Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 16:24 - પવિત્ર બાઇબલ C.L.

24-25 તેઓ ખૂબ આનંદમાં આવી ગયા હતા અને તેમણે કહ્યું, “શિમશોનને બોલાવો કે આપણે તેનો તમાશો જોઈએ!” તેઓ તેને જેલમાંથી બહાર કાઢી લાવ્યા અને તેની પાસે તમાશો કરાવ્યો, અને તેને બે થાંભલા વચ્ચે ઊભો રાખ્યો. તેને જોઈને લોકો તેમના દેવનાં ગુણગાન ગાવા લાગ્યા, “આપણા દેશને ખેદાનમેદાન કરી મૂકનાર અને આપણા ઘણા લોકોને મારી નાખનાર આપણા શત્રુ પર આપણા દેવે આપણને વિજય પમાડયો છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને લોકોએ તેને જોયો ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારો શત્રુ તથા અમારા દેશનો નાશ કરનાર, જેણે અમારામાંના ઘણાને મારી નાખ્યા છે, તેને અમારા દેવે અમારા હાથમાં સોંપી દીધો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જયારે લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે. તેણે અમારામાંથી ઘણાંને મારી નાખ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 અને તેને જોઈને તેઓએ તેમના દેવની સ્તુતિ કરી અને કહ્યું, આપણા દેવે આપણા શત્રુને આપણે હવાલે કરી દીધો છે. “જે માંણસે દેશનો નાશ કર્યો, અને જેણે આપણાં લોકોને માંરી નાખ્યા હવે તે આપણા કબજામાં છો!”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 16:24
14 Iomraidhean Croise  

તેમણે શાઉલનું મસ્તક કાપી નાખ્યું અને તેનું બખ્તર ઉતારી લીધું. પછી એ લઈને પોતાની મૂર્તિઓ અને પોતાના લોકને શુભ સમાચાર પહોંચાડવા આખા પલિસ્તીયામાં સંદેશકો મોકલ્યા.


પ્રતિમાઓની પૂજા કરનારા સર્વ લોકો અને વ્યર્થ મૂર્તિઓમાં ગૌરવ લેનારા લોકો લજ્જિત થાઓ. હે સર્વ દેવો, તમે પ્રભુને પ્રણામ કરો.


તો હે અમારા પ્રભુ, અમને આશ્શૂરીઓના હાથમાંથી બચાવો, જેથી દુનિયાની બધી પ્રજાઓ જાણે કે તમે પ્રભુ જ એકમાત્ર ઈશ્વર છો.”


પણ જે પ્રજાઓના દેખતાં મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


વળી, તે પછી તેમણે સોનું, ચાંદી, તાંબું, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલા દેવદેવીઓની સ્તુતિ કરી.


તેઓ તેમની જાળોની પણ પૂજા કરે છે, તેમને બલિદાન આપે છે અને ધૂપ બાળે છે. કારણ, તેમની જાળો તેમને ઉત્તમ વસ્તુઓ પૂરી પાડે છે.


પણ મારી એવી ધારણા છે કે કદાચ તેમના શત્રુઓ ઊધું સમજશે અને બડાશ મારશે કે, ‘આ કંઈ પ્રભુથી થયું નથી, પણ અમારા બાહુબળથી તેમના લોક પર વિજય પામ્યા છીએ.’


પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.”


જ્યારે તેઓ લેહી પહોંચ્યા, ત્યારે પલિસ્તીઓ તેની સામે હોકારો કરતા અને દોડતા આવ્યા. એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેના હાથે અને બાવડે બાંધેલાં દોરડાં જાણે બળેલા અળસીરેસાનાં દોરડાં હોય તેમ તેણે તે તોડી નાખ્યાં.


તેથી શિમશોને ગીત ગાયું, “ગધેડાના જડબાથી મેં માર્યા હજાર! ગધેડાના જડબાથી ઢગલા કર્યા અપાર!


તે તેમના પર ઝનૂનથી ત્રાટક્યો અને તેમનામાંથી ઘણાનો સંહાર કર્યો. પછી તે ત્યાંથી એટામના ખડકની ગુફામાં જઈને રહ્યો.


તેઓે તેનું માથું કાપી લીધું, તેનું બખ્તર ઉતારી લીધું અને એ લઈને પોતાની મૂર્તિઓના સ્થાનકોએ અને તેમના લોકોને આનંદના આ સમાચાર જણાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan