Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 5:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તમારે પણ ધીરજ રાખવી જોઈએ. પ્રભુના આગમનનો દિવસ નજીક છે, તેથી તમે ઉચ્ચ આશા રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે પણ ધીરજ રાખો, તમારાં મન દઢ રાખો; કેમ કે પ્રભુનું આગમન નજીક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમારે પણ ધીરજવાન થવું જોઈએે, આશા ન છોડશો. પ્રભુ ઈસુ ઘણો જલ્દી આવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 5:8
24 Iomraidhean Croise  

હે પ્રભુ, હું તો તમારા ઉદ્ધારની રાહ જોઉં છું!


હું પ્રભુની પ્રતીક્ષા કરું છું, મારો પ્રાણ પ્રતીક્ષા કરે છે; હું તેમનું વચન પૂર્ણ થવાની આશા રાખું છું.


પ્રભુની રાહ જો; બળવાન બન, હિમ્મતવાન થા; હવે પ્રભુની જ રાહ જો.


પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ.


સમય આવ્યો છે. દિવસ આવી પહોંચ્યો છે. ખરીદનાર હરખાઈ જવાના નથી કે વેચનાર દુ:ખી થવાના નથી, કારણ, મારો કોપ સર્વ પર એક્સરખો ઊતરશે.


પણ હું તો પ્રભુ તરફ તાકી રહીશ અને મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની વાટ જોઈશ. મારા ઈશ્વર મારું સાંભળશે.


નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.”


મક્કમ રહેજો, કારણ, એથી જ તમે તમારી જાતને બચાવી શકશો.


ઈસુએ જવાબ આપ્યો, “હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું તારે મને અનુસર.”


આપણે જે દેખાતું નથી તેની આશા રાખીએ છીએ, અને ધીરજથી તેની વાટ જોઈએ છીએ.


પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ.


બધા પ્રત્યે સહનશીલતા દાખવો, પ્રભુ નિકટ છે.


કારણ, અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે અમારો કેવો આવકાર કર્યો, કેવી રીતે તમે મૂર્તિઓ પાસેથી જીવતા અને સાચા ઈશ્વર તરફ તેમની સેવા કરવાને ફર્યા અને ઈશ્વરના પુત્ર, જેમને તેમણે મરેલાંમાંથી સજીવન કર્યા તે, એટલે આપણને આવનાર કોપથી બચાવનાર ઈસુના સ્વર્ગમાંથી આગમનની તમે કેવી રાહ જુઓ છો, એ વિષે એ લોકો પોતે જ પ્રચાર કરે છે.


છેવટે તમે જ અમારી આશા, આનંદ અને પ્રભુ ઈસુના આગમન સમયે તેમની સમક્ષ અમારી શોભાનો મુગટ છો.


આ રીતે તમે તમારાં મન દૃઢ કરો, જેથી આપણા પ્રભુ ઈસુ પોતાના લોક સાથે આવે ત્યારે ઈશ્વરપિતાની સમક્ષ તમે સંપૂર્ણ અને પવિત્ર થાઓ.


પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વર તરફ વાળો અને ખ્રિસ્તની મારફતે મળતી ધીરજ તમને પ્રાપ્ત થાઓ.


તમારું સોનુંરૂપું ક્ટથી ખવાઈ ગયું છે અને તે ક્ટ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે અને તમારા શરીરને અગ્નિની જેમ ભરખી જશે. આ છેલ્લા દિવસોમાં તમે ધનનો સંગ્રહ કર્યો છે.


મારા ભાઈઓ, એકબીજાની વિરુદ્ધ ફરિયાદ ન કરો, જેથી પ્રભુ તમારો ન્યાય કરે નહિ. ન્યાયાધીશ ન્યાય કરવાને આવી પહોંચ્યો છે.


સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે. તેથી તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ.


જે આ બધા વિષે પોતાની સાક્ષી આપે છે તે કહે છે, “ખરેખર, હું ત્વરાથી જ આવું છું!” “આમીન, આવો, પ્રભુ ઈસુ!”


Lean sinn:

Sanasan


Sanasan