Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 16:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” તે જાગી ઊઠયો, અને તેણે માની લીધું કે, “હું પહેલાની જેમ ઝટકો મારીને છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર નહોતી કે પ્રભુએ હવે તેને તજી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પછી તેણે કહ્યું. “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ.” પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેણે કહ્યું, “સામસૂન પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ મારું શરીર હલાવીશ.” પણ તેને ખ્યાલ નહોતો કે ઈશ્વર તેની પાસેથી જતા રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્યાર પછી દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવ્યા છે!” તે ઊધમાંથી જાગી ઊઠયો અને વિચાર કરવા લાગ્યો કે, “હું ઝટકો માંરીને દર વખતની જેમ છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર ન પડી કે યહોવા તેને છોડીને જતાં રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 16:20
21 Iomraidhean Croise  

એટલે તે આસા રાજાને મળવા ગયો. તેણે કહ્યું, “હે રાજા આસા અને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ લોકો, મારું સાંભળો! તમે જ્યાં સુધી પ્રભુના પક્ષમાં છો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે વિમુખ થશો, તો તે તમારો ત્યાગ કરશે.


કોણે યાકોબને લૂંટરૂપ કર્યો? કોણે ઇઝરાયલીઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા? એવું કરનાર તો પ્રભુ છે. આપણે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમના માર્ગોમાં ચાલ્યા નથી. આપણે તેમના નિયમોને આધીન થયા નથી.


અને સમજતા નથી કે વિદેશીઓ પર રાખેલો આધાર તેમની શક્તિ લૂંટી લે છે. તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે, પણ તેની તેમને ખબર નથી.


પ્રભુની વિરુધ બંડ ન કરો અને ત્યાંના લોકોથી ડરી ન જાઓ. આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.”


હું તમારા શિષ્યો પાસે તેને લાવ્યો પણ તેઓ તેને સાજો કરી શક્યા નથી.


ઈસુએ જવાબ આપ્યો, તમારા વિશ્વાસની ઊણપને લીધે. હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલોય વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહી શકશો, ’અહીંથી ત્યાં ચાલ્યો જા!’ અને તે ચાલ્યો જશે. એ રીતે તમે સર્વ કંઈ કરી શકશો.


આ કાર્ય કરવા અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કંઈ જ નથી. આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે.


જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત?


એને લીધે તો ઇઝરાયલીઓ પોતાના શત્રુઓ સામે ટકી શક્તા નથી. તેઓ તેમનાથી પીછેહઠ કરે છે; કારણ, તેઓ પોતે નાશપાત્ર બની ગયા છે. મના કરેલ અર્પિત વસ્તુનો તમે તમારામાંથી નાશ નહિ કરો, ત્યાં સુધી હવે હું તમારી વચ્ચે રહેવાનો નથી.


પછી દલીલાએ તેને થાબડીને સુવાડી દીધો અને તેના વાળની સાત લટોને તાણા વડે ગૂંથી લીધી. તેણે તે ખીલા વડે તાણીને બાંધી દીધી અને પછી બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” શિમશોન જાગી ઊઠયો અને તેણે તાણા સહિત હાથશાળ અને ખીલાને ખેંચી કાઢયાં.


દલીલાએ શિમશોનને થાબડીને ખોળામાં સુવાડી દીધો અને પછી એક માણસને બોલાવ્યો, જેણે તેના વાળની લટો કાપી નાખી. પછી દલીલા તેને હેરાન કરવા લાગી. કારણ, તેનામાંથી તેનું બળ ચાલ્યું ગયું હતું.


પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો.


પણ શિમશોન માત્ર મધરાત સુધી જ પથારીમાં રહ્યો. પછી તે ઊઠયો અને નગરના દરવાજાને પકડીને તેને તેનાં કમાડ, બારસાખો અને લાકડાનાં દાંડા સહિત આખો ખેંચી કાઢયો. પછી તે તેને પોતાના ખભા પર મૂકીને અને હેબ્રોનની સામેના પર્વતના શિખર પર લઈ ગયો.


તેણે કેટલાક માણસોને બીજા એક ઓરડામાં સંતાડી રાખ્યા હતા. તેથી તેણે બૂમ પાડી, “શિમશોન! પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” પણ અગ્નિ અડક્તાની સાથે અળસીરેસાની દોરી તૂટી જાય તેમ તેણે પણછો તોડી નાખી. આમ, તેમને તેના બળનું રહસ્ય શું છે તેની ખબર પડી નહિ.


શાઉલ પાસેથી પ્રભુનો આત્મા જતો રહ્યો અને પ્રભુ તરફથી મોકલાયેલો એક દુષ્ટાત્મા તેને હેરાન કરતો હતો.


બીજે દિવસે ઈશ્વરે મોકલેલા દુષ્ટાત્માએ શાઉલનો કબજો લીધો અને તે પોતાના ઘરમાં પાગલની જેમ બકવાસ કરવા લાગ્યો. દરરોજની માફક દાવિદ વીણા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો.


શાઉલને દાવિદની બીક લાગતી હતી. કારણ, પ્રભુ દાવિદ સાથે હતા, પણ તેમણે શાઉલનો ત્યાગ કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan