Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તમારું સોનુંરૂપું ક્ટથી ખવાઈ ગયું છે અને તે ક્ટ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે અને તમારા શરીરને અગ્નિની જેમ ભરખી જશે. આ છેલ્લા દિવસોમાં તમે ધનનો સંગ્રહ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે. અને તેનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અને અગ્નિની જેમ તમારાં શરીરોને ખાઈ જશે. તમે છેલ્‍લા સમયને માટે સંપત્તિ સંઘરી રાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમારું સોનું અને ચાંદી કટાઈ જશે, અને તેનો કાટ તમારા ખોટાપણાની સાબિતી બનશે તે કાટ અજ્ઞિની જેમ તમારાં શરીરને ભરખી જશે. અંતકાળ સુધી તમે તમારો ખજાનો સંઘરી રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 5:3
19 Iomraidhean Croise  

લાબાને યાકોબને કહ્યું, “આ પથ્થરોનો ઢગલો આપણી બન્‍નેની વચમાં સાક્ષીરૂપ રહેશે.” તેથી તે સ્થળનું નામ ગાલએદ પડયું.


આ ઢગલો અને આ સ્મારકસ્તંભ આપણે માટે સાક્ષીરૂપ છે. હું તને નુક્સાન પહોંચાડવા કદી આ ઢગલાની પેલી તરફ આવીશ નહિ અને તારે પણ મને નુક્સાન પહોંચાડવા આ ઢગલાની કે સ્મારકસ્તંભની આ તરફ આવવું નહિ.


પછી યાકોબે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “તમે બધા એકત્ર થાઓ એટલે તમારા પર ભવિષ્યમાં શું શું વીતશે તે હું તમને જાહેર કરું:


તમે મારી ધરપકડ કરી છે તે જ મારી વિરુદ્ધની સાક્ષી છે. મારી રોગિષ્ટ દશા જ મારા અપરાધનો પુરાવો ગણાય છે.


આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે.


એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.”


તમે મારા લોકનો ભક્ષ કરો છો: તેમની ચામડી ઉતરડીને, હાડકાં ભાંગીને અને ટુકડા કરીને તમે તેમને માંસની જેમ બાફવા તૈયાર કરો છો.


પણ ભવિષ્યમાં એવા દિવસો આવે છે જ્યારે પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતો કરતાં ઊંચો કરાશે. ત્યાં ઘણી પ્રજાઓનાં ટોળેટોળાં ચાલ્યાં આવશે.


‘ઈશ્વર કહે છે, હું અંતિમ દિવસોમાં આમ કરીશ: હું મારા આત્માથી બધા માણસોનો અભિષેક કરીશ. તમારા પુત્રો અને પુત્રીઓ ઉપદેશ કરશે. તમારા યુવાનો સંદર્શનો જોશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


તેમનું શિક્ષણ સડાની માફક ફેલાતું જાય છે. એમાંના બે શિક્ષકો હુમનાયસ અને ફિલેતસ છે.


તેણે સર્વ લોકોને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે. પ્રભુ આપણી સાથે જે વચનો બોલ્યા તે બધાં તેણે સાંભળ્યા છે. તેથી તે તમારી વિરુદ્ધ સાક્ષી બનશે, જેથી તે તમને તમારા ઈશ્વર વિરુદ્ધ બંડ કરતાં રોકે.”


સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે,


જે દશ શિંગડાં તેં જોયાં તે અને પેલું પશુ પણ વેશ્યાનો તિરસ્કાર કરવા લાગશે. તેઓ તેનું બધું જ પડાવી લેશે અને તેને નગ્ન કરી દેશે. તેઓ તેનું માંસ ખાઈ જશે અને તેને અગ્નિમાં સળગાવી દેશે.


જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેનું નામ લખેલું ન હતું તેવા પ્રત્યેકને અગ્નિના કુંડમાં ફેંકી દેવામાં આવ્યો.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


Lean sinn:

Sanasan


Sanasan