Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુ તેને કંઈક આપશે તેવી ધારણા તેણે રાખવી જોઈએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 બે મનવાળું માણસ પોતાના સર્વ કાર્યમાં અસ્થિર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 1:8
13 Iomraidhean Croise  

એલિયાએ લોકો પાસે જઈને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી બે મન વચ્ચે ડગમગ થયા કરશો? યાહવે ઈશ્વર હોય તો તેમની ઉપાસના કરો; પણ બઆલ ઈશ્વર હોય તો તેની ઉપાસના કરો.” પણ લોકો એક શબ્દ પણ બોલ્યા નહિ.


એમ તેઓ પ્રભુની ઉપાસના કરતા, પણ સાથે પોતે જે દેશોમાંથી આવ્યા હતા ત્યાંના રીતરિવાજ પ્રમાણે તેમણે તેમના પોતાના દેવોની ઉપાસના કરવાનું પણ ચાલુ રાખ્યું.


એમ એ પ્રજાઓ પ્રભુની ઉપાસના કરતી તો સાથે સાથે તેમની કોરેલી મૂર્તિઓની પૂજા પણ કરતી, અને આજ દિન સુધી તેમના વંશજો પણ એમ જ કરતા આવ્યા છે.


હું બેવડું બોલનારને ધિક્કારું છું; પરંતુ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.


પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે.


તેમનાં હૃદયો કપટી છે, અને હવે પોતાનાં પાપ માટે તેમણે સહન કરવું પડશે. ઈશ્વર તેમની વેદીઓ તોડી પાડશે અને તેમના પૂજાસ્તંભોનો નાશ કરશે.


આંખ શરીરને માટે પ્રકાશરૂપ છે. જો તમારી આંખ નિર્મળ હોય તો તમારું સમગ્ર શરીર પ્રકાશમય રહેશે.


કોઈપણ વ્યક્તિ બે શેઠની નોકરી કરી શકે નહિ. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહિ.


એવો માણસ નથી નિર્ણય કરી શક્તો કે નથી તેના વ્યવહારવર્તનમાં સ્થિર રહી શક્તો. એવો માણસ દંભી છે.


ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો.


તેમની આંખો વાસનાથી ભરેલી છે, અને પાપ કરતાં ધરાતી નથી. તેઓ નબળા મનના માણસોને સકંજામાં સપડાવે છે. તેમનાં હૃદયો લોભથી રીઢાં થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના શાપ નીચે છે.


આ વિષયની છણાવટ કરતા બધા પત્રોમાં તેણે એ જ કહેલું છે. તેના પત્રોમાં કેટલીક બાબતો એવી છે કે જે સમજવી મુશ્કેલ છે અને અજ્ઞાન અને અસ્થિર માણસો, શાસ્ત્રના બીજા પાઠો વિષે કરે છે તેમ તેમનો પણ મારીમચડીને ખોટો અર્થ કરે છે અને એમ પોતાનો વિનાશ વહોરી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan