Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 12:5 - પવિત્ર બાઇબલ C.L.

5 એફ્રાઈમીઓને નાસી છૂટતા રોકવા માટે ગિલ્યાદીઓએ યર્દનના બધા ઘાટો કબજે કરી લીધા. જ્યારે નાસી છૂટવાનો પ્રયાસ કરનાર કોઈપણ એફ્રાઈમી નદી ઓળંગવા દેવા વિનંતી કરતો ત્યારે ગિલ્યાદના માણસો પૂછતા, “શું તું એફ્રાઈમી છે?” જો તે ના કહે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ગિલ્યાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા. અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો, ‘મને ઊતરી જવા દે, ’ ત્યારે ગિલ્યાદના માણસો તેને પૂછતાં, ‘શું તું એફ્રાઈમી છે?’ અને જો તે કહેતો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, “મને નદી પાર કરી જવા દે,” ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, “શું તું એફ્રાઇમી છે?” જો તે એવો જવાબ આપે કે, “ના,”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેણે એફ્રાઈમના સૈન્યની પાછળ આવેલા યર્દનના આરા કબજે કરી લીધા, કોઈ એફ્રાઈમી યર્દન ઓળંગીને નાસી જવા પ્રયત્ન કરે તો ગિલયાદના રક્ષકો તેને પડકારતા. “શું તું એફ્રાઈમના કુળનો છે?” જો તે “ના” કહે તો

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 12:5
9 Iomraidhean Croise  

શલોમોનની વિરુદ્ધ થઈ જનાર બીજો એક માણસ તો તેનો પોતાનો એક અધિકારી એટલે, એફ્રાઈમ પ્રદેશના સરેદાહ નગરના નાબાટનો પુત્ર યરોબામ હતો. તેની માતા સરુયા વિધવા હતી.


રાજાના માણસો નગર બહાર નીકળ્યા કે નગરનો દરવાજો બંધ કરી દેવાયો. યર્દન તરફ જવાને રસ્તે તેમણે જાસૂસોનો પીછો કર્યો, અને શોધતા શોધતા છેક નદી ઓળંગવાના ઘાટ સુધી ગયા.


ઇઝરાયલના બાકીના લોકોને ખબર પડી કે રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોના લોકોએ યર્દનની આપણી બાજુના પ્રદેશમાં ગલીલોથ આગળ વેદી બાંધી છે.


પછી યફતા ગિલ્યાદના બધા માણસોને એકઠા કરીને એફ્રાઈમના માણસો સામે લડયો અને તેમને હરાવ્યા. (એફ્રાઈમીઓ આવું બોલ્યા હતા: “હે એફ્રાઈમ અને મનાશ્શામાં રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમમાંથી નાસી આવેલા છો!”


તો તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ’ બોલ, પણ તે ‘સિબ્બોલેથ’ કહેતો. કારણ, તે તેનો સાચો ઉચ્ચાર કરી શક્તો નહિ. પછી તેઓ તેને પકડીને ત્યાં યર્દનના ઘાટ પર જ મારી નાખતા. એ સમયે બેંતાળીસ હજાર એફ્રાઈમીઓ માર્યા ગયા.


એ સમયે યહૂદિયાના બેથલેહેમ નગરમાં એક લેવી વસતો હતો.


તેણે તેમને કહ્યું, “મારી પાછળ આવો! પ્રભુએ તમને તમારા શત્રુ મોઆબીઓ પર વિજય પમાડયો છે. તેથી તેઓ એહૂદની પાછળ પાછળ ગયા, અને મોઆબીઓ નદી ઓળંગીને આવે એવા યર્દનના બધા આરા કબજે કરી લીધા અને કોઈને નદી પાર ઊતરવા દીધો નહિ.”


ગિદિયોને એફ્રાઈમના આખા પહાડીપ્રદેશમાં સંદેશકો દ્વારા આવું કહેણ મોકલ્યું: ‘આવીને મિદ્યાનીઓ સામે યુદ્ધ કરો. છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓને આંતરીને મિદ્યાનીઓને નદી ઓળંગીને જતા રહેતા અટકાવો.” એફ્રાઈમના માણસોને એકઠા કરવામાં આવ્યા અને તેમણે છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓ ઓળંગવાના આરા આંતરી લીધા.


એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો.


Lean sinn:

Sanasan


Sanasan