Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે હે ધનિકો, મારું સાંભળો! તમારા પર આવી પડનાર દુ:ખોને લીધે રુદન અને વિલાપ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે ચાલો, શ્રીમંતો, તમારા પર પડનારાં સંકટોને લીધે તમે વિલાપ કરો અને રડો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 5:1
36 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


પોતાના ધન પર ભરોસો રાખનાર પાનખરનાં પાનની જેમ ખરી પડશે, પણ નેકજનો વસંતનાં પર્ણોની જેમ ખીલી ઊઠશે.


કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે.


વિલાપ કરો! કારણ, પ્રભુનો દિવસ પાસે છે. એ તો સર્વસમર્થ ઈશ્વર તરફથી સંહારનો દિવસ થશે.


લોકો તાટ પહેરીને રસ્તાઓ પર ફરે છે; તેઓ ચોકમાં અને ઘરના ધાબા પર વિલાપ કરે છે. પોક મૂકીને રડે છે.


તેથી શોક પ્રદર્શિત કરવા કંતાન પહેરો, વિલાપ કરો અને પોક મૂકીને રડો; કારણ, પ્રભુનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


“તમારી મા સિંહણ હતી, તે સિંહોની સાથે રહેતી હતી; તે વિકરાળ સિંહો વચ્ચે પોતાનાં બચ્ચાનું પાલનપોષણ કરતી હતી.


“હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર, અને હું, પ્રભુ પરમેશ્વર જે કહું છું તે જણાવ. તારે આ શબ્દો પોકારવાના છે. અહો કેવો ભયંકર દિવસ આવ્યો છે!


હે ખેડૂતો, દુ:ખી થાઓ, હે દ્રાક્ષવાડીના રખેવાળો, તમે પોક મૂકો, કારણ, ઘઉં અને જવ, અરે સઘળા પાકનો નાશ થયો છે.


હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી.


હે નશાબાજો, જાગો અને વિલાપ કરો; હે શરાબીઓ, પોક મૂકો. નવો દ્રાક્ષાસવ બનાવવા માટેની દ્રાક્ષોનો નાશ થયો છે.


શહેરના શ્રીમંતો ગરીબોનું શોષણ કરે છે. તેના લોકો જૂઠા અને બોલવે કપટી છે.


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


સૂર્યનો તાપ તપે છે એટલે ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. તેમજ તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ પ્રમાણે, ધનવાન પણ જ્યારે પોતાના ધંધા રોજગારમાં મશગૂલ હશે ત્યારે તે નાશ પામશે.


પણ તમે તો ગરીબોનું અપમાન કરો છો. તમારા પર જુલમ ગુજારનારાઓ અને તમને કોર્ટમાં ઘસડી લઈ જનારા ધનવાનો જ છે.


“આજે કે આવતી કાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી વેપાર કરીને કમાઈશું.” એવું કહેનારા તમે મારું સાંભળો.


દુ:ખી થાઓ, વિલાપ કરો ને રુદન કરો. તમારા હાસ્યને રુદનમાં અને આનંદને શોકમાં ફેરવી નાખો.


Lean sinn:

Sanasan


Sanasan