ન્યાયાધીશો 16:17 - પવિત્ર બાઇબલ C.L.17 છેવટે તેણે તેને સાચું રહસ્ય જણાવી દીધું. તેણે કહ્યું, “મારા માથાના વાળ ક્યારેય કાપવામાં આવ્યા નથી. મારા ગર્ભાધાનથી હું ઈશ્વરને નાઝીરી તરીકે સમર્પિત કરાયેલો છું. જો મારા વાળ કાપી નાખવામાં આવે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે સામસૂને પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, “મારા માથા પર [કદી] અસ્ત્રો ફર્યો નથી; કેમ કે મારી માના ઉદરમાંથી હું ઈશ્વરને માટે નાઝારી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે, ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યારે સામસૂને તેને સાચે સાચું કહી જણાવ્યું કે “મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારુ નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેણે કહ્યું, “માંરા માંથાના વાળ કદી અસ્ત્રાથી કાપવામાં આવ્યા નથી, કારણ કે હું જન્મ્યો તે દિવસથી એક નાઝીરી થવા માંટે હું દેવને સમર્પિત થયેલો છું. જો માંરું માંથું મૂંડાવામાં આવે તો માંરી તાકાત જતી રહે અને હું બીજા સામાંન્ય માંણસ જેવો દૂર્બળ થઈ જાઉં.” Faic an caibideil |