Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 2:23 - પવિત્ર બાઇબલ C.L.

23 આથી શાસ્ત્રવચન સાચું પડયું કે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.” તેથી અબ્રાહામને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે. “ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને તે તેને માટે ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો, અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એટલે આ શાસ્ત્રવચન સત્ય ઠર્યું કે જેમાં કહેલું છે, ‘ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને માટે ન્યાયીપણા અર્થે ગણવામાં આવ્યો; અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.” ઈબ્રાબિમને “દેવનો મિત્ર” કહેવામા આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 2:23
22 Iomraidhean Croise  

અબ્રામે એ સંબંધી પ્રભુ પર વિશ્વાસ કર્યો અને તેથી પ્રભુએ તેના પર પ્રસન્‍ન થઈને તેનો સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.


પ્રાદેશિક અધિકારીઓનો ઉપરી: નાથાનનો પુત્ર અમાર્યા. રાજાનો સલાહકાર અને મિત્ર: નાથાનનો પુત્ર ઝાબૂદ.


તમે અમારા ઈશ્વર છો. તમારા લોક ઇઝરાયલીઓ આ દેશમાં આવ્યા ત્યારે અહીંના સઘળા મૂળ વતનીઓને હાંકી કાઢયા, અને તમારા મિત્ર અબ્રાહામના વંશજોને હંમેશને માટે આ દેશ આપ્યો.


જેમ કોઈ મિત્ર પોતાના મિત્ર માટે અરજ કરે, તેમ તે મારે માટે લવાદી કરે તો કેવું સારું!


માણસ જેમ પોતાના મિત્ર સાથે વાત કરે તેમ પ્રભુ મોશે સાથે રૂબરૂ વાત કરતા. પછી મોશે છાવણીમાં પાછો આવતો. પરંતુ મોશેનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ તો મંડપમાં જ રહેતો.


પણ હે મારા સેવક ઇઝરાયલ, હે યાકોબ, મારા મિત્ર અબ્રાહામના સંતાન, મેં તને પસંદ કર્યો છે.


તમે આ શાસ્ત્રભાગ તો વાંચ્યો જ હશે: ‘મકાન બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે.


તેમણે ઈસુની સાથે બે લૂંટારાઓને પણ ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ.


તે તેમને કહેવા લાગ્યા, “આજે આ શાસ્ત્રભાગ તમે તે વંચાતો સાંભળ્યો ત્યારે જ પરિપૂર્ણ થયો છે.”


“મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી.


આરંભથી પસંદ કરેલા લોકને ઈશ્વરે ત્યજી દીધા નથી. એલિયાએ ઇઝરાયલ પ્રજા વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી એ પ્રસંગમાં શાસ્ત્ર શું કહે છે તે તમે જાણો છો?


કારણ, શાસ્ત્રકથન ઇજિપ્તના રાજા ફેરો વિષે કહે છે: “તારી મારફતે હું મારું સામર્થ્ય દર્શાવું, અને મારું નામ આખી પૃથ્વી ઉપર જાહેર થાય, માટે મેં તને રાજા બનાવ્યો છે.”


પણ શાસ્ત્રમાં લખેલું છે કે, સમગ્ર દુનિયા પાપની સત્તા નીચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે વરદાનો મળે છે તે તો વિશ્વાસ કરનારાઓને જ પ્રાપ્ત થાય છે.


અબ્રાહામને લક્ષમાં લો: “તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને એને લીધે ઈશ્વરે સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે તેનો સ્વીકાર કર્યો.”


એમાંનું દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.


માણસ માત્ર વિશ્વાસથી જ નહિ, પણ કાર્યથી ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે.


“મેં મૂલ્યવાન પથ્થરને પસંદ કર્યો હતો અને હવે હું તેને આધારશિલા તરીકે સિયોનમાં મૂકું છું; જે કોઈ તેનામાં વિશ્વાસ મૂકશે તે કદી નિરાશ થશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan