Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યાં?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 2:5
54 Iomraidhean Croise  

મિખાયા બોલી ઊઠયો, “તમે સહીસલામત પાછા ફરો તો જાણજો કે પ્રભુ મારા દ્વારા બોલ્યા નથી.” વળી, તેણે કહ્યું, “સૌ લોકો, મારું કહેવું સાંભળો!”


તેથી હે સમજુ માણસો, મારી વાત સાંભળો; ‘ઈશ્વર દુષ્ટતા આચરે કે સર્વસમર્થ ખોટું કરે,’ એવું કથન તો અઘોર ઈશ્વરનિંદા કહેવાય.


ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે.


માટી પર મુદ્રાની છાપ ઊપસે તેમ પ્રભાતનો પ્રકાશ પૃથ્વીને તાદશ્ય કરે છે; તે બદલેલાં વસ્ત્રની જેમ દીપી ઊઠે છે.


પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું.


કેટલાક શ્રીમંતાઈનો ડોળ કરે છે, પણ વાસ્તવમાં તેમની પાસે કશું હોતું નથી; કેટલાક ગરીબીનો દેખાવ કરે છે; પણ તેમની પાસે અઢળક સંપત્તિ હોય છે.


તેથી મારા પુત્ર, મારી વાત સાંભળ, અને મારા શબ્દો પર લક્ષ આપ.


હવે પુત્રો, મારી વાત સાંભળો, મારી આજ્ઞાઓ પાળનાર ધન્યવાદને પાત્ર છે.


પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.”


નમ્રજનો ફરીથી પ્રભુમાં આનંદ કરશે અને કંગાલો ઈશ્વરમાં હરખાશે.


ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે.


તેથી તે દિવસે કરાર રદ થઈ ગયો. ઘેટાંની લેવેચ કરનારાઓ મને એ બધું કરતાં જોઈ રહ્યા હતા અને તેમને ખબર હતી કે એ દ્વારા પ્રભુ વાત કરી રહ્યા છે.


ઘેટાંની લે-વેચ કરનારાઓએ મને ભાડૂતી માણસ તરીકે રાખ્યો અને હું ક્તલ થવાનાં ઘેટાંનો પાળક બન્યો. મેં બે લાકડી લીધી: એકને મેં ‘સદ્ભાવના’ કહી અને બીજીને ‘એક્તા’ કહી. હું ઘેટાંની સંભાળ લેતો.


આંધળા દેખતા થાય છે, લંગંડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે અને દીનજનોને શુભસંદેશપ્રગટ કરવામાં આવે છે.


ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો.


અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે.


પછી ઈસુએ ફરી જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે બધા મારું સાંભળો અને સમજો.


ઈસુએ અંતમાં કહ્યું, “જે કોઈ પોતાને માટે સંપત્તિ એકઠી કરે છે, પણ ઈશ્વરની દૃષ્ટિમાં સંપત્તિવાન નથી, તેની આવી જ દશા થાય છે.”


“ઓ નાના ટોળા, તું ગભરાઈશ નહિ, કારણ, તારા પિતાની ઇચ્છા તને રાજ્ય આપવાની છે.


તે ગરીબ માણસ મરી ગયો અને દૂતો તેને અબ્રાહામની પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો.


પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.


અને મારા પિતાએ જેમ મને રાજ્યાધિકાર આપ્યો છે, તેમ હું પણ તમને આપું છું.


ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું, “તમ ગરીબોને ધન્ય છે;


શું કોઈ આગેવાને અથવા કોઈ ફરોશીએ તેના પર વિશ્વાસ મૂક્યો હોય એવું જાણ્યું છે?


સ્તેફને જવાબ આપ્યો, “ભાઈઓ અને ધર્મપિતૃઓ! મારું સાંભળો: આપણો પૂર્વજ અબ્રાહામ હારાનમાં રહેવા ગયો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, અને ત્યારે મહિમાવંત ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું,


આમ, ઈશ્વરનાં બાળકો હોવાથી આપણે તેમના વારસદાર છીએ; એટલે કે, ઈશ્વરના વારસામાં ખ્રિસ્તની સાથે સહભાગી છીએ. કારણ, જો આપણે ખ્રિસ્તના દુ:ખમાં ભાગીદાર થઈએ, તો તેમના મહિમાના ભાગીદાર પણ બનીશું.


