Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:9 - પવિત્ર બાઇબલ C.L.

9 હે વિદેશીઓ, યુદ્ધનો લલકાર કરો, પણ યાદ રાખો કે તમારા ભુક્કા બોલી જશે. હે દૂરદૂરના દેશો, ધ્યનથી સાંભળો! યુદ્ધને માટે ભલે સજ્જ થાઓ, પણ તમારા ચૂરેચૂરા થઈ જશે. યુદ્ધને માટે ભલે તૈયાર થાઓ, પણ તમારો ઘાણ વળી જવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હે વિદેશીઓ, થાય તે કરો, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે! હે દૂર દેશના સર્વ લોકો, કાન દો, સજ્જ થાઓ, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હે વિદેશીઓ, સાંભળો, તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે: હે દૂર દેશના લોકો તમે યુદ્ધને માટે સજ્જ થાઓ અને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે; સજ્જ થાઓ અને ભાંગીને ચૂરેચૂરા થઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે રાષ્ટ્રો! તમે અમારું ભૂંડુ કરવા નીકળ્યા છો. પણ તમે સફળ થઇ શકશો નહિ, તમે છિન્નભિન્ન થઇ જશો, હે દૂરના રાષ્ટ્રો, તમે બધા સાંભળો; અમારી સામે યુદ્ધ કરવા તમારી જાતને સુસજ્જ કરો હા, અને નાશ પામો!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:9
24 Iomraidhean Croise  

આહાબ રાજાએ ઉત્તર આપ્યો, “બેનહદાદ રાજાને કહેજો કે સાચો યોદ્ધો યુદ્ધ પછી બડાશ મારે છે, તે પહેલાં નહિ.”


ખાતરી રાખજો કે દુષ્ટોને શિક્ષા થશે જ, પણ નેકજનો ઉગારી લેવાશે.


એટલા જ માટે ઈશ્વર તમને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ શીખવશે. તે વખતે તમે ડગલે ને પગલે ઠોકર ખાશો, ઘાયલ થશો, ફસાઈ જશો અને પકડાઈ જશો.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


જો કોઈ તારા પર આક્રમણ કરે તો તેની પાછળ મારો હાથ નહિ હોય. બલ્કે, તારી વિરુદ્ધ લડાઈ કરનારની પડતી થશે.


તમે બેબિલોનના રાજાથી ગભરાઓ છો, પણ તેનાથી ગભરાશો નહિ; કારણ, હું તમારી સહાય કરવા તમારી સાથે છું અને તમને તેમના સકંજામાંથી છોડાવીશ.


ઇજિપ્તના સેનાનાયકો પોકારે છે, “કવચ તથા ઢાલ તૈયાર કરો! યુદ્ધ માટે આગેકૂચ કરો!


ઘોડા પર સાજસામાન લગાવો; હે ઘોડેસ્વારો, ઘોડાઓ પર સવાર થાઓ! ટોપ પહેરીને ક્તારબદ્ધ ઊભા રહો, તમારા ભાલાની ધાર તીક્ષ્ણ બનાવો; બખ્તર ધારણ કરો!”


પ્રભુ કહે છે: “હે બેબિલોન, તું મારો હથોડો છે. તું મારું યુદ્ધનું હથિયાર છે. તારા વડે હું પ્રજાઓનું ખંડન કરીશ અને તારા વડે રાજ્યોનો વિનાશ કરીશ.


તું તૈયાર થા, અને તારા સેનાપતિપદ નીચે એકઠા થયેલા સર્વ સૈન્યોને તૈયાર રાખ.


ઘણા વર્ષો પછી હું તને આદેશ આપીશ અને તું એવા દેશ પર આક્રમણ કરીશ કે જ્યાં યુદ્ધના સંહારથી બચી ગયેલા અને જુદી જુદી પ્રજાઓમાંથી એકત્ર કરવામાં આવેલા લોકો વસે છે. ઘણાં સમય સુધી ઉજ્જડ અને વસતીહીન રહેલા અને જ્યાં હવે ભિન્‍નભિન્‍ન દેશોમાંથી આવેલા સર્વ લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે, તે ઇઝરાયલના પહાડો પર તું આક્રમણ કરીશ.


આ બધા રાજાઓએ ઇઝરાયલની સામે લડવા માટે પોતાનાં લશ્કરી દળો સંગઠિત કરીને આવ્યા અને મેરોમના વહેળા પાસે એકત્ર છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan