે તેણે તે અગિયારસો રૂપિયા પોતાની માને પાછા આપ્યા, ત્યારે તેની માએ કહ્યું, “એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવવાને મેં મારા હાથથી મારા દીકરાની ખાતર તે રૂપિયા યહોવાને અર્પણ કર્યા હતા; માટે હવે હું તને તે પાછા આપીશ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે તે અગિયારસો ચાંદીના સિક્કા પોતાની માતાને પાછા આપ્યાં. ત્યારે માતાએ કહ્યું, “મારા દીકરાને માટે કોરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવવાને માટે, મેં તે સિક્કા ઈશ્વરને અર્પણ કરવા અલગ રાખ્યા હતા. તેથી હવે, હું તને તે પાછા આપીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 એટલે તેણે અગિયારસો ચાંદીના સિક્કા તેની માંને પાછા આપ્યા, માં બોલી, “માંરા પુત્રના હિત માંટે મેં આ ચાંદીના સિક્કા લાકડાની કોતરેલી અને ધાતુથી મઢેલી પ્રતિમાં બનાવવા માંટે યહોવાને સમર્પી દીધા હતાં, હવે તને પાછા સોંપું છું. પણ છોકરાએ તે પાછા આપ્યા.” Faic an caibideil |
“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.