શાસ્ત્રમાં લખેલું છે, “માનવીએ જે વાનાં કદી જોયાં નથી, જેના વિષે કદી સાંભળ્યું નથી, અને જેના વિષે કલ્પનાયે કરી ન હોય, તે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યાં છે.”


આ બધું તમારા લાભ માટે જ છે, અને જેમ જેમ વધુ ને વધુ લોકોને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે, તેમ તેમ ઈશ્વરના મહિમાર્થે તેઓ વિશેષ આભારસ્તુતિ કરશે.


અમને દુ:ખી કરવામાં આવ્યા હોવા છતાં અમે હંમેશા આનંદ કરીએ છીએ; અમે ગરીબ હોવા છતાં પણ બીજાને ધનવાન બનાવીએ છીએ; અમારી પાસે કંઈ જ નથી, છતાં અમારી પાસે બધું જ છે.


કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.


મારી પ્રાર્થના છે કે તમે તેમનો પ્રકાશ નિહાળી શકો તે માટે તમારાં મન ખુલ્લાં થાય; જેથી જે આશાને માટે તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પોતાના લોકોને તે કેવો સમૃદ્ધ મહિમાવંત વારસો આપે છે,


ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું;


તમને પોતાનાં રાજ્ય અને મહિમાના ભાગીદાર થવા આમંત્રણ આપનાર ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો તે માટે અમે તમને બોધ કર્યો હતો, પ્રોત્સાહન આપ્યું હતું અને અનુરોધ કર્યો હતો.


એ જ ઈશ્વરના સાચા ન્યાયની સાબિતી છે. કારણ, દુ:ખ સહન કરવાથી તમે ઈશ્વરના રાજને માટે યોગ્ય ગણાશો.


સારું કરે, સારાં કાર્યો કરવામાં ધનવાન બને, ઉદાર બને અને બીજાઓને મદદ કરવા તત્પર બને.


ખરેખર, હું સિંહના મુખમાંથી બચી ગયો. પ્રભુ મને સર્વ દુષ્ટતાથી બચાવશે તથા તેમના સ્વર્ગીય રાજમાં સહીસલામત લઈ જશે. તેમનો સદાસર્વકાળ મહિમા હો! આમીન.


હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


ઇજિપ્તના સર્વ દ્રવ્યભંડારો કરતાં તેણે ખ્રિસ્તને માટે નિંદા સહન કરવાનું ઉત્તમ ગણ્યું. કારણ, તેની દૃષ્ટિ ભાવિ પ્રતિફળ પર મંડાયેલી હતી.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


મારા પ્રિય ભાઈઓ, છેતરાશો નહિ.


મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ.


કોઈ ગરીબ ભાઈને ઈશ્વર ઉચ્ચ પદવી આપે,


અને ઈશ્વરે પોતાના લોકોને માટે રાખી મૂકેલો વારસો મેળવવાની આપણે અપેક્ષા રાખીએ છીએ. ઈશ્વરે તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂક્યો છે અને તે અવિનાશી, નિર્મળ અને અક્ષય છે.


આ રીતે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના સાર્વકાલિક રાજ્યમાં પ્રવેશ પામવાને તમે પૂરા હક્કદાર બનશો.


“તારી યાતનાઓ અને ગરીબાઈ હું જાણું છું. જો કે તું તો ખરેખર શ્રીમંત છે! જેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પરંતુ શેતાનના સભાગૃહના છે તેઓ તારી કેવી નિંદા કરે છે તે પણ હું જાણું છું.


જે વિજય પ્રાપ્ત કરશે તે મારી પાસેથી આ બધું મેળવશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે.


તેથી ધનવાન થવા માટે મારી પાસેથી ચોખ્ખું સોનું વેચાતું લે, તારી શરમજનક નગ્નતા ઢાંકવા માટે મારી પાસેથી સફેદ વસ્ત્રો વેચાતાં લે. તું જોઈ શકે માટે મારી પાસેથી અંજન વેચાતું લે.


યોથામે જ્યારે તે જાણ્યું ત્યારે તે જઈને ગરીઝીમ પર્વત પર ઊભો રહ્યો અને તેમને મોટે ઘાંટે કહ્યું, “ઓ શખેમના માણસો, મારું સાંભળો, અને ઈશ્વર તમારું પણ સાંભળશે!


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


Lean sinn:

Sanasan


Sanasan