Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 16:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ગાઝાના લોકોને ખબર પડી કે શિમશોન ત્યાં છે, તેથી તેઓ તે જગ્યાને ઘેરી વળ્યા અને આખી રાત તેની રાહ જોતા નગરના દરવાજે બેસી રહ્યા. તેઓ આખી રાત કંઈ કર્યા વિના બેસી રહ્યા. તેમના મનમાં એમ હતું કે, “આપણે સવાર સુધી રાહ જોઈશું અને પછી તેને મારી નાખીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ગાઝીઓને ખબર મળી કે, સામસૂન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો, ને સવારે દિવસ ઊગતાં આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ગાઝીઓને ખબર મળી કે, “સામસૂન અહીં આવ્યો છે.” ગાઝીઓએ તે જગ્યાને ઘેરી લીધી, તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા. અને તેઓ ત્યાંથી આઘાપાછા થયા નહિ. તેઓએ કહ્યું હતું, “સવાર સુધી આપણે રાહ જોઈએ અને દિવસ ઊગતાં જ આપણે તેને મારી નાખીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ગાઝાનાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે, “સામસૂન ત્યાં આવ્યો છે,” એટલે તેઓ તેને ધેરી વળ્યા અને આખી રાત તેના બહાર આવવાની રાહ જોતા નગરના દરવાજે ટાંપીને તેને પકડવા માંટે બેસી રહ્યાં, આખી રાત એમ જ બેસી રહ્યાં. તેમણે વિચાર્યુ, “સવાર સુધી આપણે રાહ જોઈશું અને પછી તેને માંરી નાખીશું.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 16:2
11 Iomraidhean Croise  

પણ જ્યારે પેલા ખેડૂતોએ તેના પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું, ’આ તો વારસદાર છે. ચાલો, આપણે તેને મારી નાખીએ એટલે તેનો વારસો આપણને મળશે.’


વહેલી સવારમાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ ઈસુને મોતની સજા થાય તેવી યોજના ઘડી કાઢી.


“તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે જાણજો કે તેનો નાશ થવાની તૈયારીમાં છે.


હવે પાઉલ સંબંધી તમારે જાણે વધારે સચોટ વિગતો જોઈએ છે એવો દેખાવ કરીને તમે અને ન્યાયસભા તેને તમારી પાસે લાવવા રોમન અફસરને સંદેશો મોકલો. પણ તે અહીં આવે તે પહેલાં તેને ખતમ કરી નાખવા અમે તૈયાર રહીશું”


પણ તેમની યોજનાની તેને ખબર પડી ગઈ. તેને મારી નાખવા માટે તેઓ રાતદિવસ શહેરના દરવાજાઓ પર ચોકીપહેરો રાખતા.


પછી શિમશોન ખૂબ જ તરસ્યો થયો. તેથી તેણે પ્રભુને વિનંતી કરીને કહ્યું, “તમે મને આ મોટો વિજય આપ્યો છે; અને હવે હું તરસ્યે માર્યો જઈને આ પરપ્રજા પલિસ્તીઓના હાથમાં પડીશ?”


પણ શિમશોન માત્ર મધરાત સુધી જ પથારીમાં રહ્યો. પછી તે ઊઠયો અને નગરના દરવાજાને પકડીને તેને તેનાં કમાડ, બારસાખો અને લાકડાનાં દાંડા સહિત આખો ખેંચી કાઢયો. પછી તે તેને પોતાના ખભા પર મૂકીને અને હેબ્રોનની સામેના પર્વતના શિખર પર લઈ ગયો.


એ જ રાત્રે દાવિદના ઘરની ચોકી કરવા અને બીજી સવારે તેને મારી નાખવા શાઉલે કેટલાક માણસો મોકલ્યા. દાવિદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો તું આજ રાત્રે નાસી નહિ જાય તો આવતીકાલે માર્યો જઈશ.”


શાઉલ અને તેના માણસો પર્વતની એક બાજુએ હતા. તેઓ શાઉલ અને તેના માણસોથી નાસી છૂટવાની ઉતાવળમાં હતા. કારણ, તેઓ તેમને ભીંસમાં લઈ રહ્યા હતા અને તેમને પકડી પાડવાની તૈયારીમાં હતા.


Lean sinn:

Sanasan


Sanasan