Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 15:19 - પવિત્ર બાઇબલ C.L.

19 ત્યારે ઈશ્વરે ત્યાં લેહીમાં એક ખાડો પાડયો અને તેમાંથી પાણી નીકળી આવ્યું. શિમશોને તે પાણી પીધું ત્યારે તેને સ્ફૂર્તિ આવી અને તે સ્વસ્થ થવા લાગ્યો. તેથી તે ઝરણાનું નામ એન હાક્કારે (પોકારનારનું ઝરણું) પડયું. આજે પણ તે ત્યાં લેહીમાં હયાત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે લેહીમાં એક ખાડો છે તેમાં ઈશ્વરે ફાટ પાડી, ને તેમાંથી પાણી નીકળ્યું; અને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો, ને સાવચેત થયો; માટે તેણે તે જગાનું નામ એન-હાકકોરે પાડ્યું, તે આજ સુધી લોહીમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ત્યારે ઈશ્વરે લેહીમાં જે ખાડો હતો તેમાં ફાટ પાડી. તેમાંથી પાણી નીકળ્યું. પાણી પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો તેણે તાજગી પ્રાપ્ત કરી. એ માટે તેણે તે જગ્યાનું નામ એન-હક્કોર પાડ્યું અને તે આજ સુધી લેહીમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ત્યારે દેવ ત્યાં લેહીની ધરતીમાં એક ખાડો પાડયો, અને તેમાંથી એકદમ પાણી બહાર આવ્યું, તે પીધા પછી સામસૂન તાજો થયો અને તે જગ્યાનું નામ તેણે એન-હાક્કોરે પાડયું, આજે પણ એ ઝરણું લેહીમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 15:19
16 Iomraidhean Croise  

હાગારે પોતાની સાથે વાત કરનાર પ્રભુનું નામ ‘એલ-રોઈ’ [જોનાર ઈશ્વર] પાડયું: કારણ, તેણે કહ્યું, “મને જોનાર ઈશ્વરનાં મને દર્શન થયાં છે!


તેણે તે સ્થળનું નામ બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું. અગાઉ એ શહેરનું નામ લુઝ હતું.


હું તમારી પાસે આવ્યો તે પહેલાં તમારી પાસે થોડાં જ ઢોર હતાં, પણ હવે તેમાં ધરખમ વધારો થયો છે. જ્યાં જ્યાં મારાં પગલાં પડયાં ત્યાં ત્યાં પ્રભુએ તમને આશિષ બક્ષી છે. પણ હું મારા પોતાના કુટુંબની જોગવાઈ ક્યારે કરીશ?”


પણ યોસેફે તેમને જે કહ્યું હતું તે બધું તેમણે તેને કહ્યું. યાકોબે તેને ઇજિપ્તમાં લઈ જવા આવેલાં ગાડાં જોયાં ત્યારે તે હોશમાં આવ્યો.


હે રાજા, માર્ગમાં આવતા ઝરણાના જળનું આચમન કરજે, અને વિજયમાં મસ્તક ઉઠાવજે.


મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો.


આ પીડિતજને પોકાર કર્યો ત્યારે પ્રભુએ તે સાંભળ્યો અને તેનાં સર્વ સંકટમાંથી તેને ઉગારી લીધો.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


મોશેએ એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-નિસ્સી’ (યાહવે મારો વિજયધ્વજ) પાડયું.


તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી.


તે નિર્ગત થઈ ગયેલાને બળ આપે છે, અને કમજોરને તાક્તવાન બનાવે છે.


કારણ, હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર વરસાદ વરસાવીશ. હું તારાં સંતાન પર મારો આત્મા રેડીશ અને તારા વંશજો પર આશિષની વૃષ્ટિ કરીશ.


ત્યાર પછી મોશેએ હાથ ઉગામીને ખડક પર બે વાર લાકડી ફટકારી. એટલે ખડકમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને બધા લોકોએ તથા ઢોરોએ તે પીધું.


પલિસ્તીઓએ યહૂદાના કુળપ્રદેશમાં આવીને છાવણી નાખી અને લેહી નગર પર હુમલો કર્યો.


તેમણે તેને થોડો ખોરાક, પાણી, સૂકા અંજીર અને સૂકી દ્રાક્ષાની બે લૂમો આપ્યાં. જમ્યા બાદ તેનામાં તેની શક્તિ પાછી આવી. પૂરા ત્રણ દિવસથી તે ભૂખ્યો તરસ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan