Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જે વ્યક્તિ પરીક્ષણમાં પાર ઊતરે છે તે સુખી થાય છે. કારણ પરીક્ષણમાંથી પાર ઊતરનાર વ્યક્તિ દેવમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. તેથી દેવ તેને બદલામાં અનંતજીવન આપશે. બધા લોકો જે દેવને ચાહે છે તે દરેકને દેવે આ વચન આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 1:12
49 Iomraidhean Croise  

થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહામની ક્સોટી કરી. તેમણે તેને કહ્યું, “અબ્રાહામ!” અબ્રાહામે જવાબ આપ્યો, “હા પ્રભુ.”


“હે આકાશના ઈશ્વર યાહવે, તમે મહાન અને આદરણીય છો. તમારા પર પ્રેમ રાખનારાઓ અને તમારી આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે તમે વિશ્વાસુ રહીને તમારા કરારનું વચન પાળો છો.


યોબે તેને કહ્યુ: “તું તો કોઈ નાદાન સ્ત્રીની જેમ બોલે છે! શું ઈશ્વર પાસેથી આપણે સુખ જ સ્વીકારીએ. અને દુ:ખ ન સ્વીકારીએ?” એવી વિપત્તિમાં પણ યોબે પોતાના મુખે પાપ કર્યું નહિ.


ઈશ્વર જેને શિસ્તમાં રાખે તેને ધન્ય છે. તેથી સર્વસમર્થની શિક્ષાની ઉપેક્ષા ન કર.


પ્રભુ નેકજનોની પારખ કરે છે; પરંતુ દુષ્ટોને અને હિંસાખોરોને દયપૂર્વક ધિક્કારે છે.


શિક્ષા પામ્યા પહેલાં હું ભટકી ગયો હતો, પરંતુ હવે તમારા શિક્ષણનું પાલન કરું છું.


મને પડેલું દુ:ખ મારે માટે ગુણકારક થઈ પડયું; તેથી હું તમારાં ફરમાનો શીખ્યો.


હે પ્રભુ, તમારા ચુકાદા અદલ છે; હું જાણું છું કે તમારા વિશ્વાસુપણામાં જ તમે મને દુ:ખી કર્યો છે.


પરંતુ તમારું શરણ શોધનારા આનંદ કરશે, તેઓ સદા હર્ષનાં ગીતો ગાશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હરખાય માટે તમે તેમનું રક્ષણ કરો.


હે યાહ, જેને તમે શિસ્તમાં રાખો છો, અને જેને તમારું નિયમશાસ્ત્ર શીખવો છો, તેને ધન્ય છે.


પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું.


ચાંદી કુલડીમાં અને સોનું ભઠ્ઠીમાં ગળાય છે, પણ અંત:કરણની પારખ કરનાર તો ઈશ્વર છે.


પ્રાચીન સમયથી લોકોએ જેમને સાંભળ્યા ન હોય, જેમને વિષે તેમને કાને વાત પણ પડી ન હોય અને આંખે જોયા પણ ન હોય એવા ઈશ્વર તેમના પર આધારની આશા રાખનારાઓ માટે એવાં એવાં કામો કરે છે.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.


ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો.


“માનવપુત્રને લીધે માણસો તમારો તિરસ્કાર કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે અને તમને દુષ્ટ કહે ત્યારે તમને ધન્ય છે.


એટલું જ નહિ, પણ વિપત્તિઓમાં પણ હર્ષિત થઈએ છીએ. કારણ, આપણે જાણીએ છીએ કે વિપત્તિથી સહનશીલતા કેળવાય છે; સહનશીલતાથી ઘડતર થાય છે અને ઘડતર થવાથી આશા ઉદ્ભવે છે.


જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે.


શાસ્ત્રમાં લખેલું છે, “માનવીએ જે વાનાં કદી જોયાં નથી, જેના વિષે કદી સાંભળ્યું નથી, અને જેના વિષે કલ્પનાયે કરી ન હોય, તે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યાં છે.”


પણ જો તે ઈશ્વર પર પ્રેમ કરે છે તો ઈશ્વર તેને ઓળખે છે.


બધા ખેલાડી કડક શિસ્તમાં રહીને તાલીમ લે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે તેમ કરે છે; પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા તેમ કરીએ છીએ.


તો પણ તમે તે સંદેશવાહકના શબ્દો કે તે સ્વપ્નદષ્ટાની વાત પર ધ્યાન આપશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેના દ્વારા તમારી ક્સોટી કરે છે કે તમે તમારા ઈશ્વર પ્રભુ પર તમારા પૂરા દયથી અને સાચા મનથી પ્રેમ રાખો છો કે નહિ તે જણાઈ આવે.


યાદ રાખો કે તમારા ઈશ્વર યાહવે એકમાત્ર ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે. તેમના પર પ્રેમ કરનારાઓ અને તેમની આજ્ઞાઓનું પાલન કરનારાઓના સંબંધમાં તેમની હજારો પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને અવિચળ પ્રેમ દર્શાવે છે.


તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.


ઈશ્વરની દૃષ્ટિમાં એવો કાર્યકર થવા ખંતથી યત્ન કર કે જેને પોતાના કાર્યમાં શરમાવાનું કંઈ કારણ ન હોય, પણ સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવનાર હોય.


હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


તમારા ભૂતકાળને યાદ કરો. તે દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો. ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી, છતાં મુશ્કેલીઓમાં તમે હારી ગયા નહિ.


જ્યારે ઈશ્વરે અબ્રાહામની પરીક્ષા કરી ત્યારે અબ્રાહામે વિશ્વાસને લીધે જ પોતાના પુત્ર ઇસ્હાકનું અર્પણ કર્યું. અબ્રાહામને ઈશ્વરે વચન આપ્યું હતું, છતાં પોતાના એકનાએક પુત્રનું બલિદાન અર્પવા તે તૈયાર હતો.


પોતાના પુત્રો તરીકે ઈશ્વર તમને જે ઉત્તેજનદાયક વચનો કહે છે તે શું તમે ભૂલી ગયા છો!


અબ્રાહામ ધીરજવાન હતો અને તેથી તેના હક્કમાં ઈશ્વરે આપેલું વચન પૂર્ણ થયું.


મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.


આપણે તેમને ધન્ય કહીએ છીએ, કારણ, તેમણે સહન કર્યું હતું. તમે યોબની ધીરજ વિષે સાંભળ્યું છે અને અંતમાં પ્રભુએ પોતાનો ઇરાદો કેવી રીતે પૂર્ણ કર્યો તે તમે જાણો છો. કારણ, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે.


અલબત્ત, સારું કરવાને લીધે તમારે દુ:ખ સહન કરવું પડે તો તમને ધન્ય છે. માણસોની બીક રાખશો નહિ કે ચિંતા કરશો નહિ.


તેને બદલે, તમે ખ્રિસ્તનાં દુ:ખોના ભાગીદાર બન્યા છો તેથી આનંદ કરો; જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમને પુષ્કળ આનંદ મળે.


ખ્રિસ્તના અનુયાયી હોવાને લીધે તમારું અપમાન થાય તો તમને ધન્ય છે. એનો અર્થ એ છે કે, ઈશ્વરનો મહિમાવંત પવિત્ર આત્મા તમારા પર છે.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે.


પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan