Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પણ તમે તો ગરીબોનું અપમાન કરો છો. તમારા પર જુલમ ગુજારનારાઓ અને તમને કોર્ટમાં ઘસડી લઈ જનારા ધનવાનો જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ કરતા નથી? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 2:6
38 Iomraidhean Croise  

કારણ, તેણે ગરીબો પર જુલમ ગુજાર્યો છે અને તેમની અવગણના કરી છે; બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડયાં છે.


નિરાધાર શિકાર પટકાઈ પડે છે; પાશવી બળ આગળ તે હારી જાય છે.


પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


અહંકારી દુષ્ટો ગરીબોને ખૂબ સતાવે છે; દુષ્ટોના પ્રપંચમાં ગરીબો ફસાઈ જાય છે.


તે ગામ બહાર છૂપી જગાએ સંતાઈને બેસે છે; તે લાચાર લોકોની હત્યા કરવા ટાંપીને બેસે છે; તે નિરાધાર શિકારોની જાસૂસી કરે છે.


પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”


ઓ દુરાચારીઓ, તમે દીનજનોની આકાંક્ષાઓ તોડી પાડો છો, પરંતુ પ્રભુ તેમનો આશ્રય છે.


ગરીબો પર જુલમ ગુજારનાર પોતાના સર્જનહારનું અપમાન કરે છે; પણ કંગાલો પ્રત્યે દયા દર્શાવનાર ઈશ્વરને સન્માન આપે છે.


ગરીબની મજાક કરનાર તેના સર્જનહારનો ઉપહાસ કરે છે, બીજાની આપત્તિની વેળાએ હસનારને ઈશ્વર જરૂર શિક્ષા કરશે.


ગરીબે કાલાવાલા કરવા પડે છે; પણ ધનવાનની વાણીમાં ઉદ્ધતાઈ હોય છે.


પોતાની ધનદોલત વધારવા ગરીબો પર જુલમ ગુજારનાર અને ધનવાનોને બક્ષિસો આપનાર, જાતે જ કંગાલાવસ્થામાં આવી પડશે.


ધનવાન ગરીબ પર આધિપત્ય જમાવે છે, અને લેણદાર દેણદારનો દાસ બને છે.


જો તું કોઈ રાજ્યમાં ગરીબો પર જુલમ થતો જુએ અને તેમના ન્યાય અને હક્ક ઊંધા વળાતા જુએ તો તેથી તું આશ્ર્વર્ય પામીશ નહિ; કારણ, ત્યાં દરેક અધિકારીને તેના ઉપરી અધિકારીનું રક્ષણ હોય છે અને તે બન્‍નેને તેમના સૌથી મોટા અધિકારીનું રક્ષણ હોય છે.


તે તો માણસોથી તિરસ્કાર પામેલો અને તરછોડાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. તે તો જેને જોઈને માણસો પોતાનું મુખ સંતાડી દે તેવો ઉપેક્ષા પામેલો હતો અને આપણે તેને વિસાત વિનાનો ગણ્યો.


હે સમરૂનની સ્ત્રીઓ, તમે આ સંદેશ સાંભળો: તમે તો સારો ખોરાક ખાઈને તગડી બનેલી બાશાનની ગાયો જેવી છો. તમે નિર્બળોને કચડો છો. ગરીબો પર જુલમ કરો છો અને તમારા પતિઓને “લાવો, અમને મદિરા પાઓ,” એમ સતત કહ્યા કરો છો.


તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.


ગરીબો પર છૂપી રીતે અત્યાચાર કરવામાં આનંદ માનનારા લોકોની જેમ, તેના સૈન્યે અમને વેરવિખેર કરી નાખવા અમારા પર પ્રચંડ હુમલો કર્યો. ત્યારે તમે તેના સેનાપતિને તમારા બાણથી વીંધી નાખ્યો.


વિધવાઓ, અનાથો, તમારી મધ્યે વસતા પરદેશીઓ અથવા તંગીમાં હોય એવા કોઈના ઉપર જુલમ ન ગુજારો. એકબીજાને નુક્સાન કરવાની પેરવી ન કરો.’


ઈસુએ જવાબ આપ્યો, “મને ભૂત વળગ્યું નથી. હું મારા પિતાને માન આપું છું, પરંતુ તમે મારું અપમાન કરો છો.


પણ યહૂદીઓએ શહેરના અગ્રગણ્ય માણસોને તેમજ ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવનાર અને ભક્તિભાવી સ્ત્રીઓને ઉશ્કેર્યાં. તેમણે પાઉલ અને બાર્નાબાસની સતાવણી શરૂ કરી અને તેમને તેમના પ્રદેશમાંથી કાઢી મૂક્યા.


પણ તેઓ તેમને મળ્યા નહિ એટલે યાસોન અને બીજા ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે લઈ ગયા અને બૂમો પાડી, “આ લોકોએ આખી દુનિયામાં ઊથલપાથલ કરી મૂકી છે અને હવે આપણા શહેરમાં પણ આવ્યા છે અને યાસોને તેમને પોતાના ઘરમાં રાખ્યા છે.


ગાલિયો ગ્રીસનો રોમન રાજ્યપાલ બન્યો ત્યારે યહૂદીઓએ એકત્ર થઈને પાઉલને પકડયો અને તેને કોર્ટમાં લઈ ગયા.


પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં.


આથી કેટલાક ભૂખ્યા રહે છે, જ્યારે બીજા કેટલાક પીને મસ્ત બને છે. શું ખાવાપીવા માટે તમારે પોતાનાં ઘર નથી? કે પછી તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો અને તંગી વેઠતા લોકોને શરમમાં નાખવા માગો છો? આ વિષે તમે મારી પાસે શી અપેક્ષા રાખો છો? હું શું કહું? અલબત્ત, આ બાબતમાં હું તમારી પ્રશંસા કરી શકું તેમ નથી.


જો તમે કિંમતી પોશાક પહેરેલાને માન આપો અને કહો, “આ સારી જગ્યાએ બેસો,” પણ પેલા ગરીબને કહો, “ઊભો રહે,” અથવા “મારા પગ પાસે અહીં જમીન પર બેસી જા”


તમારા ખેતરોમાંના મજૂરોને હજી સુધી તમે વેતન આપ્યું નથી. તેમની ફરિયાદો સાંભળો! તમારા ખેતમજૂરોની બૂમ સર્વસમર્થ ઈશ્વર પ્રભુને કાને પહોંચી છે.


તમે નિર્દોષ માણસને દોષિત ઠરાવ્યો છે અને મારી નાખ્યો છે અને તેણે તમારો સામનો ય કર્યો નહોતો.


Lean sinn:

Sanasan


Sanasan