Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 3:18 - પવિત્ર બાઇબલ C.L.

18 શાંતિ કરાવનારાઓ શાંતિનાં જે બીજ વાવે છે તેના ફળરૂપે સદ્ભાવના નીપજે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 3:18
13 Iomraidhean Croise  

તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ફળવંત રહેશે; તેઓ સદા રસસભર અને તાજા રહેશે.


દુષ્ટોની કમાણી ઠગારી નીવડે છે, પણ નેકી વાવનારને ઉત્તમ પુરષ્કાર મળે છે.


પોતાના ધન પર ભરોસો રાખનાર પાનખરનાં પાનની જેમ ખરી પડશે, પણ નેકજનો વસંતનાં પર્ણોની જેમ ખીલી ઊઠશે.


નેક આચરણનું ફળ એ જીવનનું વૃક્ષ છે, પણ જ્ઞાની જિંદગીઓ ઉગારી લે છે.


મેં કહ્યું, ‘તમારે માટે પડતર જમીનનું ખેડાણ કરો, નેકી વાવો અને મારા પ્રત્યેની તમારી નિષ્ઠાથી મળતી ફસલ પ્રાપ્ત કરો. હું આવીને તમારા પર આશિષની વૃષ્ટિ કરું ત્યાં સુધી મારી પાસે હા, તમારા પ્રભુ પાસે પાછા ફરવાનો આ સમય છે’.


શું ઘોડા ખડક પર દોડી શકે? શું બળદોથી દરિયાને ખેડી શકાય? છતાં તમે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં અને સત્યને જૂઠમાં ફેરવી નાખ્યાં છે.


માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને પોતાના પુત્રો કહેશે.


જે માણસ ફસલ કાપે છે તેને બદલો મળે છે અને સાર્વકાલિક જીવન માટે તે સંગ્રહ કરે છે. તેથી જે માણસ વાવે છે અને જે માણસ કાપે છે તેઓ બંને સાથે આનંદ પામશે.


જો તે માનવી સ્વભાવ પ્રમાણે વાવે, તો તે વિનાશ લણશે. પણ જો તે પવિત્ર આત્મા પ્રમાણે વાવે, તો તેમાંથી તે પવિત્ર આત્માથી સાર્વકાલિક જીવન લણશે.


અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ.


કોઈપણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી નથી, બલ્કે દુ:ખદાયક લાગે છે. પણ પાછળથી એવી શિક્ષા દ્વારા કેળવાયેલાઓનાં જીવન ઈશ્વરપરાયણતા અને શાંતિમાં પરિણમે છે.


ઈશ્વરનો ન્યાયી ઇરાદો કંઈ માણસના ગુસ્સાથી ફળીભૂત થતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan