Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 10:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પણ તમે તો મારો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની ઉપાસના કરી છે, તેથી હવે હું તમને છોડાવવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની ઉપાસના કરી છે; એથી હું તમને હવે પછી ઉગારીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની પૂજા કરી, જેથી હું હવે પછી તમને છોડાવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ તમે મને છોડી દીધો અને બીજા દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા એટલે હવે હું તમને ઉગારી લેનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 10:13
11 Iomraidhean Croise  

તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


રહાબામ અને યહૂદિયાના આગેવાનો શીશાકથી બચવા યરુશાલેમમાં એકત્ર થયા. સંદેશવાહક શમાયા તેમની પાસે ગયો. તેણે તેમને કહ્યું, “પ્રભુ તરફથી તમારે માટે આ સંદેશો છે: ‘તમે મારો ત્યાગ કર્યો છે તેથી હું પણ તમને શીશાકના હાથમાં સોંપી દઉં છું.”


એટલે તે આસા રાજાને મળવા ગયો. તેણે કહ્યું, “હે રાજા આસા અને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ લોકો, મારું સાંભળો! તમે જ્યાં સુધી પ્રભુના પક્ષમાં છો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે વિમુખ થશો, તો તે તમારો ત્યાગ કરશે.


આમ, અદોમે યહૂદિયાની તાબેદારી ફગાવી દીધી અને ત્યારથી અદોમ સ્વતંત્ર રાજ્ય રહ્યું છે. એ જ સમયે લિબ્નાહ નગરે પણ બંડ કર્યું. કારણ, યહોરામે, પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હતો.


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી,


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જઈને પોકારો કે તેઓ તમને તમારા સંકટમાંથી છોડાવે.”


તેમણે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર તેમના પૂર્વજોના ઈશ્વરનો ત્યાગ કર્યો અને અન્ય દેવો એટલે તેમની આસપાસ વસતા લોકોના દેવોની પૂજા કરી. તેઓ તેમની આગળ નમ્યા અને પ્રભુને રોષ ચડાવ્યો.


પણ એ ન્યાયાધીશનું અવસાન થાય કે લોકો તેમના અગાઉના માર્ગે વળી જતા અને અગાઉની પેઢીના તેમના પૂર્વજો કરતાં તેઓ વિશેષ ભ્રષ્ટ થઈ જતા. તેઓ અન્ય દેવોની સેવાભક્તિ કરતા અને જિદ્દી વલણ દાખવતાં પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ રહેતા.


Lean sinn:

Sanasan


Sanasan