Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 12:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પછી યફતા ગિલ્યાદના બધા માણસોને એકઠા કરીને એફ્રાઈમના માણસો સામે લડયો અને તેમને હરાવ્યા. (એફ્રાઈમીઓ આવું બોલ્યા હતા: “હે એફ્રાઈમ અને મનાશ્શામાં રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમમાંથી નાસી આવેલા છો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી યિફતા ગિલ્યાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સાથે લડ્યો; અને ગિલ્યાદના માણસોએ એફ્રાઈમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું હતું, ‘હે એફ્રાઈમ તથા મનાશ્‍શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમથી નાસી આવેલા છો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યિફતાએ ગિલ્યાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઇમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલ્યાદના માણસોએ એફ્રાઇમના માણસો પર હુમલો કર્યો કેમ કે તેઓએ કહ્યું, “તમે એફ્રાઇમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ - એફ્રાઇમથી નાસી આવેલા છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યાર પછી યફતાએ ગિલયાદના બધા માંણસોને એકત્રિત કર્યા અને એફ્રાઈમના કુળસમૂહ સાથે લડાઈ કરી અને તેઓને હરાવ્યા; કારણ કે, એફ્રાઈમના લોકો તેમને હંમેશા કહેતા, “તમે સર્વ જે ગિલયાદમાં રહો છો, એફ્રાઈમથી ભાગી આવેલા છો, તમાંરી પાસે તમાંરી પોતાની જમીન નથી તમે એફ્રાઈમ અને મનાશ્શા વચ્ચે રહો.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 12:4
11 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તેઓ અમારી કેવી મજાક કરે છે તે સાંભળો. તેમની ઠઠ્ઠામશ્કરીનું પરિણામ તેમને જ ભોગવવા દો. તેમનું સર્વસ્વ લૂંટાઈ જાય અને વિદેશમાં તેઓ કેદી તરીકે લઈ જવાય એવું કરો.


એફ્રાઈમી સૈનિકો ધનુષબાણથી સજ્જ હોવા છતાં યુદ્ધના સમયે રણમેદાનમાંથી નાસી ગયા.


દુષ્ટો પોતાનાં જૂઠાણાની જાળમાં સપડાય છે, પણ નેકજનો સંકટમાંથી માર્ગ શોધી કાઢે છે.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


તેમણે જવાબ આપ્યો, “ભલે, એમાં અમારી સંમતિ છે. પ્રભુ પોતે એ માટે આપણા સાક્ષી છે.”


મેં જોયું કે તમે હવે આવવાના નથી ત્યારે મેં મારો જીવ જોખમમાં નાખ્યો અને તેમની સામે લડવાને સરહદ ઓળંગી. પ્રભુએ મને તેમના પર વિજય પણ પમાડયો. તો તમે હવે મારી સામે લડવા કેમ આવ્યા છો?”


એફ્રાઈમીઓને નાસી છૂટતા રોકવા માટે ગિલ્યાદીઓએ યર્દનના બધા ઘાટો કબજે કરી લીધા. જ્યારે નાસી છૂટવાનો પ્રયાસ કરનાર કોઈપણ એફ્રાઈમી નદી ઓળંગવા દેવા વિનંતી કરતો ત્યારે ગિલ્યાદના માણસો પૂછતા, “શું તું એફ્રાઈમી છે?” જો તે ના કહે,


છેવટે, નાબાલે જવાબ આપ્યો, “દાવિદ કોણ? એ યિશાઈનો પુત્ર વળી કોણ છે? એના વિષે કદી સાંભળ્યું નથી. અત્યારે તો દેશમાં પોતાના માલિકથી નાસતા ફરતા ગુલામો ઘણા છે.


Lean sinn:

Sanasan


Sanasan