Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:6
82 Iomraidhean Croise  

તે જ મારા નામના સન્માર્થે મંદિર બાંધશે અને હું તેનું રાજ્યાસન અચલ કરીશ.


તારા વારસદારોને અને તારા રાજ્યને તારી સમક્ષ હું સંસ્થાપિત કરીશ અને તારું રાજ્યાસન સદાકાળને માટે સ્થિર રાખીશ.”


તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તમને ઇઝરાયલના રાજા બનાવી પ્રભુ તમારા પર કેવા પ્રસન્‍ન છે તે તેમણે બતાવ્યું છે. ઇઝરાયલ પ્રત્યેના તેમના અવિરત પ્રેમને કારણે ન્યાય અને નેકી પ્રવર્તાવાને માટે તેમણે તમને તેમના રાજા બનાવ્યા છે.”


એમના ખૂનની શિક્ષા યોઆબ અને તેના વંશજો પર સદા રહેશે; પણ દાવિદના રાજ્યાસન પર બિરાજમાન તેના સર્વ વંશજોને પ્રભુ આબાદી બક્ષશે.”


પણ મને તો તે આશિષ આપશે અને દાવિદના રાજ્યને પ્રભુની સમક્ષ સદાને માટે સલામત કરશે.”


હે ઈશ્વર, અમારા ઈશ્વર, તમે કેવા મહાન છો! તમે કેવા ભયાવહ અને પરાક્રમી છો! તમે કરારપૂર્વક આપેલાં તમારાં વચનો વિશ્વાસુપણે પાળો છો. આશ્શૂરના રાજાઓએ અમારા પર અત્યાચાર કર્યો તે સમયથી આજસુધી અમારા રાજાઓ, આગેવાનો, યજ્ઞકારો અને પૂર્વજો અને અમારા સર્વ લોકોએ કેટલું દુ:ખ સહન કર્યું છે તે યાદ રાખજો.


હે પરમ શૂરવીર, તમારી તલવાર કમરે ધારણ કરો; એ તમારું ગૌરવ અને તમારો પ્રતાપ છે.


સનાતન ઈશ્વરે તમને રાજ્યાસન પર બિરાજમાન કર્યા છે; તમારો રાજદંડ ન્યાયનો રાજદંડ છે.


તમને નેકી પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે તેથી જ ઈશ્વરે, તમારા ઈશ્વરે તમારા સૌ સાથીઓમાંથી તમને પસંદ કરી આનંદના તેલથી તમારો અભિષેક કર્યો છે.


ઈશ્વર, પ્રભુ પરમેશ્વર બોલ્યા છે; ઉદયાચલથી અસ્તાચલ સુધી પૃથ્વીના સર્વ લોકોને તે બોલાવે છે.


તેનું નામ અમર રહો! સૂર્ય તપે ત્યાં સુધી તેની કીર્તિ તપો! સર્વ રાષ્ટ્રો તેના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો અને તેઓ તેને ધન્ય કહો.


દરેક પહાડ અને ટેકરી પર ઇન્સાફ અને શાંતિનું શાસન પ્રવર્તાઓ.


તેના સમયમાં નેકી પાંગરો, અને ચંદ્ર ન રહે ત્યાં સુધી સમૃદ્ધિ ટકી રહો.


ઈશ્વરનો પ્રેમ અને તેમના લોકની નિષ્ઠાનું મિલન થશે. લોકનો સદાચાર અને ઈશ્વરનું કલ્યાણ એકબીજાને ચુંબન કરશે.


હે પ્રભુ, આકાશો તમારાં અજાયબ કાર્યોની પ્રશંસા કરે છે, અને સંતોની સભા તમારા વિશ્વાસુપણા વિષે ગાય છે.


યુગો પહેલાં, આદિકાળે, સૃષ્ટિ સર્જાઈ તે પહેલાં મારી સ્થાપના થઈ હતી.


યાકોબના વંશજોમાંથી બાકી રહેલા થોડા લોક પરાક્રમી ઈશ્વર પાસે પાછા આવશે.


ન્યાયીપણું તેનો કમરપટ્ટો, ને પ્રામાણિક્તા તેનો કમરબંધ થશે.


એટલે દાવિદનો વંશજ રાજ્યાસન પર બિરાજશે. પ્રેમથી તેના રાજ્યની સ્થાપના થશે અને સત્યતાથી તે લોકો પર રાજ ચલાવશે. તે અદલ ઈન્સાફ કરશે અને ન્યાયીપણાના પ્રવર્તનમાં તત્પરતા દાખવશે.


હે પ્રભુ, તમે જ અમારું કલ્યાણ કરો છો; અમારી સર્વ સફળતા તમારા કાર્યનું પરિણામ છે.


હે પ્રભુ, દઢ મનથી તમારા પર વિશ્વાસ રાખનારને તમે સંપૂર્ણ શાંતિમાં રાખશો.


સર્વસમર્થ પ્રભુ પાસેથી આ બધી સમજ પ્રાપ્ત થાય છે. તેમની સલાહસૂચના અદ્‍ભુત અને તેમનું શાણપણ અજબ છે.


જુઓ, એક એવો સમય આવશે જ્યારે નીતિમત્તાથી રાજ ચલાવનાર એક રાજા આવશે. તેના અમલદારો ન્યાયપૂર્વક અમલ ચલાવશે.


કારણ, યરુશાલેમમાં અને સિયોન પર્વત પર બચેલા લોક મળી આવશે. સર્વસમર્થ પ્રભુની ઉત્કંઠાને લીધે એ સિદ્ધ થશે.”


છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.


તે તો તેમની સમક્ષ કુમળા રોપાની જેમ અને સૂકી ભૂમિમાં ઊગી નીકળતા મૂળની જેમ વૃદ્ધિ પામ્યો. તેનામાં કંઈ એવાં સૌંદર્ય કે પ્રભાવ નહોતાં કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ. તેનામાં કંઈ લાવણ્ય નહોતું કે આપણે તેને ચાહીએ.


પણ તે આપણા અપરાધોને લીધે વીંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે.


તમે અમારા પિતા છો; જો કે અમારા પૂર્વજ અબ્રાહામ અમને ઓળખતા નથી અને ઇઝરાયલ અમારો સ્વીકાર ન કરે, તોપણ હે પ્રભુ, તમે અમારા પિતા છો. છેક જૂના જમાનાથી “અમારા ઉદ્ધારક” એ જ તમારું નામ છે.


પ્રભુ કહે છે, “હું તેનામાં સમૃદ્ધિની નદી વહાવીશ અને છલક્તા ઝરણાની જેમ પ્રજાઓની સંપત્તિ તમારી પાસે આવશે. માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે, તેને કેડે ઊંચકી લે અને તેને ખોળામાં લાડ લડાવે એમ હું તમારું પાલનપોષણ કરીને તમારો ઉછેર કરીશ.


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ.


હે મને બેવફા નીવડેલા લોકો, તમે ક્યાં સુધી રઝળતા રહેશો! કારણ, મેં પ્રભુએ પૃથ્વી પર નવીનતા ઉત્પન્‍ન કરી છે: સ્ત્રી પોતાના પતિને પુનર્મિલનમાં ભેટી પડી છે!


એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.


ત્યારે નવું મંદિર જૂના કરતાં વિશેષ વૈભવી થશે, અને હું મારા લોકને સમૃદ્ધિ અને શાંતિ બક્ષીસ.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


ઈસુ ખ્રિસ્તના પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: તે દાવિદના વંશજ હતા, દાવિદ અબ્રાહામનો વંશજ હતો.


કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.


મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે.


આજે દાવિદના નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી તે જાણી શકશો:


“સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ, અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!”


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે.


“હું તમને શાંતિ આપીને જઉં છું; મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહિ, તેમ જ હિંમત પણ હારશો નહિ.


“સૌના પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્તની મારફતે શાંતિનો શુભસંદેશ જાહેર કરીને પોતાના ઇઝરાયલી લોકોને ઈશ્વરે જે સંદેશો આપ્યો તેની તમને ખબર છે.


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે?


તેઓ જ આદિ પૂર્વજોના વંશજો છે. શારીરિક રીતે ખ્રિસ્ત પણ તેમના વંશના છે. સર્વ પર રાજ કરનાર ઈશ્વરનો સદા મહિમા હો! આમીન.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


કારણ, ઈશ્વર તેમના સર્વ શત્રુઓને હરાવીને ખ્રિસ્તના પગ નીચે લાવે, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ.


ઈશ્વર સર્વ માણસોને ખ્રિસ્તની મારફતે પોતાના મિત્રો બનાવે છે, એ જ અમારો સંદેશો છે. માણસોએ કરેલાં પાપોની ઈશ્વરે તેમની વિરુદ્ધમાં નોંધ રાખી નહિ; પણ તે કેવી રીતે તેમને તેમના મિત્રો બનાવે છે તે અંગેનો સંદેશો તેમણે અમને આપેલો છે.


તમારા ઈશ્વર પ્રભુ દેવાધિદેવ અને પ્રભુઓના પ્રભુ, મહાન, પરાક્રમી અને ભયાવહ પરમેશ્વર છે.


ખ્રિસ્તમાં જ ડહાપણ અને જ્ઞાનનો સર્વ સંગ્રહ છુપાયેલો છે.


બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.


આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ.


પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે:


હવે શાંતિદાતા ઈશ્વર જેમણે ઘેટાંઓના મહાન પાલક આપણા પ્રભુ ઈસુને, સનાતન કરાર પાકો કરવા માટે પોતાનું રક્ત રેડવાને કારણે સજીવન કર્યા,


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


તેના ઝભ્ભા પર અને તેની જાંઘ પર “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું હતું.


દૂતે કહ્યું, “તું મારું નામ કેમ જાણવા માગે છે? એ તો અદ્‍ભુત નામ છે!”


Lean sinn:

Sanasan


Sanasan