Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:19 - પવિત્ર બાઇબલ C.L.

19 સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સૈન્યોના [ઈશ્વર] યહોવાના કોપથી દેશ બળી જાય છે, અને લોકો અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે. કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 સમગ્ર ભૂમિ સૈન્યોના દેવ યહોવાના રોષથી સળગી ઊઠી છે. અને લોકો એ આગમાં ઇધણરૂપ બન્યા છે. કોઇ પોતાના સગા ભાઇને પણ છોડતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:19
32 Iomraidhean Croise  

બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


હું, સર્વસમર્થ પ્રભુ, મારા ભભૂક્તા રોષના દિવસે મારા કોપથી આકાશોને ધ્રૂજાવી દઈશ અને પૃથ્વી સ્થાનભ્રષ્ટ થઈ જશે.


તેમનાં તીર યુવાનોને વીંધી નાખશે. ધાવણાં બાળકો પર તેઓ દયા રાખશે નહિ અને નાનાં બાળકો પર તેઓ કરુણા દાખવશે નહિ.


પ્રભુનો દિવસ આવે છે. એ ક્રૂર દિવસે તેમનો કોપ અને ઉગ્ર ક્રોધ પ્રગટ થશે. તેથી પૃથ્વી ઉજ્જડ બની જશે અને તેમાંથી બધા પાપીઓનો નાશ થશે.


તેથી ઈશ્વરે આપેલો શાપ પૃથ્વીને ભરખી જાય છે. આમ, પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ જાય છે. બહુ થોડા લોકો જીવતા રહે છે.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


લોકો એકબીજા પર અને દરેક જણ પોતાના પડોશી પર જુલમ ગુજારશે. યુવાનો વડીલોનો આદર નહિ રાખે અને હલકા માણસો પ્રતિષ્ઠિત માણસોનું સન્માન રાખશે નહિ.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


ત્યારે પ્રભુ સિયોનવાસીઓની મલિનતા ધોઈ નાખશે અને ઝંઝાવાતી ન્યાયશાસન તથા ભડભડતા અગ્નિ દ્વારા તે યરુશાલેમને તેમાં વહેવડાવેલા રક્તથી શુદ્ધ કરશે.


તેથી તેમણે પોતાનો ઉગ્ર ક્રોધ વરસાવ્યો છે અને યુદ્ધની આફત ઉતારી છે. જ્વાળાઓ આપણને વીંટાઈ વળી, પણ આપણે સમજ્યા નહિ. આપણે આગમાં સળગી ગયા, પણ તેમાંથી કંઈ બોધપાઠ લીધો નહિ.


તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.


એ દિવસે તેઓ ઇઝરાયલ પર ધૂઘવતા સમુદ્રની જેમ ગર્જશે. જો કોઈ દેશ પર દષ્ટિપાત કરે તો તેને અંધકાર અને આફત જ દેખાશે. પ્રકાશ પણ વાદળોથી ઘેરાઈ જશે.


સમસ્ત પૃથ્વીની અન્ય પ્રજાઓ અંધકારમાં ઘેરાયેલી હશે, પણ પ્રભુ તારા પર પ્રકાશશે. તારા પર તેમના પ્રતાપનું ગૌરવ પ્રગટશે.


તેઓ પૃથ્વી પર નજર કરશે તો તેમને વિપત્તિ, અંધકાર અને ડરામણી ગ્લાનિ જ દેખાશે અને તેઓ ઘોર અંધકારમાં ધકેલાઈ જશે.


અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો.


દક્ષિણના વનને કહે કે પ્રભુ પરમેશ્વરની આ વાણી સાંભળ: “જો હું તારામાં આગ લગાડીશ, અને તે તારાં લીલાં કે સૂકાં દરેક વૃક્ષને ભરખી જશે. કોઇ એને ઓલવી શકે નહિ. તે દક્ષિણથી ઉત્તર સુધી પ્રસરી જશે અને દરેકનું મુખ અગ્નિજ્વાળાથી દાઝી જશે.


ત્યાર પછી મેં ઈશ્વરને બાકીના બીજાઓને એમ કહેતા સાંભળ્યા, “તમે તેની પાછળ પાછળ નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો; કોઈને જીવતો જવા દેશો નહિ કે કોઈની પ્રત્યે દયા ખાશો નહિ.


એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી.


તેઓ અગ્નિની જેમ છોડવાઓ ભરખી જાય છે. તેમની આગળ જુઓ તો દેશ એદનવાડી જેવો લાગે; પણ તેમની પાછળ તે વેરાન રણ બની જાય છે. એમનાથી કશું બાકી રહી જતું નથી.


હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો.


તમે જેઓ પ્રભુના દિવસની વાટ જોઈ રહ્યા છો તેમની કેવી દુર્દશા થશે! શા માટે તમે પ્રભુના દિવસને ઝંખો છો? એ તો અંધકારનો દિવસ હશે, પ્રકાશનો નહિ.


“યાકોબના વંશજો અગ્નિ સમાન અને યોસફના વંશજો જવાળા સમાન બનશે. અગ્નિજ્વાળા ખૂંપરાને ભસ્મ કરે છે તેમ તેઓ એસાવના વંશજોનો નાશ કરશે. એસાવનો એકપણ વંશજ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


દેશમાં કોઈ ધર્મિષ્ઠ માણસ રહેવા પામ્યો નથી. વળી, ઈશ્વરને કોઈ વફાદાર નથી. દરેક જણ ખૂન કરવાનો લાગ શોધે છે. દરેક પોતાના ભાઈનો શિકાર કરવા તેની પાછળ પડી જાય છે.


આવે વખતે પુત્રો પિતાનું માન રાખશે નહિ, પુત્રીઓ માતાની સામે થશે, યુવાન સ્ત્રીઓ સાસુઓ સામે લડશે. પોતાના કુટુંબીજનો જ માણસના શત્રુ થશે.


(પ્રભુએ કહ્યું, “હું પૃથ્વી પર કોઈના પર દયા દાખવીશ નહિ. હું પોતે લોકોને તેમના શાસકોની સત્તા નીચે મૂકીશ. આ શાસકો પૃથ્વીને ખેદાનમેદાન કરી નાખશે, અને હું તેને તેમની સત્તાથી બચાવીશ નહિ.”


પછી મેં ટોળાને કહ્યું, હવે હું તમારો ઘેટાંપાળક નથી. જે મરવાનાં હોય તે મરે. જેમનો નાશ થવાનો હોય તેમનો થાય. જે બાકી રહેશે તે એકબીજાને મારી નાખશે.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


બપોરના સમયે સમગ્ર દેશ પર ત્રણ કલાક સુધી અંધકાર છવાઈ ગયો.


પ્રભુનો મહાન અને ગૌરવી દિવસ આવે તે પહેલાં સૂર્ય કાળો પડી જશે, અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે.


જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan