Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:5 - પવિત્ર બાઇબલ C.L.

5 કારણ, રણમેદાનમાં ઝઝૂમતા યોદ્ધાઓનાં પગરખાં અને લોહીમાં ખરડાયેલાં તેમનાં વસ્ત્રો અગ્નિમાં બાળી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 સૈનિકોના ધબકારા કરતા જોડા, ને રક્તમાં બોળેલાં વસ્ત્ર, તે સર્વ બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સૈનિકોના અવાજ કરતા જોડા અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સૈનિકોના ધમ ધમ કરતા જોડા, ને લોહીમાં બોળેલાં વસ્ત્રો, તે બધાયને બળતણની જેમ અગ્નિમાં સળગાવી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:5
29 Iomraidhean Croise  

યાકોબે કહ્યું, “મેં ઈશ્વરને પ્રત્યક્ષ જોયા છે, તોપણ મારો જીવ બચ્યો છે.” આથી તેણે એ સ્થળનું નામ ‘પનીએલ’ (ઈશ્વરનું મુખ) પાડયું.


તે પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દે છે; તે ધનુષ્યો ભાંગી નાખે છે. ભાલાઓને તોડી નાખે છે; અને ઢાલોને બાળી નાંખે છે.


દરેક પહાડ અને ટેકરી પર ઇન્સાફ અને શાંતિનું શાસન પ્રવર્તાઓ.


તેની વાત પર ધ્યાન આપજો અને તેની આજ્ઞા માનજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ. કારણ, મેં તેને મોકલ્યો છે અને તે આવા કોઈ બળવાની ક્ષમા આપશે નહિ.


સાંભળો! પર્વતો પર મોટા જનસમુદાયનો કોલાહલ સંભળાય છે. સંગઠિત થતાં રાજ્યો અને પ્રજાઓનો ઘોંઘાટ સંભળાય છે. સેનાધિપતિ પ્રભુ યુદ્ધને માટે સૈનિકોને ભેગા કરે છે.


તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે. તે તેમના ઝઘડા પતાવશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેમાંથી હળપૂણીઓ અને પોતાના ભાલામાંથી દાતરડાં બનાવશે. પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ, અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ.


આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


ત્યારે પ્રભુ સિયોનવાસીઓની મલિનતા ધોઈ નાખશે અને ઝંઝાવાતી ન્યાયશાસન તથા ભડભડતા અગ્નિ દ્વારા તે યરુશાલેમને તેમાં વહેવડાવેલા રક્તથી શુદ્ધ કરશે.


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


પ્રભુ કહે છે, “એવો સમય આવશે કે જ્યારે હું દાવિદના વંશમાં અંકુરની જેમ ફૂટી નીકળેલ સાચા વંશજને રાજા તરીકે પસંદ કરીશ; તે ડહાપણપૂર્વક રાજ કરશે. તે સમગ્ર દેશમાં ન્યાય અને નેકી પ્રવર્તાવશે.


તેના અલમસ્ત ઘોડાઓની ખરીઓના ધડકારા અને રથોના ખડખડાટ અને પૈડાંનો ગડગડાટ સાંભળીને પિતાઓનાં ગાત્ર શિથિલ થઈ ગયા છે, તેથી તેઓ પોતાનાં બાળકોને બચાવવા પણ રોક્તા નથી.


પર્વતોનાં શિખરો પર કૂદકા મારતાં તેઓ રથોના ગડગડાટ જેવો અવાજ કરે છે, સળગતા સૂકા ઘાસની જેમ તેઓ તડ તડ અવાજ કરે છે. યુદ્ધને માટે સજ્જ સૈન્યની જેમ તેઓ હારબંધ રહે છે.


યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું.


યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે.


હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે.


ચાબુકોના સાટકા, પૈડાંનો ગડગડાટ, ઘોડાઓના દાબલા, સખત આંચકા સાથે દોડતા રથો - એ બધું સાંભળો.


તે જ તેને બાંધશે અને રાજાને છાજતું માન તેને મળશે અને તે પોતાના લોકો ઉપર રાજ કરશે. તેના રાજ્યાસનની પડખે યજ્ઞકાર ઊભો રહેશે અને તેઓ બન્‍ને શાંતિ અને સહકારથી ક્મ કરશે.


તમે પાપથી પાછા ફર્યા છો માટે હું તમારું બાપ્તિસ્મા પાણીથી કરું છું, પણ મારા પછી આવનાર તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. મારા કરતાં તો તે ઘણા મહાન છે. હું તો તેમનાં ચંપલ ઊંચકવાને પણ યોગ્ય નથી.


હું ઉપર આકાશમાં અદ્‍ભુત કાર્યો અને નીચે પૃથ્વી પર ચમત્કારો કરીશ. લોહી, અગ્નિ અને ગાઢ ધૂમાડો થશે;


પછી તેમણે જુદી જુદી જ્યોતમાં ફૂટતી અગ્નિની જ્વાળા જેવું જોયું, અને ત્યાં દરેક વ્યક્તિ પર અલગ અલગ જ્યોત સ્થિર થઈ.


ત્યારે જેઓ ઈશ્વરને ઓળખતા નથી અને આપણા પ્રભુ ઈસુ સંબંધીના શુભસંદેશને આધીન થતા નથી તેમને ઈશ્વર પૂરેપૂરી શિક્ષા કરશે.


દૂતે કહ્યું, “તું મારું નામ કેમ જાણવા માગે છે? એ તો અદ્‍ભુત નામ છે!”


શાઉલ યજ્ઞકાર સાથે વાત કરતો હતો તે દરમિયાનમાં પલિસ્તીઓની છાવણીમાં ઘોંઘાટ વધી ગયો. તેથી શાઉલે તેને કહ્યું, “રહેવા દો, અત્યારે હવે પ્રભુની સલાહ પૂછવાનો સમય નથી.”


Lean sinn:

Sanasan


Sanasan