Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “આ લોકોએ શિલોઆના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડયું છે, અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “કારણ કે આ લોકોએ શિલોઆહના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “કારણ કે યરૂશાલેમના લોકો મદદ માટે મારા પર આધાર રાખતા નથી જે શિલોઆહના સ્થિર પાણી જેમ છે. ઉલ્ટાનું, તેઓ રસીન અને રમાલ્યાના પુત્રથી ડરેલા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:6
19 Iomraidhean Croise  

તેણે સ્તંભની ટોચે મૂકવા માટે 2.2 મીટર ઊંચા એવા તાંબાના બે કળશ પણ બનાવ્યા.


કોલહોઝેનો પુત્ર શાલ્લૂમ, જે મિસ્પા જિલ્લાનો અધિકારી હતો. તેણે “ઝરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેણે દરવાજા પર છાપરું કર્યું, બારણાં ચડાવ્યાં અને તેના નકુચા તથા પાટિયાં બેસાડયાં. તેણે રાજાના બગીચાની નજીક શેલા તળાવ પર દાવિદનગરમાંથી ચડવાની સીડી સુધીનો કોટ બાંધ્યો.


જેનાં ઝરણાં ઈશ્વરના નગરને અને તેમાં આવેલા તેમના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.


પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


પ્રભુની પાસે એક જબરો અને જોરાવર વીરપુરુષ આક્રમણ કરવા તૈયાર છે. તે કરાના તોફાનની જેમ, વિનાશકારી વંટોળની જેમ, ધોધમાર વરસાદની જેમ અને ધસમસતાં ઊભરાતાં પૂરની જેમ તેને જોરથી જમીન પર પછાડશે.


તેથી ઇઝરાયલના પવિત્ર ઈશ્વર આ પ્રમાણે કહે છે: “તમે મારા સંદેશને અવગણ્યો છે અને જુલમ તથા કપટ પર આધાર રાખ્યો છે.”


તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.


તારે તેને આમ કહેવું, ‘સાવધ રહે, શાંત થા અને બીશ નહિ. અરામનો રાજા રસીન અને રમાલ્યાનો પુત્ર પેકા તો બે ધૂમાતા ઠૂંઠા જેવા છે. તેમના ધૂંધવાતા ક્રોધથી મનમાં હતાશ થઈ જઈશ નહિ.


‘ચાલો, આપણે યહૂદિયા પર ચડાઈ કરીએ, લોકો આપણી સાથે જોડાય માટે તેમને ત્રાસ આપીએ અને રાજગાદી ઉપર ટાબએલના પુત્રને રાજા બનાવીએ.’


ઇઝરાયલનું પાટનગર સમરૂન છે અને પેકા સમરૂનનો રાજા છે. “તમે વિશ્વાસમાં અડગ રહેશો નહિ, તો તમે ટકી શકશો નહિ.”


પ્રભુએ ફરીથી મારી સાથે વાત કરી.


લબાનોન પર્વતનાં ખડકાળ શિખરો શું કદી બરફ વગરનાં રહે? તેમાંથી વહેતાં ઠંડાં જળનાં ઝરણાં શું કદી સૂકાઈ જાય?


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


હવે ઇજિપ્ત જઈને નાઈલ નદીનું પાણી પીવાથી તને શું લાભ થવાનો છે? આશ્શૂર દેશમાં જઈને યુફ્રેટિસ નદીનું પાણી પીવાથી તને શો લાભ થવાનો છે?


શિલોઆમમાં પેલા અઢાર માણસો પર બુરજ તૂટી પડયો હતો, એમનું શું? યરુશાલેમમાં રહેતા અન્ય માણસો કરતાં તેઓ વધારે પાપી હતા એમ તમે માનો છો?


અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan