Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 13:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, અને તેમણે તેમને ચાલીસ વર્ષ સુધી પલિસ્તીઓને તાબે કરી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલી લોકોએ ફરી યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું; અને ચાળીસ વર્ષ સુધી યહોવાએ તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેમણે ચાળીસ વર્ષ સુધી તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ફરીથી ઈસ્રાએલીઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ એથી યહોવાએ પલિસ્તીઓને ઈસ્રાએલ ઉપર વિજય અપાવ્યો. ચાલીસ વર્ષ સુધી ઈસ્રાએલીઓ પલિસ્તીઓને તાબે રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 13:1
16 Iomraidhean Croise  

શું કોઈ કૂશી પોતાની ચામડીનો કાળો રંગ બદલી શકે? શું ચિત્તો પોતાનાં ટપકાં દૂર કરી શકે? જો એ શકાય બને તો દુષ્ટતા આચરવાને ટેવાયેલા તમે સદાચરણ કરી શકો!”


તે દિવસે ઈશ્વરનો કોપ અને અદલ ઇન્સાફ જાહેર થશે, અને તે દરેકને તેનાં કૃત્યો અનુસાર બદલો આપશે.


આથી વધુ હું શું કહું? ગિદિયોન, બારાક, શિમશોન, યિફતા, દાવિદ, શમુએલ અને ઈશ્વરના સંદેશવાહકો, એ સર્વ વિષે કહેવાનો મારી પાસે પૂરતો સમય નથી.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.


તેથી પ્રભુ ઇઝરાયલીઓ પર કોપાયમાન થયા અને તેમને પલિસ્તીઓ તથા આમ્મોનીઓને સ્વાધીન કરી દીધા.


તે પછી તે મૃત્યુ પામ્યો અને તેને અમાલેકીઓના ઉચ્ચપ્રદેશમાં એફ્રાઈમના કુળપ્રદેશના પિરઆથોનમાં દફનાવવામાં આવ્યો.


તેનાં માતપિતાને ખબર નહોતી કે પ્રભુ જ શિમશોનને એ માટે પ્રેરણા કરી રહ્યા હતા; કારણ, પ્રભુને પલિસ્તીઓ સામે લડવા માટે કંઈક કારણ જોઈતું હતું. એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.


તેથી યહૂદાના આ ત્રણ હજાર માણસોએ એટામના ખડકની ગુફાએ જઈને શિમશોનને કહ્યું, “તને ખબર નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો તેં અમને આ શું કર્યું?” તેણે જવાબ આપ્યો, “જેવું તેમણે મને કર્યું, તેવું જ મેં તેમને કર્યું છે.”


પલિસ્તીઓ દેશ પર શાસન ચલાવતા હતા ત્યારે શિમશોને વીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે આગેવાની આપી.


હવે ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું અને તેમણે બઆલ દેવોની સેવા કરી.


ઇઝરાયલીઓએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું; તેઓ તેમના ઈશ્વર પ્રભુને વીસરી ગયા અને બઆલ તથા અશેરાની મૂર્તિઓની પૂજા કરી.


એહૂદના અવસાન પછી ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં ફરીથી દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, તેથી તેમણે તેમને સાત વર્ષ સુધી મિદ્યાનીઓને તાબે કરી દીધા.


પણ તેઓ પોતાના ઈશ્વર પ્રભુને ભૂલી ગયા. એટલે પ્રભુએ હાસોર નગરના સેનાપતિ સીસરાને, પલિસ્તીઓને અને મોઆબના રાજાને તમારા પૂર્વજો વિરુદ્ધની લડાઈમાં જીત પમાડી.


હે પલિસ્તીઓ, હિંમતવાન બનો. લડાઈમાં મર્દાનગી દાખવો. નહિ તો હિબ્રૂઓ જેમ આપણા ગુલામો હતા તેમ આપણે તેમના ગુલામો બની જઈશુ; તેથી મરદની જેમ લડો.”


એમ પલિસ્તીઓ હાર્યા અને શમુએલ જીવ્યો ત્યાં લગી પ્રભુએ તેમને ઇઝરાયલના પ્રદેશ પર હુમલો કરવા દીધો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan