Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 2:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પણ કોઈ કહેશે, “એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે, જ્યારે બીજા પાસે કાર્યો છે.” મારો જવાબ છે: “કાર્યો વગર વિશ્વાસ કેવી રીતે બતાવી શકાય તે મને સમજાવો. હું મારા વિશ્વાસને મારાં કાર્યો દ્વારા દર્શાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 હા, કોઈ કહેશે, “તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ, અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હા, કોઈ કહેશે, ‘તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે, તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 2:18
20 Iomraidhean Croise  

તે જે ખાય છે તે સંબંધી તેના મનમાં શંકા હોય, તો ઈશ્વર તેને દોષિત ઠરાવે છે; કારણ, તેનું કાર્ય વિશ્વાસ ઉપર આધારિત નથી. જેનો આધાર વિશ્વાસ ઉપર નથી તે પાપ છે.


છેવટે, આ બાબત સ્પષ્ટ થાય છે કે માણસ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી નહિ, પણ ફક્ત વિશ્વાસથી જ ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે.


જે માણસને ઈશ્વર તેનાં કાર્યોને લક્ષમાં લીધા વિના જ તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણે છે, તેને ધન્ય છે, એવું દાવિદ પણ કહે છે:


જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમને માટે કોઈ સજા નથી;


તમારામાંથી કદાચ કોઈ કહેશે કે, “જો એમ જ હોય, તો ઈશ્વર માણસનો વાંક કેવી રીતે કાઢી શકે? કારણ, ઈશ્વરની ઇચ્છાને કોણ અટકાવી શકે?”


જો મારી પાસે ઈશ્વરપ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી.


જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તે નવું સર્જન બની જાય છે; જૂનું ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


સારાં કાર્યો કરવામાં તું જાતે જ નમૂનારૂપ બનજે. તારા શિક્ષણમાં પ્રામાણિક અને ગંભીર બન.


વિશ્વાસને લીધે જ ઈશ્વરને આધીન નહિ થનારા લોકો સાથે રાહાબ વેશ્યાનો સંહાર થયો નહિ. કારણ, રાહાબે જાસૂસોને મૈત્રીભર્યો આવકાર આપ્યો હતો.


તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં.


કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શક્તી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે.


મારા ભાઈઓ, જો કોઈ એમ કહે કે, “મને વિશ્વાસ છે” પણ તેનાં કાર્યો તેવું પુરવાર કરતાં ન હોય તો તેથી શો ફાયદો?


શું તમારામાં કોઈ જ્ઞાની અને સમજુ છે? તો ઉત્તમ જીવનથી, નમ્રતાથી અને જ્ઞાનથી કરેલાં પેતાનાં સારાં કાર્યો દ્વારા તેણે તે પુરવાર કરવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan