Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 11:27 - પવિત્ર બાઇબલ C.L.

27 ખરેખર, મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી. તમે મારી સામે યુદ્ધે ચડીને મારું ભૂંડું કરી રહ્યા છો. પ્રભુ ન્યાયાધીશ છે. તે ઇઝરાયલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ફેંસલો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 માટે મેં તારો અપરાધ કર્યો નથી, પણ તું મારી સામે યુદ્ધ કરીને મને અન્યાય કરે છે. ઇઝરાયલી લોકો તથા આમ્મોનપુત્રોની વચ્ચે ન્યાયાધીશ યહોવા આજે ન્યાય કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 મેં તારું કશું બગાડ્યું નથી, પણ તું મારી સામે યુદ્ધ કરવાથી મારું ખોટું કરી રહ્યો છે. ઈશ્વર જે ન્યાયાધીશ છે, તે ઇઝરાયલ તથા આમ્મોનપુત્રોની વચ્ચે ન્યાય કરશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 મેં તમાંરું કંઈ પાપ કર્યું નથી, પરંતુ તમે માંરા ઉપર ચડાઈ કરીને માંરું બગાડો છો, યહોવા ન્યાયાધીશ છે, અને એ જ આજે ઈસ્રાએલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ન્યાય કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 11:27
27 Iomraidhean Croise  

સારાયે અબ્રામને કહ્યું, “મને થયેલો અન્યાય તમારે શિર છે. મેં જ મારી દાસીને તમારી સોડમાં સોંપી હતી, પણ પોતે ગર્ભવતી થઈ છે એવી તેને ખબર પડતાં તે મારો તિરસ્કાર કરવા લાગી છે. પ્રભુ આપણા બે વચ્ચે ન્યાય કરો.”


દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


અબ્રાહામના ઈશ્વર, તથા નાહોરના ઈશ્વર એટલે, તેમના પિતૃઓના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” ત્યારે યાકોબે તેના પિતા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વરના નામે સોગંદ ખાધા.


હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.”


ત્યાં તેમની સમક્ષ પ્રામાણિક માણસ ચર્ચા કરી શકે છે, અને તેથી હું મારા ન્યાયાધીશની સમક્ષ કાયમને માટે નિર્દોષ ઠરત.


જો હું નિર્દોષ હોઉં તો પણ તેમની આગળ હું દલીલ નહિ કરું; મારા ન્યાયાધીશ ઈશ્વર પાસે તો માત્ર ક્ષમાની યાચના જ કરું!


આકાશો ઈશ્વરની ન્યાયશીલતાને પ્રસિદ્ધ કરે છે; કારણ ઈશ્વર પોતે જ ન્યાયાધીશ છે. (સેલાહ)


ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે; તે હંમેશા દુષ્ટતાને વખોડે છે.


કારણ, ઈશ્વર ન્યાયપૂર્વક શાસન કરે છે; એકને તે નીચો નમાવે છે અને બીજાને ઊંચો ઉઠાવે છે


હે ઈશ્વર, ઊઠો, અને પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ દેશો પર તમારો જ અધિકાર છે.


હે વિશ્વના ન્યાયાધીશ ઊઠો, અને અહંકારીઓને યોગ્ય સજા કરો.


કારણ, પ્રભુ પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે નેકીથી જગતનો અને નિષ્પક્ષપાતપણે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે.


હે જુવાન, તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને આનંદ પમાડો. તારા દયની ઇચ્છા પ્રમાણે તને યોગ્ય લાગે તે પ્રમાણે તું વર્ત. પણ યાદ રાખ કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.


ઈશ્વર આપણાં ભલાં કે ભૂંડાં કાર્યોનો, ભલે પછી તે ગુપ્તમાં કરાયાં હોય, તો પણ તેમનો ન્યાય કરશે.


હું શા માટે આવું લખું છું? શું હું તમારા પર પ્રેમ કરતો નથી? પ્રભુ જાણે છે કે, હું તમારા પર પ્રેમ કરું છું.


કારણ, ખ્રિસ્ત આપણો ન્યાય કરે તે માટે આપણે દરેકે તેમની સમક્ષ હાજર થવું પડશે.


હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો.


પણ યફતાના આ સંદેશાને આમ્મોનના રાજાએ ગણકાર્યો નહિ.


પ્રભુનો પ્રતિકાર કરનારા છિન્‍નભિન્‍ન થઈ જશે, તે તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. તે સમસ્ત દુનિયાનો ન્યાય કરશે, તે પોતાના રાજાને સામર્થ્ય આપશે. તે પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજાને વિજેતા બનાવશે.”


આપણા બેમાં કોણ ખોટું છે એનો પ્રભુ ન્યાય કરો. હું તમને કંઈ નુક્સાન કરવાનો નથી. માટે મારી વિરુધના તમારા કૃત્ય માટે ઈશ્વર તમને શિક્ષા કરો.


પેલી જૂની કહેવત તો તમે જાણો છો: ‘ભૂંડા માણસો જ ભૂંડું કરે છે.’ પણ હું તમને નુકશાન પહોંચાડવાનો નથી.


પ્રભુ ન્યાય કરશે અને આપણા બેમાંથી કોણ ખોટું છે તેનો નિર્ણય કરશે. તે મારી હિમાયત કરશે, મારું રક્ષણ કરશે અને મને તમારા હાથમાંથી બચાવશે.”


દાવિદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “મારા પુત્ર દાવિદ, શું એ તારો અવાજ છે?” અને તે રડવા લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan