Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 1:16 - પવિત્ર બાઇબલ C.L.

16 કેનીઓ એટલે મોશેના સસરાના વંશજો ખજૂરીઓના નગર યરીખોમાંથી યહૂદાના લોકો સાથે અરાદની દક્ષિણ તરફ આવેલા યહૂદિયાના વેરાનપ્રદેશમાં ગયા અને ત્યાંના લોકો સાથે વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મૂસાના સાળા કેનીના પુત્રો યહૂદાપુત્રોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના વગડામાં ગયા. અને તેઓ જઈને તે લોકોની સાથે વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મૂસાના સાળા કેનીના વંશજો, યહૂદાના લોકો સાથે ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં જે નેગેબમાં છે, અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહેવા માટે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 1:16
26 Iomraidhean Croise  

(લેખન કાર્યમાં પ્રવીણ એવાં આ કુટુંબો બેબેસ નગરમાં રહેતાં હતાં:) તિરાથીઓ, શિમાથીઓ, સૂખાથીઓ. તેઓ કેનીઓ હતા અને તેમને રેખાબીઓ સાથે લગ્નવ્યવહારનો સંબંધ હતો.)


અદોમીઓ ફરીથી યહૂદિયા પર હુમલો કરી ઘણા લોકોને કેદીઓ તરીકે લઈ જવા લાગ્યા, તેથી આહાઝ રાજાએ આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ-પિલેસેરને મદદ મોકલવા વિનંતી કરી.


હવે ઈશ્વરે મોશે માટે તથા ઇઝરાયલી લોકો માટે જે જે કર્યું હતું તે બધું તથા તેમણે કેવી રીતે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તે બધું મોશેના સસરા, એટલે મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોએ સાંભળ્યું.


પછી યિથ્રોએ ઈશ્વરને સંપૂર્ણ દહનબલિ તથા અન્ય અર્પણો ચડાવ્યાં અને આરોન તથા ઇઝરાયલના બીજા આગેવાનો યિથ્રોની સાથે ઈશ્વરની સમક્ષ પવિત્ર ભોજન લેવા આવ્યા.


પછી મોશેએ યિથ્રોને વિદાય આપી. યિથ્રો પોતાના દેશમાં પાછો ગયો.


એટલે મોશે તેમને મળવા બહાર આવ્યો. મોશેએ તેને પ્રણામ કર્યા અને ચુંબન કર્યું. તેમણે એકબીજાના ખબરઅંતર પૂછયા પછી તેઓ મોશેના તંબુમાં ગયા.


મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.


મોશેએ તેના સસરા યિથ્રો પાસે જઈને તેને કહ્યું, “મને મારા ભાઈઓ પાસે ઇજિપ્તમાં પાછો જવા દો; જેથી હું જઈને જોઉં કે તેઓ હજી જીવે છે કે કેમ.” યિથ્રોએ મોશેને કહ્યું, “ભલે, શાંતિથી જા.”


“તું રેખાબી ગોત્રના લોકો પાસે જઈને તેમને પ્રભુના મંદિરના એક ઓરડામાં બોલાવી લાવ અને તેમને દ્રાક્ષાસવ પીવા આપ”


અરાદનો રાજા કનાની હતો અને તે દક્ષિણના નેગેબ પ્રદેશમાં રહેતો હતો. તેને ખબર પડી કે ઇઝરાયલીઓ અથારીમના માર્ગે આવી રહ્યા છે. તેણે ઇઝરાયલીઓ પર આક્રમણ કર્યું અને તેઓમાંના કેટલાકને જીવતા કેદ પકડી લીધા.


lએ સમયે બાપ્તિસ્મા કરનાર યોહાને યહૂદિયાના વેરાન દેશમાં ઉપદેશ આપવાની શરૂઆત કરી.


દક્ષિણનો નેગેબ વિસ્તાર, ખજૂરીઓના નગર યરીખોના ખીણપ્રદેશથી છેક સોઆર નગર સુધીના પ્રદેશ તેણે જોયા.


પ્રભુએ મોશેને કહ્યું, “આ દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ આગળ શપથ લીધા હતા કે હું તે તેમના વંશજોને આપીશ. મેં તને તે દેશ નજરોનજર દેખાડયો છે પણ યર્દન પાર કરીને તું ત્યાં જવા પામશે નહિ.”


હોર્માનો રાજા, આરાદનો રાજા,


બિન્યામીનના કુળનાં ગોત્રો હસ્તકનાં નગરો આ પ્રમાણે હતાં: યરીખો, બેથ-હોગ્લા, એમેક-ક્સીસ,


તેણે જવાબ આપ્યો, “મારા પર મહેરબાની દાખવો; તમે મને નેગેબના સૂકા પ્રદેશમાં જમીન આપી છે. તેથી મને પાણીનાં ઝરણાં પણ આપો.” તેથી કાલેબે તેને ઉપલાણનાં અને નીચાણનાં ઝરણાં આપ્યાં.


એગ્લોને આમ્મોની અને અમાલેકીઓનો સાથ મેળવીને ઇઝરાયલીઓ પર ચડાઈ કરીને ખજૂરીઓનું નગર યરીખો જીતી લીધું.


દરમ્યાનમાં, હેબેર કેનીએ કેદેશની નજીક સાઅનાન્‍નીમાં આવેલા એલોનવૃક્ષ નીચે પોતાનો તંબુ માર્યો. આમ, તે અન્ય કેનીઓ એટલે મોશેના સાળા હોબાબના વંશજોથી દૂર જતો રહ્યો.


સીસરા દોડતાં દોડતાં હેબેર કેનીની પત્ની યાએલના તંબુએ નાસી ગયો; કારણ, હાસોરના રાજા યાબીન અને હેબેરના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.


તેણે કેનીઓને ચેતવણી આપી, “તમે અમાલેકીઓમાંથી નીકળી જાઓ, જેથી તેમની સાથે હું તમારો નાશ ન કરું, કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તથી આવ્યા ત્યારે તમે તેમના પ્રત્યે માયાળુ હતા. તેથી કેનીઓ નીકળી ગયા.


આખીશ તેને પૂછતો, “આ વખતે તેં ક્યાં હુમલો કર્યો હતો?” દાવિદ તેને કહેતો કે તે યહૂદિયાના દક્ષિણ ભાગમાં અથવા યરાહમએલી કુળના વતનમાં અથવા કેનીઓના પ્રદેશમાં ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan