Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 15:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેથી યહૂદાના આ ત્રણ હજાર માણસોએ એટામના ખડકની ગુફાએ જઈને શિમશોનને કહ્યું, “તને ખબર નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો તેં અમને આ શું કર્યું?” તેણે જવાબ આપ્યો, “જેવું તેમણે મને કર્યું, તેવું જ મેં તેમને કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ખોમાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ અમારા રાજકર્તા છે? તો આ તેં અમને શું કર્યું છે?” તેણે તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું, તેવું મેં તેઓને કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તેં શું કર્યું?” સામસૂને તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેથી યહૂદાના કુળસમૂહમાંથી ત્રણહજાર માંણસો “એટામ”ના ખડકની ગુફા આગળ ગયા સામસૂનને મળ્યા અને કહ્યું, “તને એટલી ખબર નથી કે અમે પલિસ્તીઓના તાબેદાર છીએ? તે અમને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા?” તેણે કહ્યું, “મેં તેઓ સાથે એવોજ વર્તાવ કર્યો, જેવો વર્તાવ તેઓએ માંરી સાથે કર્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 15:11
10 Iomraidhean Croise  

હૂર કાલેબની પત્ની એફ્રાથનો સૌથી મોટો પુત્ર હતો, અને તેના વંશજોએ બેથલેહેમ નગરની સ્થાપના કરી. હૂરને ત્રણ પુત્રો હતા: એટામ, પનુએલ અને એઝેર. એટામને યિઝએલ, યિશ્મા અને યિદબાશ એ ત્રણ પુત્રો અને હાસ્સલએલ્પોની નામે પુત્રી હતાં. પનુએલે ગેદોર નગરની, જ્યારે એઝેરે યહુશા નગરની સ્થાપના કરી.


તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.


પ્રભુ તમને બધી પ્રજાઓના અનુયાયી નહિ, પણ અગ્રેસર બનાવશે. તમે સૌના ઉપરી થશો; કોઈના તાબામાં નહિ હો. જો તમે પ્રભુની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું. તેમનું ખંતથી પાલન કરો, તો તમે સદા આબાદ થશો અને કદી નિષ્ફળ જશો નહિ.


“તમારી મધ્યે વસતા પરદેશીઓ વધારે અને વધારે સત્તા ધારણ કરશે, જ્યારે તમે તમારો અધિકાર ગુમાવતા જશો.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, અને તેમણે તેમને ચાલીસ વર્ષ સુધી પલિસ્તીઓને તાબે કરી દીધા.


તેનાં માતપિતાને ખબર નહોતી કે પ્રભુ જ શિમશોનને એ માટે પ્રેરણા કરી રહ્યા હતા; કારણ, પ્રભુને પલિસ્તીઓ સામે લડવા માટે કંઈક કારણ જોઈતું હતું. એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.


યહૂદાના માણસોએ તેમને પૂછયું, “તમે અમારા પર શા માટે હુમલો કરો છો?” તેમણે જવાબ આપ્યો, “અમે શિમશોનને કેદ કરી લઈ જવા આવ્યા છીએ. તેણે અમારી જેવી દુર્દશા કરી છે તેવી જ અમે તેની કરવા માંગીએ છીએ.”


તેમણે તેને કહ્યું, “અમે અહીં તને બાંધીને લઈ જવા આવ્યા છીએ, જેથી અમે તને તેમના હાથમાં સોંપી દઈએ.” શિમશોને કહ્યું, “તમે મને વચન આપો કે તમે પોતે મને મારી નાખશો નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan