Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 5:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મારા ભાઈઓ, એકબીજાની વિરુદ્ધ ફરિયાદ ન કરો, જેથી પ્રભુ તમારો ન્યાય કરે નહિ. ન્યાયાધીશ ન્યાય કરવાને આવી પહોંચ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ભાઈઓ, તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સામે બડબડાટ ન કરો જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ભાઈઓ અને બહેનો, એક બીજાની વિરૂદ્ધ ફરિયાદ ન કરો. જો તમે ફરિયાદ કરતા નહિ અટકાશો, તો તમે દોષિત થશો. ન્યાયાધીશને આવવાની તૈયારી છે!

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 5:9
21 Iomraidhean Croise  

જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છૂપાઈ રહેશે. પાપ તારા પર આધિપત્ય જમાવવા માગે છે, પણ તારે તેને અંકુશમાં લેવું જોઈએ.”


ખોરાકની શોધમાં આમતેમ ભટક્તા અને તૃપ્ત ન થાય તો ધૂરકિયાં કરતાં કૂતરાની જેમ તેઓ રખડે છે.


સમય આવ્યો છે. દિવસ આવી પહોંચ્યો છે. ખરીદનાર હરખાઈ જવાના નથી કે વેચનાર દુ:ખી થવાના નથી, કારણ, મારો કોપ સર્વ પર એક્સરખો ઊતરશે.


કોઈના પર વેર વાળવું નહિ કે તેને કાયમને માટે ધિક્કારવો નહિ. પરંતુ બીજાઓ પર પોતાની જાત જેટલો જ પ્રેમ રાખવો; હું પ્રભુ છું.


એ જ પ્રમાણે જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ, ત્યારે તમને ખબર પડી જશે કે તે સમય એકદમ નજીક આવી પહોંચ્યો છે.


એ જ પ્રમાણે તમે આ બધા બનાવો બનતા જુઓ, ત્યારે જાણજો કે તે પાસે જ, એટલે બારણા આગળ છે.


તેથી હેરોદિયાસને યોહાન પર વેરભાવ હતો, અને તે તેને મારી નંખાવવા ચાહતી હતી, પણ હેરોદને લીધે તે તેમ કરી શક્તી નહોતી.


આ બધી બાબતો બીજાઓને ઉદાહરણરૂપ થવા માટે બની અને આપણે જેઓ યુગોના અંતિમ દિવસોમાં જીવીએ છીએ તેમને ચેતવણી મળે માટે લખવામાં આવી છે.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.


કારણ, “જેવો પોતાના પર તેવો જ તારા માનવબધું પર પ્રેમ રાખ.” આ એક જ આજ્ઞામાં સમગ્ર નિયમશાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે.


આપણે અભિમાની, એકબીજાને ખીજવનાર કે એકબીજાની અદેખાઈ કરનાર ન બનવું જોઈએ.


મારા ભાઈઓ, એકબીજાની નિંદા ન કરો. જો કોઈ પોતાના ભાઈની નિંદા કરે કે ન્યાય કરે તો તે નિયમશાસ્ત્રની નિંદા અને ન્યાય કરે છે. જો તમે નિયમશાસ્ત્રનો ન્યાય કરો તો પછી તમે નિયમનું પાલન કરનારા નહિ, પણ તેના ન્યાયાધીશ બનો છો.


ફક્ત ઈશ્વર જ નિયમદાતા અને ન્યાયાધીશ છે. ફક્ત તે જ બચાવી શકે છે અને નાશ કરી શકે છે. તમારા સાથીભાઈનો ન્યાય કરનાર તમે કોણ છો?


મારા ભાઈઓ, પ્રભુને નામે બોલનાર સંદેશવાહકોને યાદ કરો. ધીરજથી દુ:ખો સહન કરવાનો તેમનો નમૂનો લો.


મારા ભાઈઓ, પ્રભુના આગમન સુધી ધીરજ રાખો. પોતાના ખેતરમાં મબલક પાક થાય તે માટે ખેડૂત કેવી ધીરજ રાખે છે! ધીરજથી તે પહેલા અને પાછલા વરસાદની રાહ જુએ છે.


પણ તેમણે જીવતાં તથા મરેલાંઓનો ન્યાય કરનાર ઈશ્વરને જવાબ આપવો પડશે.


બડબડાટ કર્યા વગર એકબીજાને માટે તમારાં ઘરો ખુલ્લાં મૂકો.


હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.


Lean sinn:

Sanasan


Sanasan