યાકૂબનો પત્ર 5:12 - પવિત્ર બાઇબલ C.L.12 મારા ભાઈઓ, વિશેષે કરીને તમે વચન આપો ત્યારે સોગંદ ખાશો નહિ. આકાશના, પૃથ્વીના કે બીજા કોઈના સોગંદ ખાવા નહિ. જ્યારે તમારે “હા” કહેવું છે ત્યારે “હા” જ કહો અને જ્યારે “ના” પાડવી છે ત્યારે “ના” જ કહો; એ માટે કે તમને દોષિત ઠરાવવામાં ન આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશના નહિ કે પૃથ્વીના નહિ તેમ જ બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા ન થાય, માટે તમારી “હા” તે સાફ “હા” અને “ના” તે સાફ “ના” થાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય. Faic an caibideilપવિત્ર બાઈબલ12 મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો. Faic an caibideil |