Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 3:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેમ જીભ પણ અગ્નિ જેવી છે. એ તો જૂઠની દુનિયા છે. અન્ય અવયવો સાથે તેને પણ આપણા શરીરમાં સ્થાન છે. આપણા સમગ્ર વ્યક્તિત્વની મારફતે તે ભૂંડાઈ ફેલાવે છે. તેની મારફતે આવતા નર્કાગ્નિથી આપણા સમગ્ર અસ્તિત્વને તે સળગાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે, અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 3:6
62 Iomraidhean Croise  

પછી આબ્શાલોમે અહિથોફેલ તરફ ફરીને પૂછયું, “હવે આપણે અહીં શું કરવું એ વિષે તું શી સલાહ આપે છે?”


ઇઝરાયલીઓએ જવાબ આપ્યો, “દાવિદ તમારામાંનો હોવા છતાં રાજા તરીકે તેના પર અમારો દસગણો અધિકાર છે તો પછી તમે અમને શા માટે ઉતારી પાડો છે? રાજાને પાછા લાવવાની વાત કરનાર પ્રથમ અમે હતા એ ભૂલી જશો નહિ.” પણ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસો કરતાં તેમનો દાવો રજૂ કરવામાં વધારે જોરદાર હતા.


અબિયા અને તેના સૈન્યે ઇઝરાયલીઓનો ભારે સંહાર કર્યો. ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા સૈનિકો માર્યા ગયા.


તેમની જીભ સાપની જીભ જેવી ક્તિલ છે, અને તેમના શબ્દો નાગના વિષ જેવા ઘાતક છે. (સેલાહ)


તેઓ પોતાની જીભોને તલવાર જેવી તીક્ષ્ણ બનાવે છે, તેઓ કટુ વાગ્બાણ તાકે છે.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


અધમ માણસ તરકટ રચે છે; તેના મુખમાં ભભૂક્તા અગ્નિ જેવા હાનિકારક શબ્દો છે.


જૂઠાણાં પર જૂઠાણાં ઉચ્ચારતો સાક્ષી, અને સગાસંબંધીઓમાં ઝઘડાટંટા સળગાવનાર વ્યક્તિ,


તેઓ તને ‘વ્યભિચારી’ સ્ત્રીથી અને લોભામણી વાતો કરનાર વેશ્યાથી બચાવશે.


જુઓ, પ્રભુ પોતે દૂરથી આવતા દેખાય છે. તેમનો ક્રોધ ભભૂકી રહ્યો છે અને ધૂમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે. તેમના હોઠ રોષે ભરેલા છે અને તેમની જીભ ભરખી જતી અગ્નિની જ્વાળા જેવી છે.


પણ હાલ જેઓ અગ્નિ પેટાવે છે અને સળગતી મશાલો ધરાવે છે તેવા તમે તમારા પેટાવેલ અગ્નિના અને સળગતી મશાલોના પ્રકાશમાં ચાલો. પ્રભુને હાથે તમારા આવા હાલ થશે: તમે વેદનામાં રિબાયા કરશો.


હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’


તેથી પ્રભુ તારે વિષે આ પ્રમાણે કહે છે. હું તને પૃથ્વીના પડ પરથી ફેંકી દઈશ. તેં લોકોને પ્રભુની વિરુદ્ધ બંડ કરવા માટે ઉશ્કેર્યા છે. તેથી તું આ વર્ષે જ મૃત્યુ પામશે.”


આ યુવતીઓ તેમને તેમના દેવોના યજ્ઞોની મિજબાનીમાં બોલાવતી. ઇઝરાયલના કેટલાક લોકો એમનું ભોજન જમતા અને તેમના દેવોની પૂજા પણ કરતા. આમ, તેઓ પયોરના દેવ બઆલની ભક્તિમાં સામેલ થયા. આથી ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.


પયોર ખાતે બલામની સલાહથી આવી વિધર્મી સ્ત્રીઓએ જ ઇઝરાયલી લોકોને પ્રભુ પ્રત્યે બેવફા બનાવ્યા હતા, અને તેથી પ્રભુની જમાતમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો.


એ સાંભળીને ફરોશીઓએ લોકોને જવાબ આપ્યો, આ માણસ તો દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે.


પણ હવે હું તમને કહું છું: જે કોઈ પોતાના ભાઈ પર વિનાકારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને ’મૂર્ખ!’ કહેશે, તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે કોઈ પોતાના ભાઈને ’બેવકૂફ’ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે.


બહારથી કોઈપણ વસ્તુ માણસના પેટમાં જઈને તેને અશુદ્ધ કરી શક્તી નથી; પણ જે બાબતો માણસના દયમાંથી બહાર આવે છે તે તેને અશુદ્ધ કરે છે.


તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહામ! મારા પર દયા કરો, અને લાઝરસને મોકલો કે જેથી તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડક વાળે; કારણ, આ અગ્નિમાં હું અસહ્ય વેદના ભોગવું છું!’


એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે.


પિતરે તેને પૂછયું, “અનાન્યા, શેતાનને તેં તારા દયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ, જમીન વેચવાથી મળેલા પૈસામાંથી અમુક રકમ તેં રાખી મૂકી છે.


પછી તેઓ કેટલાક માણસોને તેની વિરુદ્ધ જુઠ્ઠું બોલવા અંદર લાવ્યા.


“જો તમારો સગો ભાઈ, તમારો પુત્ર કે તમારી પુત્રી, તમારી પ્રિય પત્ની કે તમારો દિલોજાન મિત્ર તમને ખાનગીમાં લલચાવે અને જે દેવદેવીઓને તમે જાણતા નથી કે તમારા પૂર્વજો પણ જાણતા નહોતા તેમને વિષે કહે કે, ‘ચાલો, આપણે એમની પૂજા કરીએ’;


તેમને બોલતા બંધ કરી દેવા જોઈએ. કારણ, તેઓ ખોટું શિક્ષણ આપીને કેટલાંયે કુટુંબોને બરબાદ કરે છે. તેમનો ઇરાદો તો પૈસા કમાવાનો છે અને તે શરમજનક છે.


તમને આપવામાં આવેલા સારા નામનું તેઓ જ ભૂંડું બોલે છે.


દરેક પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ, સર્પટિયાં અને માછલાંને માણસે કાબૂમાં રાખ્યાં છે,


સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે,


તેથી હું આવીશ ત્યારે તેનાં બધાં કાર્યો જાહેર કરીશ. તે મારા વિષે ભૂંડી વાતો બોલ્યા કરે છે. વળી, એટલું પૂરતું ન હોય તેમ તે ભાઈઓનો આવકાર કરતો નથી. જેઓ તેમનો આવકાર કરે છે તેમને તે તેમ કરતાં અટકાવે છે અને તેમને મંડળીની બહાર મૂકે છે.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


અને પ્રથમ પશુની હાજરીમાં તેને જે ચમત્કારો કરવા દેવામાં આવતા હતા તેને લીધે તે બધાં પૃથ્વીવાસીઓને ભુલાવામાં નાખતું હતું. પેલું પ્રથમ પશુ જે તલવારથી ઘવાયું હતું છતાં જીવતું હતું તેના માનમાં તેની પ્રતિમા બનાવવા તે લોકોને સમજાવતું હતું.


હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan