ન્યાયાધીશો 15:14 - પવિત્ર બાઇબલ C.L.14 જ્યારે તેઓ લેહી પહોંચ્યા, ત્યારે પલિસ્તીઓ તેની સામે હોકારો કરતા અને દોડતા આવ્યા. એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેના હાથે અને બાવડે બાંધેલાં દોરડાં જાણે બળેલા અળસીરેસાનાં દોરડાં હોય તેમ તેણે તે તોડી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને [હર્ષનો] પોકાર કર્યો. અને યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, અને તેને હાથે જે દોરડાં બાંધેલાં હતાં તે અગ્નિમાં બળેલા શણના જેવાં થઈ ગયાં, ને તેના હાથ પરથી તેનાં બંધન ખરી પડ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જયારે તે લેહીમાં પહોંચ્યો, ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને જયઘોષ કર્યો. અને ઈશ્વરનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડાં બાંધેલા હતાં તે અગ્નિથી બળેલા શણના જેવા થઈને હાથ પરથી સરી પડ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ14 સામસૂન જયારે લેહી પહોચ્યો ત્યારે પલિસ્તીઓ જયનાદ કરતાં કરતાં એની સામે આવ્યા. પરંતુ યહોવાના આત્માંએ સામસૂનમાં સંચાર કર્યો અને તેને હાથે બાંધેલાં દોરડાં શણની લટ હોય તેમ તોડી નાખ્યાં. Faic an caibideil |
તેઓ ખૂબ આનંદમાં આવી ગયા હતા અને તેમણે કહ્યું, “શિમશોનને બોલાવો કે આપણે તેનો તમાશો જોઈએ!” તેઓ તેને જેલમાંથી બહાર કાઢી લાવ્યા અને તેની પાસે તમાશો કરાવ્યો, અને તેને બે થાંભલા વચ્ચે ઊભો રાખ્યો. તેને જોઈને લોકો તેમના દેવનાં ગુણગાન ગાવા લાગ્યા, “આપણા દેશને ખેદાનમેદાન કરી મૂકનાર અને આપણા ઘણા લોકોને મારી નાખનાર આપણા શત્રુ પર આપણા દેવે આપણને વિજય પમાડયો છે!”