ન્યાયાધીશો 1:27 - પવિત્ર બાઇબલ C.L.27 મનાશ્શાના કુળે બેથ-શેઆન, તાઅનાખ, દોર, ઈબ્બીમ, મગિદ્દો અને એ નગરોની આસપાસનાં તેમનાં ગામોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કનાનીઓએ ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેમ જ મનાશ્શાએ બેથ-શેઆનના તથા તેના કસવાનો [ના રહેવાસીઓ] ને, તાનાખના તથા તેના કસબાઓ [ના રહેવાસીઓ] ને, દોરના તથા તેના કસબાઓના રહેવાસીઓને, યિબ્લામના તથા તેના કસબાઓના રહેવાસીઓને, ને મગિદ્દોના તથા તેના કસબાઓના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ઇચ્છયું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 મનાશ્શાના લોકોએ બેથ-શેઆન અને તેના ગામોના, તાનાખના તથા તેના ગામોના, દોર તથા તેના ગામોના, યિબ્લામ તથા તેના ગામોના અને મગિદ્દો તથા તેના ગામોના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કારણ કે કનાનીઓએ તે દેશમાં રહેવાને ઇચ્છતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ27 મનાશ્શાના કુળસમૂહના લોકોએ બેથશેઆન, તાઅનાખ, દોર, યિબ્લઆમ, મગિદોના એ શહેરો અને તેમની આજુબાજુના ગામડાંઓમાં વસતા લોકોને હાંકી કાઢયા નહિ; એ પ્રદેશમાં કનાનીઓનો પગદંડો ચાલુ રાખ્યો. Faic an caibideil |
જે બન્યું તે જોઈને અહાઝયા રાજા બેથ-હાગ્ગાન નગર તરફ પોતાના રથમાં નાસી છૂટયો. યેહૂએ તેનો પણ પીછો કર્યો. યેહૂએ પોતાના માણસોને હુકમ કર્યો, “એને પણ મારી નાખો.” તેથી તેના માણસોએ યિબ્લામ નગર નજીક ગૂરના રસ્તે અહાઝયા રથ હાંકી રહ્યો હતો ત્યારે જ તેને ઘાયલ કર્યો. છતાં ગમે તેમ કરીને તે મગિદ્દો નગર સુધી પહોંચ્યો અને ત્યાં મરણ પામ્યો.