Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેઓ જમણે હાથે ખોરાક ઝૂંટવી લે છે, પણ તેમની ભૂખ મટતી નથી. તેઓ ડાબે હાથે ખાય છે, પણ ધરાતા નથી. બલ્કે, તેઓ પોતાનાં બાળકોને ખાઈ જાય છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કોઈક જમણે હાથે ખૂંચવી લેશે, તોપણ ભૂખ્યો રહેશે; અને ડાબે હાથે ખાઈ જશે, તોપણ તેઓ ધરાશે નહિ! તેઓમાંનો દરેક પોતાના ભુજનું માંસ ખાઈ જશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેઓ જમણે હાથે માંસ ખૂંચવી લે છે, છતાં પણ ભૂખ્યા રહેશે; તેઓ ડાબે હાથે માંસ ખાશે પણ સંતોષ પામશે નહિ. તેઓમાંના દરેક પોતાના હાથનું માંસ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 બધા એકબીજાનું માંસ ખાય છે. જમણી બાજુ બચકું ભરે છે તોયે ભૂખ્યો રહે છે અને ડાબી બાજુ બચકું ભરે તોય સંતોષ પામતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:20
16 Iomraidhean Croise  

મૂર્ખ હાથ જોડીને બેસી રહે છે અને એમ ભૂખે મરે છે.


તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


મારા લોકમાંથી ગરીબમાં ગરીબ માણસને ખાવા અન્‍ન મળશે અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે, પણ હે પલિસ્તીઓ, તમારા પર તો હું દુકાળ મોકલીને તમારો જડમૂળથી સંહાર કરી દઈશ અને જેઓ બાકી રહેશે તેમની ક્તલ કરાશે.”


હવે જુઓ, પ્રભુ, સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ અને યહૂદિયા પાસેથી બધો પુરવઠો અને બધો ટેકો લઈ લેશે. તે તેમનાં ખોરાકપાણી,


હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.”


પ્રભુ પોતાના લોક પર રોષે ભરાયા છે અને તેમણે તેમને સજા કરવાને પોતાનો હાથ ઉગામ્યો છે. પર્વતો ધ્રૂજી ઊઠશે અને મરેલાંઓનાં શબ કચરાની માફક રસ્તે રઝળશે. છતાં પ્રભુનો રોષ શમી જશે નહિ, પણ સજા કરવાને તેમનો હાથ હજી ઉગામેલો રહેશે.


તારા પર તો બેવડી આપત્તિ આવી પડી છે: યુદ્ધને લીધે પાયમાલી અને વિનાશની સાથોસાથ ભૂખમરો પણ છે અને તારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ નથી.


પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે.


તેઓ પૃથ્વી પર નજર કરશે તો તેમને વિપત્તિ, અંધકાર અને ડરામણી ગ્લાનિ જ દેખાશે અને તેઓ ઘોર અંધકારમાં ધકેલાઈ જશે.


પછી તે સૌને, પિતાઓ અને પુત્રોને પણ એકબીજા સાથે અથડાવીશ. કોઈપણ જાતની દયા, મમતા કે કરૂણા દાખવ્યા વગર હું તેમનો નાશ કરીશ. હું પ્રભુ પોતે એ કહું છું.”


એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.”


મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.


તમે ખાશો પણ તૃપ્ત થશો નહિ; બલ્કે ભૂખ્યા જ રહેશો. તમે સંગ્રહ તો કરો છો પણ કંઈ બચશે નહિ; કારણ, તમે જે કંઈ બચત કરશો તેનો હું લડાઈમાં નાશ કરીશ.


પછી મેં ટોળાને કહ્યું, હવે હું તમારો ઘેટાંપાળક નથી. જે મરવાનાં હોય તે મરે. જેમનો નાશ થવાનો હોય તેમનો થાય. જે બાકી રહેશે તે એકબીજાને મારી નાખશે.”


જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે.


Lean sinn:

Sanasan


Sanasan