Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 11:34 - પવિત્ર બાઇબલ C.L.

34 યફતા જ્યારે મિસ્પામાં પોતાને ઘેર ગયો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી અને નાચતી નાચતી તેને મળવાને આવી. તે તેની એકની એક પુત્રી હતી અને તેના સિવાય એને કોઈ સંતાન નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 પછી યિફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો, ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકનીએક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 યિફતા પોતાને ઘરે મિસ્પામાં આવ્યો. ત્યાં તેની દીકરી તેને મળવાને ખંજરી વગાડતા તથા નૃત્ય કરતાં કરતાં બહાર આવી. તે તેનું એક માત્ર સંતાન હતું, તેના પછી તેને અન્ય દીકરો કે દીકરી ન હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 જયારે યફતા મિસ્પાહમાં પોતાને ઘેર આવ્યો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી, અને નાચતી તેને મળવા દોડી આવી. તે તેનું એકનું એક સંતાન હતું. તેને બીજા કોઈ પુત્ર કે પુત્રી ન હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 11:34
18 Iomraidhean Croise  

દાવિદ પોતાની કમરે માત્ર અળસી રેસાનું વસ્ત્ર વીંટાળીને પ્રભુની સમક્ષ પોતાના પૂરા બળથી નાચતો હતો.


ખંજરી અને નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; તંતુવાદ્યો અને શરણાઈથી તેમની સ્તુતિ કરો.


આગળ ગાયકો અને પાછળ વાદકો ચાલે છે, અને વચમાં કન્યાઓ ખંજરી બજાવતી ચાલે છે.


એને લીધે, આરોનની બહેન સંદેશવાહિકા મિર્યામે ખંજરી લીધી; અને બધી સ્ત્રીઓ ખંજરી વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી.


ત્યારે યુવતીઓ આનંદથી નૃત્ય કરશે, યુવાનો અને વૃદ્ધો આનંદ કરશે; કારણ, તેમના શોકને હું આનંદમાં પલટી નાખીશ, અને તેમનું દુ:ખ દૂર કરીને તેમને સાંત્વન અને હર્ષ આપીશ.


હું તમને ફરીથી પાછા ઉઠાવીશ અને તમે ઊભા થશો; તમે ફરીથી તમારી ખંજરીઓ ઉઠાવીને આનંદથી નાચગાન કરશો.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


તે નગરના દરવાજે આવી પહોંચ્યા. તેમણે જોયું કે એક મૃત માણસને ઊંચકીને લોકો બહાર લઈ જતા હતા.


કારણ, બાર વર્ષની ઉંમરની તેની એકની એક દીકરી મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા ત્યારે ચારે બાજુ લોકોની ભારે પડાપડી હતી.


ટોળામાંથી એક માણસે બૂમ પાડી, “ગુરુજી, મારા એકનાએક પુત્ર પર કૃપાદૃષ્ટિ કરો!


મિસ્પા, કફીરા, મોસા,


પછી આમ્મોની સૈન્યે લડાઈને માટે તૈયાર થઈ ગિલ્યાદમાં છાવણી નાખી. ઇઝરાયલના માણસો પણ એકઠા થયા અને તેમણે ગિલ્યાદના મિસ્પામાં છાવણી નાખી.


તેથી યફતા ગિલ્યાદના આગેવાનો સાથે ગયો અને લોકોએ તેને પોતાનો શાસક અને સેનાપતિ બનાવ્યો. યફતાએ મિસ્પામાં પ્રભુની સમક્ષતામાં પોતાની શરતો જણાવી.


ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.


અને ધ્યાન રાખતા રહેજો. પર્વ દરમ્યાન શીલોની કન્યાઓ નૃત્ય કરવા બહાર આવે ત્યારે તમે દ્રાક્ષવાડીઓમાંથી બહાર નીકળી આવજો. તમારામાંથી પ્રત્યેક જણ એ કન્યાઓમાંથી તમારે માટે બિન્યામીનના પ્રદેશમાં લઈ જજો.”


Lean sinn:

Sanasan


Sanasan