Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 યહૂદાના લોકોએ શિમયોનના લોકોને કહ્યું, “અમને ફાળવવામાં આવેલા પ્રદેશમાં તમે અમારી સાથે આવો, અને આપણે સાથે મળીને કનાનીઓ સામે લડીશું. પછી તમને ફાળવેલા પ્રદેશ માટે અમે તમારી સાથે આવીશું. આમ, શિમયોનના લોકો તેમની સાથે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને કહ્યું, “આપણે કનાનીઓની સામે લડીએ, માટે મારી સાથે મારા વતનમાં આવ; ત્યાર પછી હું પણ તારી સાથે તારા વતનમાં આવીશ.” અને શીમયોન તેની સાથે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને તથા તેના માણસોને કહ્યું, “જે પ્રદેશ અમને સોંપવામાં આવ્યો છે તેમાં તમે આવો, જેથી આપણે સાથે મળીને કનાનીઓની સામે લડાઈ કરીએ. તેવી જ રીતે જે પ્રદેશ તમને સોંપવામાં આવ્યો હતો, તેમાં અમે તમારી સાથે આવીશું.” તેથી શિમયોનનું કુળ તેની સાથે ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહૂદાના લોકોએ પોતાના ભાઈઓ શિમયોનના કુળસમૂહના લોકોને કહ્યું, “તમે અમાંરા ભાગના પ્રદેશમાં અમાંરી સાથે આવો અને આપણે કનાનીઓ ઉપર આક્રમણ કરીએ. ત્યારબાદ અમે પણ તમાંરા ભાગના પ્રદેશમાં આવીશું.” તેથી શિમયોનના લોકો યહૂદાના લોકો સાથે ગયા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 1:3
7 Iomraidhean Croise  

તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તે બોલી, “હું અણમાનીતી છું એવું પ્રભુએ સાંભળ્યું છે એટલે તેમણે મને બીજો પુત્ર પણ આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન (સાંભળ્યું છે) પાડયું.


યોઆબે તેને કહ્યું, “તને એમ ખબર પડે કે અરામીઓ મને હરાવી રહ્યા છે તો તું મારી મદદે આવજે અને આમ્મોનીઓ તને હરાવતાં જણાય તો હું તારી મદદે આવીશ.


ફાળવણીમાં બીજો પાસો શિમયોનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમનો વિસ્તાર યહૂદાના કુળપ્રદેશની વચમાં હતો.


યહૂદાના લોકો શિમયોનના લોકો સાથે ગયા અને તેમણે સાથે મળીને સફાથમાં વસતા કનાનીઓને હરાવ્યા. તેમણે નાશ માટે અર્પિત નગર તરીકે તેનો પૂરો નાશ કર્યો અને તેનું નામ હોર્મા ચવિનાશૃ પાડયું.


પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ જઈને પ્રથમ હુમલો કરે. મેં દેશ તેમને તાબે કરી દીધો છે.”


પછી યહૂદાના કુળે હુમલો કર્યો. પ્રભુએ તેમને કનાનીઓ અને પરિઝઝીઓ પર વિજય પમાડયો અને તેમણે બેઝેકમાં દસ હજાર માણસોને હરાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan