Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:16 - પવિત્ર બાઇબલ C.L.

16 આ લોકોના આગેવાનોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે અને એમ તેમને ભટકાવી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમકે આ લોકના નેતાઓ ભૂલા પાડનાર થયા છે; અને તેઓને અનુસરનારા ને ખાઈ જવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ લોકોના આગેવાન એ તેમને અન્ય માર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 આ લોકોના આગેવાનોએ તેમને અવળે માર્ગે ચડાવ્યા છે. તેમને ભૂલા પાડ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:16
15 Iomraidhean Croise  

યજ્ઞકારો અને લેવીઓએ લોકો પર પ્રભુનો આશીર્વાદ માગ્યો. પ્રભુએ પોતાના નિવાસસ્થાન આકાશમાંથી તેમની પ્રાર્થનાઓ સાંભળીને સ્વીકારી.


તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


પ્રભુએ તેમને મૂંઝવણભરી સલાહ આપવાનો આત્મા આપ્યો છે. તેથી જેમ શરાબી પોતાની જ ઊલટીમાં લથડિયાં ખાય તેમ ઇજિપ્ત તેનાં સર્વ કાર્યોમાં ભૂલથાપ ખાય છે.


વ્યાજખોરો મારા લોક પર જુલમ ગુજારે છે અને ધીરધાર કરનારા તેમને છેતરે છે. હે મારા લોકો, તમારા આગેવાનોએ તમને ગેરમાર્ગે દોર્યા છે, તેથી તમારે કયે માર્ગે જવું તે તમે જાણતા નથી.


પ્રભુ પોતાના લોક પર રોષે ભરાયા છે અને તેમણે તેમને સજા કરવાને પોતાનો હાથ ઉગામ્યો છે. પર્વતો ધ્રૂજી ઊઠશે અને મરેલાંઓનાં શબ કચરાની માફક રસ્તે રઝળશે. છતાં પ્રભુનો રોષ શમી જશે નહિ, પણ સજા કરવાને તેમનો હાથ હજી ઉગામેલો રહેશે.


તેથી હવે તેમના પુત્રોને ભૂખમરાથી મરવા દો, તેમને તલવારથી ક્તલ થવા ફંગોળી દો, તેમની પત્ની સંતાનહીન અને વિધવા બનવા દો, તેમના પુરુષોને રોગચાળાનો ભોગ થવા દો, અને તેમના યુવાનોને યુદ્ધમાં તલવારથી માર્યા જવા દો.


સમરૂનના સંદેશવાહકોમાં મેં એક દિલ દુભાવનારી બાબત જોઈ છે. તેઓ બઆલદેવને નામે સંદેશ પ્રગટ કરીને મારા ઇઝરાયલી લોકને ગેરમાર્ગે દોરે છે.


દરેકે, એકબીજા પ્રત્યે સાવધ રહેવું, અરે, સગા ભાઈ પર પણ ભરોસો ન રાખવો. કારણ, દરેક ભાઈ યાકોબ જેવો છેતરનાર અને દરેક મિત્ર નિંદાખોર બનશે.


પ્રભુ કહે છે: “યહૂદિયાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે મારા નિયમશાસ્ત્રનો અનાદર કર્યો છે અને મારા વિધિઓ પાળ્યા નથી. તેમના પૂર્વજોની જેમ તેઓ પણ જૂઠા દેવોની પાછળ ભટકી ગયા છે.


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


તેમનાથી ગભરાશો નહિ.તેઓ આંધળા આગેવાનો છે અને એક આંધળો બીજા આંધળાને દોરે ત્યારે બંને ખાડામાં પડે છે.


આશિષ આપનાર વ્યક્તિ એ આશિષ મેળવનાર વ્યક્તિ કરતાં મહાન છે એમાં કોઈ જ શંકા નથી.


Lean sinn:

Sanasan


Sanasan