Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 16:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી; અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી. અને તે બંદીખાનામાં દળતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી. તેની પાસે બંદીખાનામાં ચક્કી પિસાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પલિસ્તીઓએ તેને પકડી લીધો અને તેની આંખો કાઢી નાખી, અને તેને ગાઝા લઈ ગયા, ત્યાં તેને પિત્તળની સાંકળોથી બાંધીને કેદખાનામાં અનાજ દળવાનું કામ સોંપવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 16:21
15 Iomraidhean Croise  

સિદકિયાના દેખતાં તેના પુત્રોને મારી નાખવામાં આવ્યા; પછી નબૂખાદનેસ્સારે સિદકિયાની આંખો ફોડી નંખાવી અને તેને સાંકળે બાંધીને બેબિલોન લઈ ગયો.


તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા.


તે તેમના રાજાઓને જંજીરોથી, અને તેમના અમીરોને બેડીઓથી બાંધે;


અને ઇજિપ્તમાંના સર્વ પ્રથમજનિતો, એટલે રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિત રાજકુંવરથી માંડીને ઘંટીએ દળનાર દાસીના પ્રથમજનિત સુધી સૌ, તેમ જ પ્રાણીઓનાં પ્રથમ જન્મેલાં બધાં બચ્ચાં માર્યાં જશે.


કુટિલ જનને તેનાં દુરાચરણનાં ફળ ભોગવવાં પડશે, પણ સદાચારીને તેનાં સત્કર્મોનું ફળ મળશે.


તેની મુલાકાતે જનાર કોઈ પાછો ફરતો નથી અને તેને જીવનદાયક માર્ગ જડતો નથી.


દુષ્ટની દુષ્ટતા તેને પોતાને માટે જ ફાંદારૂપ છે. તે પોતાની જ પાપી જાળમાં સપડાઈ જાય છે.


ઘંટીએ બેસીને દળવા માંડ; તારો ધુંઘટ ઉઠાવી લે. તારો ચણિયો ઊંચો પકડ અને ખુલ્લા પગે ઝરણાં પાર કરીને જા.


ત્યાર પછી તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને તેને સાંકળોથી બાંધીને બેબિલોન મોકલી આપ્યો.


અમારા જુવાનો પાસે ગુલામોની જેમ ઘંટીએ દળવાનું કામ કરાવવામાં આવે છે. તેઓ લાકડાંનો ભાર ઊંચક્તાં લથડિયાં ખાય છે.


તું અમને કંઈ દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાં લાવ્યો નથી કે તેં અમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપી નથી અને હવે તું આ માણસોની આંખમાં ધૂળ નાખીને છેતરવા માંગે છે? અમે ત્યાં આવવાના નથી.”


બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે. એક લેવાશે અને બીજી પડતી મુકાશે.


પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” તે જાગી ઊઠયો, અને તેણે માની લીધું કે, “હું પહેલાની જેમ ઝટકો મારીને છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર નહોતી કે પ્રભુએ હવે તેને તજી દીધો છે.


છતાં તેના મૂંડી નાખેલા વાળ ફરી ઊગવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan